નાણાપ્રધાનની IT, GST રિટર્ન્સ અને ATMને લઈને અનેક મહત્ત્વની જાહેરાતો
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વિડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ કોરોના વાઇરસને લઈને સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોને બેન્કમાં રોકડ ઉપાડવા પર કોઈ પણ બેન્કના ATMનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશનાં અનેક રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યુને લગાડવામાં આવ્યો છે. જેથી દેશમાં કામકાજ ઠપ છે. જેથી તેમણે IT,GST રિટર્ન્સ, TDS અને IBCને લગતી અનેક જાહેરાત કરતી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આર્થિક પેકેજ માટે પણ ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે અને એ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સેબી પણ શેરબજાર માટે પણ કામ કરી રહી છે અને અમે પણ દરેક પરિસ્થિત નજીકથી નિહાળી રહ્યા છીએ.
નાણાપ્રધાનની મહત્ત્વની જાહેરાતો…
નાણાકીય વર્ષ 2018-19 માટેના ઇન્કમ ટેક્સ રિટર્નની તારીખ લંબાવીને 30 જૂન, 2020 રાખી હતી.
ઇન્કમ ટેક્સ માટેની બધી તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી
નાણાકીય વર્ષ 2019-2020 માંટેના રિટર્ન ભરવાની તારીખ પણ 30 જૂન, 2020 કરવામાં આવી.
આ ઉપરાંત TDSનું વ્યાજ પણ 12 ટકાથી ઘટાડીને નવ ટકા કર્યું છે.
આ ઉપરાંત તેમણે આધાર-પેન કાર્ડને જોડવાની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરી હતી.
વિવાદથી વિશ્વાસ યોજનાની મુદત પણ 30 જૂ, 2020 કરવામાં આવી છે.
લેટ ફાઇન ચાર્જ પણ 18 ટકાને બદલે નવ ટકા કરવામાં આવ્યો
STT અને CTTની તારીખ પણ 30 જૂન, 2020 કરવામાં આવી
GST માટેનાં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ માર્ચ, એપ્રિલ અને મે, 2020 હતી, જે 30 જૂન, 2020 કરવામાં આવી. જેથી નાના અને મધ્યમ કદના વેપારીઓને રાહત થાય.
GST માટેનાં રિટર્ન્સ ભરવામાં કોઈ લેટ ચાર્જ નહીં.
સ્ટેટમેન્ટ રિપોર્ટ અથવા અન્ય કાગળિયાં સુપરત કરવા માટેની તારીખ 30 જૂનસ 2020 કરવામાં આવી.
બ્લેકમની એક્ટ માટેની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
રૂ. પાંચ કરોડવાળી ટર્નઓવરવાળી કંપનીને રિટર્ન મોડું ભરવા માટે માત્ર નવ ટકા વ્યાજ લાગશે.
વિશ્વાસ સ્કીમ માટેની તારીખ પણ લંબવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
30 જૂન સુધી કસ્ટમ્સ ક્લિયરન્સ 24 કલાક ચાલુ રહેશે
કોર્પોરેટ સેક્ટર માટે રાહતની જાહેરાત
કંપનીઓને બોર્ડ મિટિંગ કરવા માટે 16 દિવસની રાહત.
બે ત્રિમાસિક ગાળા –60 દિવસ માટે બોર્ડ મિટિંગમાં રાહત
ઓડિટર્સ રિપોર્ટને પણ બે નાણાકીય વર્ષ માટે રાહતના સમાચાર
સ્વતંત્ર ડિરેક્ટર મિટિંગમાં હાજર ના રહે એ નિયમોનું ઉલ્લંઘન નહીં ગણાય.
નવી કંપનીને ડેક્લેરેશન હવે એક વર્ષનો સમય અપાશે
.20 ટકા ડિપોઝિટ રિઝર્વની ડેડલાઇન 30 જૂન સુધી વધારવામાં આવી.
હાલત હજી વધુ ખરાબ રહ્યા હતો છ મહિના સુધી IBC સસ્પેન્ડ કરવામાં આવશે.
ડિફોલ્ટરની રકમ વધારવાથી MSME કંપનીઓને રાહત
ડિફોલ્ટની રકમ એક લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી.
મત્સ્યપાલન માટે સેનિટરી આયાતની મુદત વધારવામાં આવી.
ડેબિટકાર્ડ હોલ્ડર્સ કોઈ પણ બેન્કમાંથી રોકડ ઉપાડે એના પર ત્રણ મહિના સુધી કોઈ પણ ચાર્જ લાગશે નહીં
બેન્કમાંથી લઘુતમ બેલેન્સ રાખવા પર પણ કોઈ ચાર્જ નહીં
બેન્કમાં કરવામાં આવતા ડિજિટલ વ્યવહાર પરના ડિજિટલ ચાર્જ ઘટાડવામાં આવ્યા