હું સંસદની પશુપાલનની સલાહકાર સમિતિમાં છું અને તાજેતરમાં વડાપ્રધાન દેશભરમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવા જે નાણાં આપી રહ્યાં છે, એની ચર્ચા કરવા બેઠક બોલાવી હતી. તેમણે આ પ્રોજેક્ટ માટે રૂ.1800 કરોડ ફાળવ્યા હતા અને તેમણે કાર્યની પ્રગતિ જણાવી હતી.
તમામ ફળદ્રુપ પશુઓમાં 35 કૃત્રિમ ગર્ભાધાન-AI
જોકે આ પ્રગતિ હાસ્યાસ્પદ છે. આખું મંત્રાલય સીમેન (વીર્ય)ની ચકાસણીની પ્રણાલીથી અજાણ છે. આખલાને કઈ રીતે રાખવામાં આવે અને ગાયના ગર્ભાધાનની સફળતાનો દર 10 ટકા કરતાં ઓછો છે. ગુંટુરના એમપી કહે છે- તેમના વિસ્તારમાં એ બે ટકા છે. આમાં નાણાંનો વ્યય છે અને કોઈ પણ કારણ વગર ક્રૂરતા આચરવામાં આવે છે. અનેક દેશોમાં આર્ટિફિશિયલ ઇનસેમિનેશન (AI)થી કૃત્રિમ ગર્ભાધાનનો ઢોરઢાંખરના ઉત્પાદન માટે વ્યાપક ઉપયોગ થાય છે. વર્ષ 2017માં નેશનલ ડેરીની યોજનાનો હેતુ તમામ ફળદ્રુપ પશુઓમાં 35 કૃત્રિમ ગર્ભાધાન-AI છે. કૃત્રિમ ગર્ભાધાનથી પ્રાણીઓની સંખ્યા બે કરોડથી વધીને 6.929 કરોડ સુધી પહોંચાડી હતી.
સરકાર દ્વારા આ અયોગ્ય પ્રથાને અપનાવવાનાં બે કારણો છે. શુક્રાણુની થોડી માત્રાથી વધુ ગાયો સગર્ભા બનાવવી અને એક ગાય કુદરતી આખલા સાથે સમાગમ કરે તો એને સેનિટરી અને આરોગ્યની સ્થિતિ પર નિયંત્રણ જાળવી શકે. પ્રથમ ઓબ્જેક્ટ આંશિક રીતે સફળ થઈ છે ( જે જથ્થામાં ઉત્પાદન કરે છે, પણ એ ગુણવત્તામાં નહીં, કેમ કે ગર્ભવતી ગાય નબળી અને બીમાર હોય છે) બીજો વિકલ્પ હેલ્થ ડિઝાસ્ટર છે.
જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણોનો અભાવ
બે કારણોસરઃ અનુવાંશિક અથવા સંક્રમિત રોગો માટે વીર્યની સંપૂર્ણ તપાસ કરવામાં નથી આવતી. હકીકતમાં મને ખબર છે કે કોઈ પણ કેન્દ્રોમાં વીર્ય (સીમેન)ને તપાસવા માટે જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણોનો અભાવ છે, કેમ કે વૈશ્વિક કારણોને લીધે વીર્યનું ઉત્પાદન વધારવા સતત દબાણ કરવામાં આવે છે.
કૃત્રિમ રીતે મેળવાયેલા વીર્ય દ્વારા હજારો ગાયોમાં ફેલાય છે એ રોગ
આ આખલાઓની બીમારીની નિયમિત તપાસ થવી જોઈએ. એ તણાવમાં છે કે આનંદમાં એ જાણવું જરૂરી છે. આખલાઓ માંદા હોય છે, એમને ક્યારેય કસરત કરાવવામાં નથી આવતી. તેમને બિનપૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એક ચેપી આખલા પાસેથી કૃત્રિમ રીતે મેળવાયેલા વીર્ય દ્વારા હજારો ગાયમાં એ રોગ ફેલાવી શકે છે. આ રોગગ્રસ્ત વીર્યરોગોવાળી ગાયમાં ગર્ભપાતનું કારણ બની શકે છે અથવા એનાથી એને ગર્ભમાં ચેપ લાગી શકે છે.
દુધાળાં પશુઓમાં રોગનો ફેલાવો
દેશમાં મોટા ભાગના ઢોરઢાંખરમાં અમુક રોગો સ્થાનિક બન્યા છે. ઉદાહરણ તરીકે ક્ષય (ટીબી) રોગનો ફેલાવો દુધાળાં પશુઓમાં હોય છે, જે વીર્ય દ્વારા આવે છે. વિશ્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જ્યાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે, એ દેશોમાં પણ AI દ્વારા આ રોગ ફેલાયેલો છે.
બ્લુ રંગની જીભના રોગો ફાટી નીકળવાની શરૂઆત
વર્ષ 2020માં અમેરિકાના (https://www.sciencemag.org/news/2020/04/deadly-livestock-disease-may-have-spread-through-infected-bull-semen) વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે જે પશુઓને તાવ આવે છે, એમના હોઠ અને પેઢાઓમાં સોજા, આહાર ઉતારવામાં મુશ્કેલી અને એમની જીભ રીંગણ રંગની સૂઝેલી હોય છે. જે પછી મૃત્યુદર વધી શકે છે અને 90 ટકા સંક્રમિત પશુઓના મોત વીર્યને કારણે થાય છે.
વર્ષ 2006માં નેધરલેન્ડમાં બ્લુ રંગની જીભના રોગો ફાટી નીકળવાનો પ્રારંભ થયો હતો. એ રસીકરણના પ્રયાસોથી એને વર્ષ 2010માં કાબુમાં આવ્યો એ પહેલાં 16 દેશોમાં અબજો યુરોનો ખર્ચ થયો હતો. જોકે વર્ષ 2015માં ફાન્સમાં એ રોગે ફરી ઊથલો માર્યો હતો. વળી આ રોગચાળો હજી પણ છે.
ક્ષય રોગના વ્યાપમાં ચાર ગણો વધારો
વિશ્વ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વીર્ય દ્વારા ટ્રાન્સમિશનમાં સાબિત થયેલા વિવિધ 13 રોગોની યાદી તૈયાર કરવામાં આવી હતી. વર્ષ 2004માં 138 આખલાઓમાં ક્ષય રોગની હાજરી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ક્ષય રોગના વ્યાપમાં ચાર ગણો વધારો થયો હતો. આનાથી ડેરીના ઉત્પાદનને પણ નુકસાન થયું હતું. આ માનવ આરોગ્ય માટે પણ ખતરારૂપ છે. દક્ષિણ એશિયાના દેશોમાં મોટા ભાગના પશુધન ફાર્મમાં ક્ષય રોગ સામાન્ય છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર,બોવાઇન બ્રુસેલોસિસ-બેક્ટેરિયમ બ્રુસેલા એબોર્ટ્સ દ્વારા પ્રસરેલો બોવાઇન પ્રજનન પ્રણાલીનો સૌથી વિવાદસ્પદ ચેપ છે. બેક્ટેરિયમ ગર્ભાશય હોવાથી ગર્ભપાત એ રોગની સામાન્ય નિશાની છે. જોકે અન્ય લક્ષણોમાં દૂધમાં ઉત્પાદનમાં ઘટાડો અને વજન ઓછું થયું હોવાનું ઘણી વાર જોવા મળે છે. વળી, રોગગ્રસ્ત ગર્ભાવસ્થાથી નબળાં અને બિનઆરોગ્યપ્રદ વાછરડાં જન્મ લેશે. આવી ગાયો ભવિષ્યમાં પણ નબળા વાછરડાંને જન્મ આપતી રહેશે જેથી પ્રજનન દરમાં પણ ઘટાડો થતો રહેશે.
AI કેન્દ્રોમાં આખલાઓનું વીર્ય દૂષિત
આખલાઓમાં આ રોગને ક્લિનિકલી નિશાની એપિડડાયમાઇટિસ અથવા અંડકોશનો ચેપ કહે છે. AI દ્વારા બીજો ખતરનાક રોગ ફેલાય છે એ છે લેપ્ટોસ્પાઇરોસિસ, જે પ્રાણીઓમાં અને માણસો માટે ચેપી બેક્ટેરિયલ રોગ છે. પશુઓમાં એ હળવાથી માંડીને એના મોત સુધી હોય છે. ગાયોમાં એનાથી ઊંચો ગર્ભપાત જોવા મળ્યો છે. સ્તનપાન કરાવતી ગાયોમાં લોહીયુક્ત દૂધ, બળદોમાં લોહીવાળું મૂત્ર એ લેપ્ટોસ્પાઇરોસિસનો રોગનાં લક્ષણ છે. લેપ્ટોસ્પાઇરોસિસ એક જીનેટિક્સ રોગ છે, જે સેપ્ટિસિમિયા, હેપેટાઇટિસ, નેફ્રાઇટિસ, એબોર્શન, સ્ટિલબર્થ અને વંધ્યત્વ તરફ દોરી જાય છે.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)