અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની છઠ્ઠી આવૃત્તિમાં ગુરુવારે પણ વિવિધ પર્ફોર્મન્સ અને ઇન્સ્ટોલેશન્સ દર્શાવવામાં આવ્યા. જેમણે પ્રેક્ષકોને મનોરંજન અને પ્રેરણા આપી.
ગુરૂવારના દિવસે વ્યંગાત્મક થિયેટર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું. જેણે કાનૂન પ્રણાલી અંગે ચાલાકીપૂર્વક ટીકા કરી હતી. વિવેક અને રમૂજથી ભરપૂર આ નાટક, કાનૂની કાર્યવાહીની ગૂંચવણો પર વિચાર-પ્રેરક પ્રકાશ પાડે છે. આ વ્યંગાત્મક નાટકમાં રંગલાના પાત્રની રજૂઆતે રમૂજનો સ્પર્શ ઉમેર્યો. કલાકારોએ તેમની અભિવ્યક્તિઓ દ્વારા દર્શાવ્યું કે કેવી રીતે એક આદર્શ છબીની શોધ ઘણીવાર હાસ્યજનક પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે. સાંજ દરમિયાન અન્ય મ્યુઝિકલ પરફોર્મન્સ અને ડાન્સ શોએ પ્રેક્ષકોને મનોરંજન પીરસ્યું.અભિવ્યક્તિમાં ગુરુવારે 3-દિવસીય થિયેટર વર્કશોપ પૂર્ણ થઈ. જેણે કલા પ્રેમીઓને શીખવાનો અનુભવ પૂરો પાડ્યો હતો. ચેન્નાઈ સ્થિત વાર્તાકાર અને કઠપૂતળીકાર કાર્તિકએ શેડો પપેટ પર વર્કશોપનું સંચાલન કર્યું હતું. 7 વર્ષથી ઉપરના બાળકો, યુવાન છોકરાઓ અને છોકરીઓ સહિત કુલ 28 લોકોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ લોકોએ પોતાના વ્યક્તિગત અનુભવોમાંથી વાર્તા કેવી રીતે બનાવવી, ગાયનનો ઉપયોગ, બોડી લેંગ્વેજ અને થિયેટર હલન-ચલન, ચિત્રકામ અને લાકડીની કઠપૂતળીઓ કેવી રીતે બનાવવી જેવા અનેક પાસાં આ વર્કશોપમાં શીખ્યા હતા. વર્કશોપમાં આ દરેક વ્યક્તિને શેડો પપેટ શોની સ્ક્રીનીંગ માટે સરળતાથી ઉપલબ્ધ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવાનું શીખવામાં આવ્યું હતું.
પ્લેટફોર્મ પર્ફોર્મન્સમાં, થિયેટર આર્ટિસ્ટ એજાઝ શેખ અને તેમની ટીમે ‘હાઉ ધિસ, હાઉ ધેટ’ શીર્ષકથી જોરદાર પ્રદર્શન રજૂ કર્યું. જ્યારે ઝારખંડના વિશાલ કુમાર ગુપ્તાએ ‘ફ્રેગમેન્ટ એઝ લેન્ડસ્કેપ ઓર બોડી!’ (પેઈન્ટીંગ) નામના આર્ટ પીસ રજૂ કર્યા હતા. તેમણે કાપેલા અને ખંડિત વૃક્ષના ભાગોમાંથી આ કલાકૃતિઓ તૈયાર કરી હતી.
રૂમકી ભૌમિક ત્રિપુરાના એક બહુમુખી કલાકાર છે. તેમણે આર્ટ ઇન્સ્ટોલેશન – “એ ડ્રીમ સિટી અરાઉન્ડ મી” રજૂ કરી. તેમણે અવલોકન કરેલા વિવિધ માનવ વસવાટોથી પ્રેરિત થઈને, સ્વપ્નના ઘર માટેની અમારી સહિયારી ઇચ્છાના પ્રતિબિંબ તરીકે આ કાલ્પનિક નિવાસો બનાવ્યા. ભવ્ય મહેલોથી લઈને નમ્ર કોટેજ સુધી, દરેક લઘુચિત્ર જાણે પોતાની જ વાર્તાઓ કહીને તેના પર વિચાર કરવા આમંત્રણ આપે છે.
સામના વિઝ્યુઅલ આર્ટિસ્ટ, રઘુબીર સિંહાએ તેમની ઇન્સ્ટોલેશન “આપંગઃ ધ ક્લેવર સર્વાઈવર”નું પ્રદર્શન કર્યું. જેમાં મણિપુરી લોકકથાનું મનમોહક સંશોધન છે. ક્વિક સોલ્યુશનરી પાત્ર આપંગથી પ્રેરિત, સિંહાની આર્ટવર્ક ઇમર્સિવ સ્ટોપ-મોશન ફિલ્મો બનાવવા માટે ફોટોગ્રાફી, ફિલ્મ નિર્માણ અને ડિજિટલ આર્ટને એકીકૃત રીતે મિશ્રિત કરે છે.