સફેદ વાળને રંગવાના શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય

CourtesyNykaa.com

આપણામાં લગભગ બધાએ વીસીની વયના આરંભમાં કે ત્રીસીમાં ભરજવાનીમાં માથામાં એકાદ-બે વાળ સફેદ જોયો જ હશે. એ કુદરતી છે અને ઘણી સ્ત્રીઓ એમનાં માથાનાં વાળની સફેદીને દર્શાવવાનું પસંદ પણ કરતી હોય છે. તે છતાં જો તમે જાગ્રત રહેવા માગતા હો અને સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હો તો અહીંયા ક્રમાનુસાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં તમે તમારા વાળને નુકસાન ન પહોંચે એ રીતે એને ઢાંકી શકો છો.

તમારાં પ્રિય વાળને સફેદ થતાં અટકાવવા માટે આ છે અમુક ઝડપી ઉપાયોઃ

1. વાળની સફેદીને ઢાંકવાનું કામ જટિલ હોય છે


એક વાત સ્પષ્ટ કરી દઈએ. સફેદ વાળને ઢાંકવા માટે માત્ર વાળ પર અમુક રંગનો હાથ ફેરવી દેવો અને પછી શ્રેષ્ઠ પરિણામની આશા રાખવી બરાબર નથી. એમાં તો ચતુરાઈની વધારે જરૂર પડે. સફેદ વાળને રંગવાનું મુશ્કેલ હોય છે, કારણ કે તમારા અન્ય વાળ કરતાં એ વધારે સૂકા રહે છે અને હેર ડાયમાં આસાનીથી ભિંજાતા નથી. સલૂનમાં જઈને તમારા વાળની સંભાળ લેવાનું તમારા હેરસ્ટાઈલિસ્ટ પર છોડી દેવાને બદલે ઘરમાં જાતે જ તમારા સફેદ વાળને ઢાંકવા માટે યોગ્ય રંગની પસંદ કરવામાં મદદરૂપ થાય એવી કેટલીક ટિપ્સ અહીંયા આપી છે.

2. તમારા વાળ તંદુરસ્ત રહે એનું ધ્યાન રાખો


તમારા સફેદ વાળને ઢાંકવા માટેના ઉત્સાહમાં તમારે એ ભૂલવું ન જોઈએ કે વાળને રંગતા રંગોમાં કેમિકલ ડાયઝ હોય છે જેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરાય તો તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં, ઘણી મહિલાઓ હેર કલરનો ઉપયોગ કર્યા બાદ વાળ ખરવાની ફરિયાદ અને તાલકાની ચામડીમાં બળતરા થવાની ફરિયાદ કરતી હોય છે. એ યાદ રાખવું જરૂરી છે કે પહેલી જ વાર કોઈ હેર કલરનો ઉપયોગ કરતા પહેલાં એક હાથ લગાડીને પ્રયોગ કરી લેવો જોઈએ જેથી ખબર પડે કે તમને એનાથી કોઈ આડઅસર તો થતી નથીને. વાળમાં નુકસાનની જો તમને એ પછી પણ ચિંતા રહે તો તમારે કોઈ હેરસ્ટાઈલિસ્ટની સલાહ લેવી જોઈએ. વિશેષ રીતે કહીએ તો, સલૂનમાં જે હેર કલર ફોર્મ્યુલા વાપરવામાં આવે છે એના કરતાં કામચલાઉ હેર કલર્સની કેમિકલ ફોર્મ્યુલા વધારે તીવ્ર હોય છે. એટલે તમારે શરૂઆત કોઈ હળવી ફોર્મ્યુલાથી કરવી જોઈએ.

3. સફેદ વાળને ઘરમાં કેવી રીતે ઢાંકવા જોઈએ


સફેદ વાળને રંગવામાં બહુ ચતુરાઈ રાખવી પડે છે એટલે એ માટે એવું યોગ્ય પ્રોડક્ટ વાપરવું જોઈએ જે હળવાશનો અનુભવ કરાવે, ખાસ કરીને જ્યારે તમે કોઈ એવો રંગ વાપરવાનું પસંદ કરો જેમાં ટેકનિકની જરૂર બહુ ઓછી હોય. વાસ્તવમાં, તારા પોતાના સફેદ વાળને રંગવાથી તમારો સમય અને પૈસા, બેઉ બચે છે. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએઃ સફેદ વાળને ઢાંકવા માટે L’Oreal Paris Excellence Creme Hair Color, L’Oreal Paris Casting Creme Gloss Hair Color કે BBLUNT Salon Secret High Shine Creme Hair Colour જેવી કાયમી હેર ડાયઝનો જ ઉપયોગ કરો. કામચલાઉ હેર ડાયઝ સફેદ વાળ પર બહુ અસરકારક રહેતી નથી.

જો તમે વાળમાં કંઈક નવીનતા ઉમેરવા માગતા હો કે સંપૂર્ણ કલર મેકઓવર કરવા માગતા હો તો સલૂનના નિષ્ણાત ઉપર જ એ છોડી દેવું જોઈએ. ઘરમાં સફેદ વાળને ઢાંકતી કે રંગતી વખતે તમારા મૂળ રંગને બદલે વધુ આછાં અથવા વધુ ઘેરા શેડ્સ જ શ્રેષ્ઠ પરિણામ માટે ઉત્તમ રહેશે. એ માટે નીચે આપેલા બોક્સમાંની સૂચનાઓનું પાલન કરશોઃ

L’Oreal Paris Excellence Creme Hair Color

L’Oreal Paris Casting Creme Gloss Hair Color

BBLUNT Salon Secret High Shine Creme Hair Colour
4. ઘરમાં વાળના મૂળને રીટચિંગ કરતી વખતે…


ઈન્સ્ટન્ટ પણ સેમી-પર્મેનન્ટ ટચ અપ

જો તમે ઘરમાં જ તમારા સફેદ વાળને રંગવા ઈચ્છતા હો તો કેટલાક ઘરેલુ ઉપાયો છે. અમને અંગત રીતે Love Fashion Instant Hair Root Touch Up ગમે છે, કારણ કે એમાં એક ટચ-અપ સ્ટિક હોય છે જે સફેદ વાળનું ઝડપથી માસ્કિંગ કરે છે. આ વાપરવામાં એકદમ આસાન છે. જ્યાં સુધી તમે વાળમાં શેમ્પૂ ન લગાવો ત્યાં સુધી રહેશે.

Love Fashion Instant Hair Root Touch Up

મસ્કારા વોન્ડ વડે પર્મેનન્ટ ટચ અપ કરો

જો તમારા માથામાં અમુક જ સફેદ વાળ થયા હોય તો તમે કોઈ ટૂથબ્રશ કે Kai 000KQ3038 Mascara Comb Pink જેવા કોઈ મસ્કારા વોન્ડ અને બોક્સ હેર કલરનો ઉપયોગ કરી શકો છો. આમાં એક સરસ સ્ટીલ વાયરનો ટૂથ કોમ્બ પણ હોય છે. હેર કલરમાં બ્રશને ડૂબાડો અને પછી બ્રશ વડે રંગને તમારા સફેદ વાળમાં લગાડો. બોક્સમાં આપેલી સૂચનાઓનું પાલન કરો અને આખા માથામાં હેર કલર લગાડી દો પછી વાળને ધોઈ નાખો. સફેદ વાળને રંગવાની આ તરકીબ સમયની બહુ જ બચત કરે છે.

Kai 000KQ3038 Mascara Comb Pink

ટચ અપ SOS તરકીબ

આ એક ચતુરાઈભરી તરકીબ છે. જો તમારે કોઈ બોક્સ્ડ હેર કલર ખોલવું ન હોય તો માત્ર Nykaa Oh My Brow! Eyebrow Mascara – Sirius Brown નો એક હાથ સફેદ વાળ પર લગાવી દો. પરંતુ આ કામચલાઉ ઉપાય છે, કારણ કે બીજી વાર તમે તમારા વાળ ધોશો ત્યારે એ રંગ જતો રહેશે.

Nykaa Oh My Brow! Eyebrow Mascara – Sirius Brown

વધારે લાંબો સમય સુધી જળવાય એ માટે છે – L’Action Paris Semi Permanent Touch Up – Medium Brown, જે સફેદ વાળને ઢાંકે છે અને વાળના મૂળનો રંગ પણ બદલી નાખે છે. આ વોટર-રેઝિસ્ટન્ટ ફોર્મ્યુલા દસ દિવસ સુધી જળવાય છે. વધુમાં એ કે, રંગ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તમારા વાળ ધીમે ધીમે એ રંગને અપનાવી લે જેથી જેટલી નવી વાર લગાડો ત્યારથી એનો રંગ જળવાય છે.

L’Action Paris Semi Permanent Touch Up – Medium Brown

 

5. તમારા સફેદ વાળ માટે યોગ્ય રંગ પસંદ કરો


ધારો કે તમારા માથામાં અડધા ભાગના વાળ સફેદ થઈ ગયા હોય તો એક જ રંગનો હળવો શેડ લગાડો. એકદમ ઘેરો રંગ પસંદ ન કરવો, કારણ કે જેવા તમારા વાળ ઉગવાનું શરૂ થશે કે કાળા રંગની સામે સફેદ રંગના મૂળ એકદમ વિરોધાભાસ ઊભો કરશે. અમારી સલાહ છે કે સફેદ વાળને ઢાંકવા માટે ચોકલેટ બ્રાઉન, લાલાશ પડતા બ્રાઉન અને હળવા બ્રાઉન જેવા શેડ્સ ઠીક રહેશે. તે છતાં જો તમે નિયમિત રીતે ટચ અપ્સ કરતા હો તો બ્રાઉનનો ઘેરો શેડ પણ સારો રહેશે. ધારો કે તમારા માથામાં થોડીક સંખ્યામાં સફેદ વાળ હોય અને તમારા વાળનો રંગ ઘેરો હોય તો તમારા વાળના રંગને જામે એ જ પસંદ કરજો. કયો શેડ પસંદ કરવો જોઈએ એ વિશે જો તમને કોઈ ગડમથલ હોય તો બેઉ કરતાં હળવો શેડ પસંદ કરવો. હળવામાંથી ઘેરા શેડમાં જવાનું આસાન રહેશે, જો તમને હળવો રંગ પસંદ ન પડે તો. એની સામે ઊલટું પસંદ કરવાથી બહુ અઘરું થઈ પડશે અને એ માટે પહેલાં કેમિકલ ટ્રીટમેન્ટની જરૂર પડશે.

6. કયા હેર કલર્સને ટાળવા


એમાં કોઈ નિશ્ચિત નિયમ જેવું કંઈ નથી, પરંતુ સફેદ વાળને રંગતી વખતે કેટલાક રંગોને લગાડવાનું ટાળવું. વધારે ઘેરો કે વધારે તેજસ્વી રંગ હશે તો તમારો ચહેરો વધારે સખત અને ઘરડો લાગશે. એટલે, બર્ગન્ડી લાલ, કાળા અને અત્યંત ઘેરા બ્રાઉન રંગને ટાળવા. જો તમારા માથામાં સફેદ વાળ ઓછા હોય તો તમે કોઈ ગ્લોબલ કલરને બદલે કોઈ રાતોચોળ કે કોફી જેવા રંગથી એને હાઈલાઈટ કરી શકો. આ લગાડી જુઓ – Streax Coffee Collection Ultralights Highlighting Kit. ઘરમાં આ હાઈલાઈટિંગ કિટ વાપરવામાં આસાન છે. એનાથી તમારા એ ભાગનાં વાળ પુનર્જિવિત થયેલા લાગશે.

Streax Coffee Collection Ultralights Highlighting Kit

7. સફેદ વાળને રીટચ કરો


જો તમારા વાળનાં મૂળ સફેદ થઈ ગયા હોય તો અમારી સલાહ છે કે એને દર ૩૦-૪૫ દિવસે માત્ર કોઈ કાયમી ડાયથી જ ટચ અપ કરવા. મૂળને રંગતી વખતે વાળની આખી લંબાઈને ટચ અપ કરવા ભૂલભરેલું ગણાશે અને તમારા વાળના છિદ્રોને ઘણું નુકસાન પહોંચાડશે. સારું એ રહેશે કે વાળની લંબાઈને માત્ર કોઈ સેમી-પર્મેનન્ટ રંગથી જ રંગવા જે ચમકને પુનર્જિવીત કરે.

8. સફેદ વાળને હાઈલાઈટ કરીને ઢાંકવા


હાઈલાઈટ કરીને સફેદ વાળને ઢાંકવાની કળા જાણવી છે? ઘણી સ્ત્રીઓ એમનાં વાળ સફેદ થાય તો ચલાવી લેતી હોય છે, પણ કેટલીક ત્વચા એવી હોય છે જે સફેદ વાળને કારણે ચહેરો બગાડી નાખે. જો તમારે કોઈ એક જ રંગ લગાડવાની ઈચ્છા ન હોય તો એમાં કોઈક વધુ રંગને ઉમેરીને એને કોન્ટ્રાસ્ટ બનાવી શકો છો. આમ કરવું એને માટે ઉત્તમ રહેશે જેમને માથે સફેદ વાળ ઓછાં હોય. પરંતુ આ કામ નિષ્ણાતો પાસે કરાવવું જોઈએ અને ઘરમાં પ્રયોગ કરવો ન જોઈએ. સફેદ વાળને સંતાડવા માટે હાઈલાઈટ્સ અને લૉલાઈટના મિશ્રણ માટે તમારા કલરિસ્ટને કહેવું જોઈએ. વાસ્તવમાં, હાઈલાઈટ્સ અને લૉલાઈટ્સ સફેદ વાળમાં સરસ રીતે ભળી જાય છે અને તમારે વધારે પડતા ટચ અપ્સ કરવાની જરૂર પડતી નથી. અમે આની ટ્રાય કરી જોઈ છે – L’Oreal Paris Excellence Fashion Highlights Hair Color in Honey Blonde અને હની બ્લોન્ડ શેડનું પરિણામ અમને ગમ્યું છે.

L’Oreal Paris Excellence Fashion Highlights Hair Color in Honey Blonde

9. સફેદ વાળને રંગવા માટે પર્મેનન્ટ ડાયનો ઉપયોગ કરો


તમારા કલરિસ્ટ કદાચ સેમી-પર્મેનન્ટ ગ્લોબલ હેર કલરનો ઉપયોગ કરવાનું કહેશે, પણ પ્રોફેશનલ લોકોની દલીલ છે કે સફેદ વાળ પર કોઈ સેમી-પર્મેનન્ટ કલર લગાડવાથી વાળમાં ડાઘ પડી જાય છે અને એનાથી સફેદ વાળ બરાબર રીતે ઢંકાતા નથી. વળી, જેવો રંગ ધોવાઈ જાય તેમ તમારા વાળ નિસ્તેજ દેખાવા લાગે અને સફેદની જગ્યાએ પીળો રંગ દેખાવા લાગે. સફેદ વાળ પર પર્મેનન્ટ હેર કલર લગાડવાનું જ શ્રેષ્ઠ રહેશે. તમને જો વાળને નુકસાન થવાની ચિંતા હોય તો આ એમોનિયા-મુક્ત ફોર્મ્યુલા વાપરી જુઓ –  L’Oreal Paris Casting Creme Gloss Hair Color.

L’Oreal Paris Casting Creme Gloss Hair Color

10. તમારે ટચ અપ કેટલી વાર કરવું જોઈએ?


સફેદ વાળને રંગવા માટે સમય અને પૈસા, બંનેની જરૂર પડે. તમારે વાળને નિયમિત કેટલા સમયાંતરે રંગવા જોઈએ એનો આધાર તમારા વાળ કેટલા જલદી ઉગે છે એની પર છે. જો તમારા બધાં જ વાળ સફેદ થઈ ગયા હોય તો તમારે દર ચાર અઠવાડિયે તમારા વાળના મૂળને ટચ અપ કરતા રહેવું જોઈએ. જો તમારા 50 ટકા જેટલા વાળ સફેદ થયા હોય તો તમે દર પાંચેક અઠવાડિયે ટચ અપ કરી શકો અને જો 25 ટકા વાળ સફેદ થયા હોય તો દર બે મહિને તમારે વાળને રંગવા જોઈએ.

11. સફેદ વાળ પ્રત્યે પ્રેમ રાખો!


આજકાલ એવી વધુ ને વધુ સ્ત્રીઓ જોવા મળે છે જે ત્રીસી કે ચાલીસીની વયમાં હોય અને એમનાં સફેદ વાળને એમ જ રહેવા દેતી હોય છે. સામાન્ય રીતે, ઘણી સ્ત્રીઓ ટચ-અપ્સની નિયમિતતા જાળવી રાખવાનું જરૂરી માનતી નથી, તો બીજી કેટલીક એવું માને છે કે સફેદ વાળ એ વાતની સતત યાદ અપાવે છે કે આપણે જિંદગી સારી રીતે જીવી લીધી. કારણ જે કંઈ પણ હોય, તમારા સફેદ વાળને સ્વીકારી લેવાનું મહત્ત્તવનું છે અને સાથોસાથ, તમે કાળા વાળની જે રીતે કાળજી લેતા હતા એવી જ રીતે સફેદ વાળની પણ લેવી જોઈએ. રેગ્યૂલર વાળ કરતાં સફેદ વાળ નાજુક અને રૂક્ષ હોય છે એટલે એની ચમક અને બાઉન્સ જળવાઈ રહે એ માટે યોગ્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ કરાય એ પણ મહત્ત્વનું છે. સફેદ વાળને મજબૂત, બાઉન્સી અને સુંદર રાખવા માટે L’Oreal Professionnel X-Tenso Care Pro-Keratine Shampoo અને OGX Brazilian Keratin Therapy Conditioner ઉત્તમ છે.

L’Oreal Professionnel X-Tenso Care Pro-Keratine Shampoo

OGX Brazilian Keratin Therapy Conditioner