કચ્છઃ દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની સૌથી મોટી સોલર PV ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાષ્ટ્રીય ગ્રિડમાં વીજ સપ્લાય માટે ગુજરાતના ખાવડામાં 551 MW સોલરની ક્ષમતાને કાર્યરત કર્યો હતો. કંપનીએ ખાવડામાં RE પાર્ક માટે કામગીરી શરૂ કર્યાના 12 મહિનામાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જેનો પ્રારંભ રસ્તા સહિત પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સોશિયલ ઇકોસિસ્ટમથી કર્યો હતો.
કંપનીએ કચ્છના રણમાં આ સોલર ક્ષમતા હાંસલ કરવા માટે 8000ના કામદારોને લગાડ્યા હતા અને સિદ્ધિ હાંસલ કરી હતી. કંપનીની યોજના RE પાર્કમાં 30 ગિગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતાને વિકસિત કરવાની છે. કંપનીની આ યોજના આગામી પાંચ વર્ષમાં વીજ ઉત્પાદનની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવાની છે. ખાવડામાં RE પાર્કમાં સ્થાપિત ક્ષમતા પૂરી થવા પર કંપની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં સૌથી વધુ ક્ષમતા હાંસલ કરનારી કંપની બની જશે.
|
કંપનીનો ખાવડાનો RE પાર્ક પ્રતિ વર્ષ 1.61 કરોડ ઘરોમાં વીજ સપ્લાય કરી શકવાની ક્ષમતા ધરાવશે. વિશ્વમાં એનર્જી ક્ષેત્રે રિન્યુએબલ પ્રોજેક્ટ્સને વિકસિત કરવા, સુવ્યવસ્થિત સપ્લાય ચેઇન નેટવર્ક સ્થાપિત કરવાની સાથે-સાથે કંપની આવા ગિગા પ્લાન્ટ સ્થાપવા માટે નિપુણતા હાંસલ કરનારી સૌથી મોટી કંપની બનશે, જેની તુલનામાં આ ક્ષેત્રે કોઈ અન્ય કંપની નહીં હોય.
દેશના આ પ્રદેશમાં સૌથી સરસ વિન્ડ અને સોલર સ્રોતો મેળવવા માટેનો એક છે, જે ગિગા-સ્કેલના RE વિકાસ માટે નોંધપાત્ર છે. કંપનીએ વીજ ઉત્પાદનમાં ઝડપથી સફળતા હાંસલ કરવા માટે અહીં અભ્યાસ કર્યો હતો અને યોજના અમલમાં મૂકી હતી. કંપનીની આ પ્રક્રિયામાં ટકાઉ સપ્લાય ચેઇન ઉપયોગી સાબિત થઈ હતી. કંપની સોલર અને વિન્ડ માટે વિશ્વના સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ સ્થાપી રહી છે, એમ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું.