સીતારામને નાગાલેન્ડમાં એક્સિસ બેન્કની શાખાનું ઉદઘાટન કર્યું
સીતારામને રાજ્યના પાટનગર કોહિમામમાં એનબીસીસી સેન્ટર ખાતે નાગાલેન્ડ ઈન્વેસ્ટમેન્ટ સંમેલન (કોન્ક્લેવ)-2022 પ્રદર્શનનું પણ ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે નાગાલેન્ડના મુખ્ય પ્રધાન અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા નેફિયૂ રિયો પણ ઉપસ્થિત રહ્યા હતા.નાણાં પ્રધાન સીતારામન કોહિમામાં રાજભવન ખાતે નાગાલેન્ડ અને આસામ રાજ્યોના ગવર્નર જગદીશ મુખીને મળ્યાં હતાં.