અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક-ગુજરાતના ખાવડામાં 1000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટનું નિર્ધારિત લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ ખાવડામાં કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે, જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી કામગીરી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કચ્છના ખાવડાની ૫૩૮ ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200થી વધુ હરિત રોજગારનું સર્જન કરશે.
રિન્યુએબલ ક્ષેત્રમાં સૌથી ઝડપી ગ્રીનફિલ્ડ સોલર ક્ષમતાનો ઉમેરો
|
અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)ની તકનિકી નિપુણતા અને અદાણી ઇન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇનનો લાભ ઉઠાવીને જેસલમેરમાં વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સૌપ્રથમ પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.