કોઈ પણ સરકાર એવી નીતિઓ કેમ બનાવે, જેથી એના લોકો વધુ બિનતંદુરસ્ત બનાવે? હું માત્ર વાસ્તવિક અર્થશાસ્ત્રની અજ્ઞાનતામાં જ દર્શાવી શકું છું અને એની અર્થતંત્ર અને તંદુરસ્તી પર નીતિઓની પ્રતિકૂળ અસર પડે છે.
જળવાયુને પ્રતિકૂળ અસર, ભૂજળના સ્તરમાં ઘટાડો
બધા જીવિત જીવોને ભોજન અને પાણીની જરૂર હોય છે. પશુઓ માટે ભોજન ઉગાડવા માટે આપણને મોટી માત્રામાં જમીનની જરૂર છે, જે આપણી પાસે નથી. એટલા માટે આપણે એમને જંગલોમાં ચરવાની મંજૂરી આપીએ છીએ અને એ જંગલ ખતમ કરી નાખે છે, જેના બદલે જળવાયુને પ્રતિકૂળ અસર કરે છે અને ભૂજળના સ્તરમાં ઘટાડો કરે છે.
મનુષ્યોને બદલે પશુઓ માટે ભોજન ઉગાડીએ છીએ. આપણે એમને પાણી આપીએ છીએ, જે આપણી પાસે નથી. આપણે મનુષ્યો માટે ભોજન ઉગાડવાને બદલે પશુઓ માટે ભોજન ઉગાડીએ છીએ. એક કિલોગ્રામ ગોમાંસનું ઉત્પાદન કરવા માટે પશુને 25 કિલો અનાજ ખવડાવવું પડે છે અને 15,000 લિટર પાણીની જરૂરત હોય છે. સૂવર અને બકરીઓ લગભગ એકસમાન અનાજની જરૂર હોય છે, જ્યારે મરઘાંને થોડા ઓછાની જરૂર હોય છે. એમના ઉત્સર્જન મળમૂત્ર અને મિથેન જમીન અને પાણીને દૂષિત કરે છે અને જળવાયુને ગરમ કરે છે. મિથેન કાર્બન ડાયોકસાઇડની તુલનામાં 24 ગણું વધુ નુકસાન કરે છે અને દરેક ગાય પ્રતિદિન 600 લિટર મિથેનનું ઉત્સર્જન કરે છે.
ગ્લેશિયર ખૂબજ ઝડપથી પીગળી રહ્યા છે…
પશુધન ખેતી વિશ્વભરમાં 18 ટકા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં યોગદાન આપે છે. આ એકસાથે બધા પ્રકારનાં ટ્રાન્સપોર્ટ્સના ઉત્સર્જનથી વધુ છે. જ્યારે જળવાયુ વધુ ગરમ થઈ જાય છે, ત્યારે આપણે ગરમીના પવનો દરમ્યાન મનુષ્યોને શાંત (એટલે કે ગરમી ઓછી લાગે એ માટે) કરવા માટે વધુ વીજ ઉત્પન્ન કરવા માટે વધુ કોલસાનું ખનન કરવાની જરૂર પડે છે. જળનો સ્તર વધે છે અને પૂર વધુ જગ્યાએ પ્રસરે છે. બાકીની જમીનો ખાસ કરીને ગ્લેશિયર પીગળી રહ્યા છે અને ઝડપથી ઓગળી રહ્યા છે.
માંસ વધુ મેળવવા માટે પ્રાણીઓને અનાજ ખવડાવીએ છીએ
મચ્છર અને અન્ય જીવજંતુ વધી જાય છે અને એટલે બીમારીઓમાં વધારો થાય છે. આપણે માંસ વધુ મેળવવા માટે પ્રાણીઓને ઉગાડેલું અનાજ ખવડાવીએ છીએ અને એટલે કિંમતો વધે છે, પણ જો આ બધું અનાજ ગરીબોને માટે કોઈ અનાજ નથી વધતું. જો આ બધું અનાજ મનુષ્યોને ખવડાવવામાં આવે તો આપણે 3.5 કરોડથી વધુ લોકોએ દૈનિક ધોરણે એ અનાજ ખવડાવી શકીએ અને તેમને સ્વસ્થ રહી શકીએ છીએ.
કેમ કે પ્રાણીઓને ઓદ્યૌગિક વિકાસ માટે એમનાં શરીરને જીવિત રૂપે નથી ઓળખવામાં આવતાં, એમને બસ માંસ મશીનો સ્વરૂપે જોવામાં આવે છે અને જાણીબૂજી એ મોટા-મોટાં નરમ… રાખવામાં આવે છે… જે પણ હોય.
તમે અને હું વધુમાં વધુ હોસ્પિટલો માટે ટેક્સ ચૂકવીએ છીએ
આ માત્ર એન્ટિબાયોટિક દવાઓ, હોર્મોનમ અને રસાયણોનો ઉપયોગ કરીને કરી શકાય છે. ભારત અને અમેરિકા- બંનેમાં બધા એન્ટિબાયોટિક દવાઓનો 80 ટકા પ્રાણીઓને ખવડાવવામાં આવે અને એટલે એમના માંસમાં તેમને ખાનારા મનુષ્યો માટે પ્રતિકારક (ઇમ્યુન) બની જાય છે. જોકે પ્રતિ દિન હજ્જારો લોકો મરી જાય છે, કેમ કે બીમાર પડવા પર તેમને ઠીક કરવાની કોઈ દવા નથી બચતી. હ્દય રોગ, ડાયાબિટીસ અને કેન્સર બધાં પ્રાણીઓના ખાવાથી સંબંધિત રોગ છે અને તમે અને હું વધુમાં વધુ હોસ્પિટલો માટે ટેક્સ ચૂકવી રહ્યા છીએ.
બીજી બાજુ, જોઈએ તો શાકાહારી આહારથી લોકોના જીવ બચી શકે છે. આરોગ્ય સંબંધી બચત થઈ શકે છે અને 1.5 કરોડ ડોલર સુધી જળવાયુ પરિવર્તનથી થનારા નુકસાનથી બચી શકાય છે.
માંસની નિકાસ કરવાનું બહાનું વાહિયાત
એટલા માટે જો આપણા પોષણ (ન્યુટ્રિશિનલ) સંબંધિત જરૂરિયાત ઓછી હાનિકારક ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાંથી પૂરી શકી શકાય છે એટલે આપણે આ ખાદ્ય પદાર્થોની પસંદગી કરવી જોઈએ. માંસ ખાવાનું છોડી દેવું એ સરળ બાબતોમાંથી એક છે, જેથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ છીએ, પરંતુ એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી સરકાર આ વિશે કોઈ નીતિ વિષયક નિર્ણય નથી લેતી, કેમ કે દેશને જીવિત રાખવા ઇચ્છે કે નથી. માંસ નિકાસને પ્રોત્સાહિત કરવી એ આપણી જમીન, પાણી અને હવાને નષ્ટ કરવાનો સૌથી ઝડપી પ્રકાર છે. માંસની નિકાસ કરવાનું બહાનું વાહિયાત છે. જો એ પૈસા, પાણીના સ્રોતો અને જંગલોને સુરક્ષિત કે વધારવા અથવા ખેડૂતોને પાક નષ્ટ થવા બદલ વળતર કરવા માટે ખર્ચ કરવામાં આવે તો શું થશે? અથવા જળવાયુ પરિવર્તનની અસરોને પૂર્વવત્ કરવાના પ્રયાસો માટે? જોકે મને એનાથી કોઈ મતલબ નથી.
આ એ જગ્યા છે, જ્યાં GST – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવે છે. આ ટેક્સને સામાજિક એજન્ડાની સાથે-સાથે આર્થિક ક્ષેત્રમાં પણ વધુ સંવેદનશીલ અને સરળ બનાવવો જોઈએ. અને એનો અર્થ એ છે કે માંસ પર પણ GST લાદવો જોઈએ. સરકારે ભોજન માટે ઉગાડવામાં આવેલાં જીવિત પ્રાણીઓ પર કોઈ GST નથી ઘટાડ્યો. ખાદ્ય પદાર્થો- સૂવર, ઘેટાં, બકરાં, મરઘાં, હંસ, બતક, મરઘી અને ગિની ફાઉલ્સ. સરકારે બધા પ્રકારનાં માંસ –સૂવર, ઘેટાં, બકરાં, હંસ, બતકાં, મરઘાં પાલન વગેરેમાં પોલ્ટ્રી તાજા અથવા ઠંડા કરવાની છૂટ આપી છે. આ સાથે એણે ઘોડાઓ, ગધેડાંઓ, ખચ્ચરોના માંસ પર પણ આ છૂટ આપી છે. જોકે ત્યાં સુધી કે આ પ્રાણીઓને FSSAI દ્વારા માંસ માટે મારી નાખવાની મનાઈ છે.
શાકાહારી ડાલડામાં એ નાખી શકાય છે
શું નાણાં વિભાગ ખાદ્ય કાયદાઓને જાણે છે? બધાં પ્રાણીઓનાં અંગો (આંતરડાં અને અન્ય ભાગો) અને સૂવર અને મરઘાંની છૂટ આપવામાં આવી છે. (એટલા માટે તેઓ ખુશ છે કે શાકાહારી ડાલડામાં એ નાખી શકાય છે) બધી માછલી, ઝિંગા, અન્ય એક્વાટિક જીવો જીવિત અથવા મૃતની છૂટ છે. આને જોતાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કોઈને પણ પકડવા, ખાવા પર મોટી સંખ્યામાં પ્રતિબંધ લગાવવામાં આવે છે. એ એટલું જ વિચિત્ર લાગે છે. ઝિંગા ઉગાડતો ઉદ્યોગ સંભવતઃ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારો ઉદ્યોગ છે અને સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ છે, કેમ કે એ ટનબંધ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરે છે, જે કૃષિ ક્ષેત્રોમાં બધાં અનાજ, શાકભાજીને ધોવાના ઉપયોગમાં લેવામાં આવે તો એ જોખમી છે. હાડકાં. શિંગડાં, નખો, અને એનાથી બનતી કોઈ પણ ચીજવસ્તુઓની છૂટ હોય છે. તેમણે એન્ટલર પણ ઉમેર્યા છે- જે માત્ર હિરણથી પ્રાપ્ત થઈ શકે છે, જે અન્ય કાનૂનો દ્વારા હત્યાથી સુરક્ષિત છે. ઈંડાંમાં છૂટ છે. દૂધ અને એનાં બધાં ઉત્પાદનોને છૂટ મળશે કેમ કે એ એક પવિત્ર ગાય છે.
કેટલાક દેશો ભોજનને વિશેષ ટેક્સ છૂટનો દરજ્જો આપે છે. અમેરિકાનાં કેટલાંય રાજ્યો વેચાણથી કરિયાણાનો સામાન બહાર મોકલે છે. યુકે, આયર્લેન્ડ અને માલ્ટામાં ખાદ્ય પદાર્થો પર વેટ નથી. જોકે યુરોપિયન દેશોમાં ફૂડ પર વેટ ઉમેરે છે. ઓસ્ટ્રેલિયામાં બધાં ફૂડ પર કોઈ GST નથી. જોકે ફૂડ પર લગાવવામાં આવેલા ટેક્સની પરવા કર્યા વિના, કર પ્રણાલી વિવિધ પ્રકારના ભોજનની વચ્ચે અંતર કરવામાં નિષ્ફળ રહી છે. સીધા શબ્દોમાં માંસ અને અન્ય ખાદ્ય પદાર્થો જેવાં ફળ અને શાકભાજીઓની વચ્ચે ભેદ કરવામાં આંધળી છે. દેશ અને માનવ માટે સારા ભોજનમાં એટલો ટેક્સ લગાવવામાં આવવો જોઈએ, જેટલો કે વ્યક્તિને ખતમ કરતું ભોજન. ટેક્સ અને બધી આવકની વસૂલાત કેટલીક વર્તણૂકને પ્રોત્સાહિત અથવા હતોત્સાહ કરવી જોઈએ. શું આપણે સિગારેટ અને દારૂ પર ટેક્સ ભારે ટેક્સ નથી લગાડતા? તો પછી માંસ ફળ અને શાકભાજીને બરાબર કેમ માનવામાં આવે? જ્યારે કે પ્રદૂષણ, જળ, ભૂમિ અને સ્વાસ્થ્યના કેસોના મામલા પર આ દેશ વધુ ખર્ચ કરે છે ત્યારે.
પર્યાવરણીય અને આરોગ્યનો બોજ
માંસ ઉત્પાદન અને ખપત સમાજ પર પર્યાવરણીય અને આરોગ્યનો બોજ નાખે છે. ટેક્સની આવકનો ઉપયોગ (અન્ય વાતો સિવાય) જાહેર આરોગ્યની દેખભાળનું સમર્થન કરવા અને સરકાર સમર્થિત પર્યાવરણીય પહેલોને ફંડ આપવા માટે કરવામાં આવે છે. એટલા માટે એ જોતાં માંસ જાહેર આરોગ્ય અને પર્યાવરણ –બંનેથી સમજૂતી કરે છે. એ નિશ્ચિત રૂપે નીચેની બાબતો અનુસાર લગાવવામાં આવે છે.
માંસ એક જરૂરિયાત નથી, પણ એક લક્ઝરી છે
મને એનાથી કોઈ મતલબ નથી, કેમ કે કેન્દ્ર સરકાર બધા પ્રકારના માંસને GSTથી મુક્ત કરી દેશે. માંસ એક જરૂરિયાત નથી, પણ એક લક્ઝરી છે. અને સિગારેટની શ્રેણીમાં આવે છે. કતલખાનાં મોટા કરોડપતિઓ દ્વારા ચલાવવામાં આવે છે, જે મોટા ભાગે માંસ વિદેશમાં મોકલે છે અને મોટા ભાગના માલિક NRI છે. જો સરકાર માંસ પર GST લગાવે તો 10 ટકાના દરથી સંભવિત આવક કરોડોમાં આવે.
આવા સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પર્યાવરણ, આરોગ્યને આધારે માંસ પર ટેક્સ લગાવવા માટે માગ થઈ રહી છે, ત્યારે ભારત બીજે રસ્તે કેમ જશે? માંસ પર ટેક્સ લગાવવાથી ભારતીયોને સ્વસ્થ દિશામાં મદદ મળશે. ટેક્સના માધ્યમથી પ્રોત્સાહિત માંસની ખપતમાં ઘટાડો થવાથી પર્યાવરણ અને જાહેર આરોગ્યમાં લાભ થશે. આરોગ્યની દેખભાળનો ખર્ચ ઘટવાથી સરકારની પાસે વધુ આવક રહેશે. જળવાયુ વાર્તાલાપ દરમ્યાન મુખ્ય મુદ્દો માંસ કર હોવો જોઈએ
માંસમા નકારાત્મક અસરોને કારણે કરની જોગવાઈઓમાં મુખ્ય પરિબળ હોવું જોઈએ. માંસના ઉત્પાદન અને ખપત પર યોગ્ય ટેક્સ નહીં લગાવવાથી સરકાર હકીકતમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય વિનાશને સબસિડી આપી રહી છે. બધા જળવાયુ વાર્તાલાપ દરમ્યાન માંસ કર માટે વિચારવિમર્શ થવો જોઈએ. આ કરનો ઉપયોગ કૃષિ સંશોધન અને જળવાયુ સંબંધી સમસ્યાઓના શિકાર લોકોના સમર્થન માટે થવો જોઈએ.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)