યોગથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ શકે

રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરશો? પૌષ્ટિક આહાર લેશો પાચન સારું રાખવા શારીરિક પ્રવૃત્તિ જેમ કે યોગાસન, સૂર્ય નમસ્કાર, ચાલવાનું, દોડવાનું, આ ઉપરાંત પૂરતી ઊંઘ સારી ઊંઘ ખૂબ જરૂરી છે. અને રાત્રી ઊંઘ જરૂરી છે. તમને એમ થાય કે રાત્રે ઊંઘ નથી આવતી તો દિવસ દરમ્યાન ચાર-પાંચ કલાક સૂઈ જઈએ તો ના ચાલે. રાતની ઊંઘ શરીરના અવયવોને આરામ પણ આપે છે અને ખોરાકનું લોહી બની મેટાબોલિઝમ સુધરે છે.

એક ઉદાહરણ આપું.

રાતના દસ વાગ્યા હતા બધા મિત્રો ગપ્પા મારતા હસાહસ મજાક મસ્તી ચાલી રહી હતી, ત્યાં કોઈ આવીને સુઝાવ આપ્યો કે ચાલો ને માણેકચોક ચટાકેદાર ખાવા જઈએ અને બધા તૈયાર થઈ ગયા માણેકચોક ના બટન ઢોસાનો કોળિયો એવો અંદર જાય કે તરત મગજ પેટને લીવરને ઉઠાડે કે ઉઠો ચાલો કામે વળગો. સફાળા બેઠા થાય લીવરને પેટ કામે વળગે અને મોટા આંતરડાને કહે ભાઈ ઉઠ, મો બગાડતા બગાડતા પણ કામે વળગે.

હવે આપણે 8:00 વાગ્યે જમ્યા હોઈએ અને આ બધા હવે પુરા જોશ સાથે ખોરાક પચાવવામાં લાગી ગયા હોય ને કામ પતાવીને સહેજ નવરા પડે ને રાતના 11:00 વાગ્યે જો ફરીથી કામ પહોંચે તો ખાટા ઓડકાર આવે, એસીડીટી થાય, ગેસ થાય, પેટમાં દુખે, છાતીમાં બળતરા થાય ને ઊંઘ ઊડી જાય તો બોલો કોનો વાંક શરીરના તંત્રો નું કે આપણી food style ને lifestyle નો?  પણ એક ઉપાય છે જો food style અને lifestyle રેગ્યુલર હોય અને તો ઊંઘ ના આવતી હોય કે અનિદ્રાની તકલીફ હોય તો અમુક આસનો છે જેનાથી તમારા
મનને શાંત કરે તમને ગમે તેટલી ચિંતા હોય, સ્ટ્રેસ હોય, anxiety  હોય, મનને શાંતિ કરવા આયંગર પદ્ધતિથી આસનો કરશો તો ચોક્કસ સારી ઊઘ આવશે અને આગળ કીધું એમ ઊંઘ સારી રહેશે તો રોગ પ્રતિકારક શકિત વધશે…

તો હવે વાત કરીએ આસનોની, અધોમુખ સ્વસ્તિકાસન

1) અધોમુખ સ્વસ્તિકાસન-ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ડોક અને ખભાની સ્થિતિ ખૂબ અગત્યની છે
કપાળને ટેકા પર મૂકવું જરૂરી છે પલાઠી ન વળાય તો ખુરશી પર પણ બેસીને ટેબલ પર માથું
રાખી શકાય ધીમા લાંબા શ્વાસ ચાલુ રાખવાના છે અને ખભા પર (ડૉક ઉપર નહી) વજન મુકવાનું
રહેશે

સવાસન

2) સવાસન –જમીન પર કે પલંગ પર સીધા સૂઈ જઈએ એટલે સવાસન કર્યું ના કહેવાય શરીરને વ્યવસ્થિત રીતે ગોઠવવા ની સાચી રીત કે નીચે આપેલા વીડિયોમાં જોઈ શકશો જેમાં ખભા કમર પગને ગોઠવવા ખૂબ જરૂરી છે જો એસીડીટી હોય તો જમણા પડખે સૂવાનું જેથી ચંદ્રનાડી એક્ટિવ થાય અને શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટે છે મનને શાંત કરવા દિવસ દરમિયાન જમણું નસકોરું બંધ કરવાનું જેથી ડાબી નાસિકા થી શ્વાસની આવન-જાવન રહે અને શરીરમાં ઉષ્ણતાને સમતોલ કરે

બ્રાહ્મણી પ્રાણાયામ પણ સારી ઊંઘ માટે મદદરૂપ થઈ શકે છે જેમાં શ્વાસ લઈ હાથ થી (અંગૂઠાથી) કાન બંધ કરી આંખ બંધ કરી હમીંગ નો અવાજ સાથે શ્વાસ બહાર કાઢવાનો હોય છે સતત પાંચ- દસ મિનિટ ભ્રામરી પ્રાણાયામ કરવાથી મગજમાં રહેલ ડોપામાઈન સેરેટોનીનનો સ્ત્રાવ સારો થવાથી મન શાંત થાય છે મન પ્રફુલ્લિત થાય છે ઊંઘ સારી આવે છે.
અષ્ટાંગ યોગમાં યમમાં જીવન જીવવાના ખુબ સુંદર મુદ્દા આપ્યા છે યમમાં કહે છે ઋષી પતંજલીએ કેજો અહિંસા એટલે એકશનથી નહીં, મનની પણ હિંસા કુવિચાર ન કરીએ તો ઊંઘ સારી આવે. બીજો મુદ્દો છે અસત્યે એટલે ચોરી નહીં પરંતુ કોઈને આઈડિયા, કોઈની વાત નો appreciate  ન કરીએ તે સીધો આપણે હક કરવા માંડીએ તો જીવ ડહોળાશે, ને ઊંઘ નહીં આવે માટે યોગ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.

સવાસન કરવાની સાચી રીતે જોવા માટે જુઓ આ વિડિયો…..

હેતલ દેસાઇ 

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)