લખનૌઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી થવાનો છે. નિમંત્રણ મળ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા અધીર રંજન ચોધરીએ આ સમારંભમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. જોકે તમામ ટીકાઓ પછી પણ UP કોંગ્રેસના 100 નેતાઓ અયોધ્યા જશે.
UP કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના આશરે 100 નેતાઓ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં નિમંત્રણને કોંગ્રેસ નકાર્યા પછી પણ રાયે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે અને અન્ય નેતાઓની સાથે નક્કી કાર્યક્રમના અનુસાર 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા સહિત રાજ્યની વિવિધ પાર્ટીના નેતા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ અયોધ્યા જશે.
कांग्रेस महासचिव/प्रभारी श्री @avinashpandeinc जी का दिनांक 11 जनवरी से 19 जनवरी तक अपने प्रभार क्षेत्र उत्तर प्रदेश में निर्धारित कार्यक्रम निम्नवत है…👇👇👇 pic.twitter.com/pzDtxY59SM
— UP Congress (@INCUttarPradesh) January 11, 2024
મારી સાથે પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે તથા વરિષ્ઠ નેતા પ્રમોજ તિવારી અને પી. એલ. પૂનિયા પણ અયોધ્યા જશે અને સાથે આશરે 100 કોંગ્રેસી પણ જશે. 15 જાન્યુઆરીએ અયોધ્યા જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સવારે સૂર્ય ઉત્તરાયણ થઈ જશે અને નારિયેળ વધેર્યા પછી તેઓ અયોધ્યા માટે પ્રસ્થાન કરશે.