Courtesy: Nykaa.com
તહેવારોની મોસમનો રંગ શું તમને હજી લાગ્યો નથી? દિવાળીની મોસમ એકદમ નિકટ આવી ગઈ છે અને આપણે સૌ જાણીએ છીએ કે આગામી દિવસોમાં થકવી નાખનારી પાર્ટીઓ, લગ્નપ્રસંગો અને સામાજિક સમારંભો જેવા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવી પડશે. એનો મતલબ એ કે તમારે તમારા સૌંદર્યને બરાબર રીતે સંભાળવું પડશે.
અમારું સૂચન છે આ વખતની દિવાળીની મોસમમાં તમે તમારા એ જ જૂનાપુરાણા, નિસ્તેજ ઘેરા લાલ રંગના હોઠ અને કાળી સ્મોકી આંખોની સ્ટાઈલને પડતી મૂકો અને એને બદલે સોફ્ટ, કોમળ સ્ટાઈલ અપનાવો. આનું નામ છે, મોનોક્રોમ મેકઅપ.
તમારા હોઠ, ગાલ અને આંખો માટે એક જ પેલેટમાંથી જુદા જુદા રંગો મેળવવા પર મોનોક્રોમ અથવા ‘મેચી મેચી’ મેકઅપનું ફોકસ રહેલું હોય છે. આવા જ મેકઅપ સાથે સ્ત્રીઓ રસ્તાઓ પર, સ્ક્રીન પર, રનવે પર અને રેડ કાર્પેટ સ્વાગત પર હાજરી આપતી હોય છે. આ સરસ એટલા માટે છે કે કોઈ પણ ડ્રેસ કે પ્રસંગને અનુરૂપ એને આસાનીથી બનાવી શકાય છે.
તો તહેવારોની ચમકવાળો ચહેરો બનાવવા માટે થઈ જાવ તૈયાર… ચાલો શરૂ કરીએ!
મોનોક્રોમેટિક મેકઅપ લુક્સ નીચે મુજબ છેઃ
શરૂઆત આંખોથી કરીએ. L’Oreal Paris Base Magique Transforming Smoothing Primer જેવા બેઝ સાથે તમારી આંખોના પોપચાનું પ્રાઈમિંગ કરો. થોડીક મિનિટો સુધી એને એમ જ રહેવા દો અને પછી એના ઊંડાણમાં અને કરચલીઓ પર સોફ્ટ બ્રાઉન રંગ ભરી દો. ત્યારબાદ તમારા પોપચા પર અંદરના ખૂણાઓમાંથી L’Oreal Paris Color Riche La Palette જેવો ચમકદાર બ્રાઉન બેઝ લગાવો અને બહારના ખૂણાઓને છોડી દો. વિંગ કરવા માટે ડીપ ડાઉન બ્રાઉન એ જ પેલેટથી બહારના ખૂણામાં લગાડો. (વ્યવસ્થિત લગાડવા માટે મિક્સ કરવાનું ભૂલતા નહીં). હવે તમારા પોપચાની કિનારીઓ બનાવવા અને આંખોની વોટરલાઈન પર L’Oreal Paris Infallible Gel Crayon Eyeliner વાપરો જેથી પરફેક્ટ લુક આવશે. આ તહેવારોની મોસમ હોવાથી તમારે મોડે સુધી ઉજાગરા કરવા પડતા હોય એટલે અમારી આ સલાહ છે કે તમે આ પણ લગાડી શકો છો – L’Oreal Paris Volume Million Lashes Mascara – Black.
નિષ્ણાતની સલાહઃ ઊંડી આંખો તમારી સ્મોકી આંખોને ફિક્કી કરી ન દે એનું ધ્યાન રાખજો. તમારા ડાર્ક કુંડાળા પર ઓરેન્જ રંગનું કન્સીલર લગાડો એ પછી તમારી ત્વચાના રંગનું કન્સીલર લગાડો. જો તમારા કન્સીલરથી કરચલી પડી જતી હોય તો એ ભાગને ટીશ્યૂથી થોડુંક નીચેની તરફ દબાવો જેથી એ પાતળું થઈ જાય. |
ચહોરાને સોફ્ટ અને કોમળ રાખવો હોય તો કોન્ટુર ન કરો – સ્ટ્રોબ કરો! આ વખતની દિવાળીમાં તંદુરસ્ત ચમક પ્રાપ્ત કરવી હોય તો પહેલાં તો તમારે તમારો બેઝ નક્કી કરવો પડશે. માત્ર મેકઅપ કરવો એ જ પૂરતું નથી. હાઈડ્રેટેડ ચમક માટે તમારે ધ્યાન રાખવું પડે કે તમારી ત્વચા શરૂઆતથી જ હાઈડ્રેટેડ હોય. એ માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને ત્યારબાદ Nykaa SKINgenius Hydrating and Sculpting Foundation જેવા કોઈ મેટ ફિનિશવાળું સારું હાઈડ્રેટિંગ ફાઉન્ડેશન લગાવો. આંખોની નીચેની કાળાશને ઢાંકવા માટે L.A. Girl Pro Conceal HD જેવું કોઈ અન્ડર-આય કન્સીલર લગાવો, પણ એ પીચવાળા અન્ડરટોનવાળું હોવું જોઈએ. તમારા ગાલ પર NYX Professional Makeup Ombre Blush – Strictly Chic જેવું મેટ બ્લશ લગાડો. એને એવા એન્ગલથી લગાડો જે તમારા ગાલના વચ્ચેના ભાગથી ઉપરની તરફ જાય. જેથી તમારો ચહેરો આકર્ષક લાગે. ત્યારબાદ છેલ્લું કામ આ કરવાનું આવશે – તમારા ચહેરાના પર કાળજીપૂર્વક વોર્મ પીચ કે ગોલ્ડ હાઈલાઈટર લગાડો જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવશે. અમને Makeup Revolution’s I Heart Makeup Blushing Heart Triple Baked Highlighter ગમે છે, કારણ કે ડસ્કી સ્કીન ટોન્સ માટે આ આકર્ષક રંગ છે. તમારી ભમ્મરના હાડકા, ચીકબોન, નાક અને હોઠને નવો ઓપ આપવા માટે આનો ઉપયોગ કરો. પણ એટલું ધ્યાન રાખવું કે એ ઓછા પ્રમાણમાં વાપરવું જેથી ચહેરો તૈલી ન દખાય.
નિષ્ણાતની સલાહઃ પાર્ટીમાં જવાનું થાય ત્યારે ત્યાં અસંખ્ય ફોટા પડે. પણ ઘણી વાર તમારો ચહેરો તમને જ ડરામણો દેખાશે, સફેદ ધબ્બાઓને કારણે. ખોટું ફાઉન્ડેશન કે પાવડર લગાડવાથી આવું થાય. એટલે SPFવાળા ફાઉન્ડેશનને ટાળવું. અને અર્ધપારદર્શી પાવડરની જગ્યાએ રંગવાળો પાવડર વાપરવો. |
હવે જ્યારે તમારો ચહેરો ક્ષતિરહિત અને સુંદર બને ત્યારે તમે પરફેક્ટ રીતે પાઉટ કરી શકો છો. શરૂઆત તમે Smashbox O-Plump Intuitive Lip Plumper જેવા લિપ પ્લમરથી કરો જેમાં ભીનો અને મુલાયમ બેઝ હોય છે. ત્યારબાદ તમે હોઠ પર Colorbar Definer Lip Liner લગાડો જેથી તમારા હોઠનો પરફેક્ટ આકાર આવી શકે. તમારા બાકીના ચહેરા પર તો ચમક આવી જ ગઈ હોય એટલે અમારી સલાહ એ છે કે અહીંયા સાદી સ્ટાઈલ અપનાવવી. એ માટે L.A. Girl’s Matte Flat Velvet Lipstick in Snuggle, અથવા Maybelline New York’s Color Sensational Creamy Matte Lipstick in Nude Nuance જેવી ક્રીમી ન્યૂડ અથવા બ્રાઉન મેટ લિપ્સ્ટિક લગાડવી. હજી વધારે ચમક જોઈએ છે? તો Milani’s Amore Matte Lip Crème in 19 Covet ટ્રાય કરો અને પછી જુઓ, તમે કેવા છવાઈ જાવ છો.
નિષ્ણાતની સલાહઃ તમારા પાઉટ માટે બાયો ઓઈલ ઉત્તમ અને કુદરતી હાઈડ્રેટર છે. મેકઅપ લગાડવાનું શરૂ કરો એ પહેલાં તમારા હોઠ પર થોડીક મસાજ કરો અને એની પર વધારાનું કંઈ બાઝ્યું હોય તો એને ટીશ્યૂથી સાફ કરી નાખો જેથી બેઝ કોમળ બની જાય. જો લિપ્સ્ટિક રાતે લાંબો સમય સુધી રહે એવી તમારી ઈચ્છા હોય તો પહેલા થર વખતે લૂઝ પાવડર લગાડવો અને ત્યારબાદ એને ફરીથી લગાડવું. |