આજે વિજ્ઞાન પ્લાસ્ટિક સર્જરી કરીને કાળા ચહેરાને ગોરો, મોટા નાકને પાતળું કરી શકે છે પરંતુ શું મનુષ્ય કાળા કર્મોને કોઈ વિધિ દ્વારા ઉજળા કર્મોમાં બદલી શકે છે? ના. સાયન્સની શક્તિ કરતા મોટી શક્તિ છે સાયલેન્સની શક્તિ અથવા આધ્યાત્મ અને રાજયોગની શક્તિ. આ શાંતિની શક્તિ દ્વારા મનને મૌન અવસ્થામાં રાખીને ચાંદ સિતારાથી પાર અલૌકીક દેશમાં જઈને પરમ પિતા પરમાત્માની સામે જ્યારે બેસે છે તો યોગ અગ્નિ દ્વારા આત્મામાં લાગેલ તમામ ડાઘ મટી જાય છે. જેવી રીતે વિજ્ઞાનની લેસર કિરણ શરીરના નકામમાં ભાગને સળગાવી દે છે, તેવી રીતે ઈશ્વર પરમાત્મા દ્વારા પ્રાપ્ત અલૌકિક લેસર કિરણો પણ આત્માના તમામ ડાઘ દૂર કરી તેને સતોપ્રધાન બનાવી દે છે.
સંસારના તમામ ધર્મ સંપ્રદાયો તથા ભક્તિમાર્ગમાં પણ ઈશ્વરીય સ્મૃતિનું ખૂબ મહત્વ છે. ભગવાનની પ્યાર ભરી સ્મૃતિમાં નિરંતર મનને લગાવવું તથા તેમના ગુણોને યાદ કરતા રહેવા તે કોઈ પણ આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર હોય છે. શ્રીમદ ભગવત ગીતા નો તો ઉદેશ્ય જ સ્મૃતિ સ્વરૂપ બનવું તે છે. માટે જ સ્મૃતિને ભૂલાવવા વાળી વાતોથી બચવા તથા ઈશ્વરીય સ્મૃતિને એકરસ બનાવવાની યુક્તિઓનો આ ગ્રંથમાં સંગ્રહ છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે ભગવાનને યાદ કરવા શા માટે જરૂરી છે? તેનો ઉત્તર એ છે કે સ્મૃતિની સમર્થી દ્વારા સાધકનું મન પણ પ્રભુ સમાન ગુણ સંપન્ન બની જાય છે. જેવી રીતે લોખંડ જો પારસ ને અડે છે તો તેનો કાયા કલ્પ થઈ જાય છે, લોખંડ સોનુ બની જાય છે. તેવી જ રીતે સાધક પણ જ્યારે મન-બુદ્ધિથી પરમાત્માને યાદ કરે છે ત્યારે તેની ખામીઓ દૂર થઈ જાય છે તથા તેનું વ્યક્તિત્વ દિવ્ય બની જાય છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સાકાર સ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માએ પોતાના 33 વર્ષોના ઈશ્વરીય જીવનમાં નિરંતર પ્રભુની યાદનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. તેઓ ઉઠતા-બેઠતા, ચાલતા-ફરતા સ્મૃતિ સ્વરૂપ રહેતા હતા. તેઓના સર્વ પ્રકારના મોહ નાશ પામ્યા હતા. તેઓ શરીરમાં રહેવા છતાં પોતાના પ્રિયતમ શિવ પિતા સાથે રહેવાનો અનુભવ તને કરાવતા હતા. અહીં જાણવા જેવી વાત એ છે કે સ્મૃતિ સ્વરૂપને જ બીજા શબ્દોમાં યોગ યુક્ત કહેવાય છે. યોગનો અર્થ કોઈપણ પ્રકારના વિચાર ન હોય તથા સમાધિમાં રહેવું તે નથી. યોગી તો ચાલતા- ફરતા, સંસારમાં રહેતા પોતાના કર્મો દ્વારા પોતાને તથા અન્ય ને શ્રેષ્ઠ દેવતાનું પદ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પિતાશ્રી ગીતામાં વર્ણિત યોગીની જેમ ઇન્દ્રીઓના રાગ દદ્વેષથી મુક્ત હંમેશા આત્મિક સ્વરૂપમાં સ્થિત, સંતુષ્ટ, ચિંતા મુક્ત તથા એકરસ સ્થિતિમાં સ્થિત રહી બધાને વાઇબ્રેશન આપતા હતા કે જેથી બધા ની બુદ્ધિનો તાર પરમાત્મા શિવ પિતા સાથે સહજ રીતે જોડાઈ જતો હતો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)