ખેડા જિલ્લાના નડિયાદના આંગણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડનું આજે શનીવાર (14/12/24) પ્રારંભ થયો. જે આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં દેશના 19 રાજ્યોમાંથી 170થી વધુ દ્રષ્ટિહીન સ્પર્ધકો ભાગ લેવા નડિયાદ આવી પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઈવેન્ટ્સ યોજાશે
દેશમાં દ્રષ્ટિહીન લોકો માટે સૌથી મોટી રમતગમતનુ આયોજન નડિયાદના આંગણે થયું છે. 23મી ઉષા રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજે પ્રારંભ થયો છે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા વર્ષમાં બે વખત આયોજિત આ ચેમ્પિયનશિપ અહીંયા ત્રણ દિવસ ચાલવાની છે. જેમાં 19 રાજ્યોમાંથી 175 દ્રષ્ટિહીન સ્પર્ધકોએ લાભ લેશે, અધિકારીઓ અને મેનેજરોની 50 રહેશે. 111, 112 અને 113 એમ ત્રણ શ્રેણીઓમાં 53 (પુરુષો માટે 29, મહિલાઓ માટે 24) આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઈવેન્ટ્સ યોજાવાની છે. 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓની રમત ભાવનાને સન્માનિત કરવામાં આવશે.
ત્રણ દિવસનું આયોજન
આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય અંધ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી 14થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મારિયા ડો, નડિયાદ ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. ઉદ્દઘાટક પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ખેલાડીઓ ક્ષેત્ર અને ટ્રેક ઇવેન્ટ્સ અને રિલે રેસ સહિતની સંખ્યાબંધ રમતોમાં ભાગ લેવાશે. આ સ્પર્ધાઓમાં નેત્રહીન ખેલાડીઓ (T-11 અને F-11) અને નબળા દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓ (T-12, T-13, અને F-12, F-13) માટે મહિલા અને પુરુષોની કેટેગરીનો સમાવેશ થાય છે.
19 રાજ્યોની સંસ્થાઓએ પસંદ કર્યા શ્રેષ્ઠ ખેલાડીઓ
આ ચેમ્પિયનશિપમાં 2024 સમર પેરાલિમ્પિકમાં મહિલાઓની 200 મીટર T-12માં બ્રોન્ઝ મેડલ જીતનાર પેરાલિમ્પિયન સિમરન શર્મા અને 2024 પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અને જુડોમાં ભારતનો પહેલો પેરાલિમ્પિક મેડલ લાવનાર કપિલ પરમાર પણ હાજર રહ્યા હતા અને દ્રષ્ટિહીન રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. આ પ્રસંગે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિલાલ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, પેરાલિમ્પિક્સ કમિટિ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી ચંદુલાલ ભાટી અને મિસ દીપાલીબેન રાઠી, પ્રમુખ, બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત વગેરે પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. આ ચેમ્પિયનશિપ માટે 19 રાજ્યોની સંસ્થાઓએ પસંદગી પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરાઈ છે.
ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન, 1986માં રચાયેલ, એ ભારતની પેરાલિમ્પિક્સ કમિટી અને ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે જોડાયેલ રાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ફેડરેશન છે, જે નેત્રહીન લોકો માટેની વિશ્વની સર્વોચ્ચ રમત સંસ્થા છે. 20 રાજ્ય સંસ્થાઓ અને 4 રમત-વિશિષ્ટ ફેડરેશન – ફૂટબોલ, ગોલબોલ, કબડ્ડી અને જુડો આ સંસ્થા સાથે જોડાયેલા છે. IBSA, વૈશ્વિક સંસ્થાના સંલગ્ન તરીકે, વિશ્વ ચેમ્પિયનશિપ્સ અને ગેમ્સ ફોર ધ બ્લાઈન્ડ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે ભારતમાંથી અંધ ખેલાડીઓની પસંદગી કરવામા આવે છે અને તાલીમ આપાઈ છે.