મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર બન્યું એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર

ગુજરાતના જાણીતા સુપ્રસિદ્ધ સિદ્ધિવાનાયક મંદિર હવે એશિયાના સૌથી મોટો મંદિરની સિદ્ધિ મેળવી છે. અમદાવાદથી લગભગ 30 કિમી દૂર મહેમદાવાદની વાત્રક નદીને કાંઠે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળ્યું છે.

મહેમદાવાદમાં આવેલે સિદ્ધિવિનાયક મંદિરનો વિસ્તાર 6 લાખ વર્ગફૂટમાં ફેલાયેલો છે. જયારે તેની લંબાઇ 121 ફૂટ  અને ઉંચાઇ 71 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો કોઇ પણ જગ્યાે ઉપયોગ કરવામાં આવ્યો નથી.

મંદિરની ડિઝાઇન ઓસ્ટ્રેલિયન ટેકનલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામા આવી છે. મંદિરની ખાસ વાતએ છે કે તેની ઊંચાઇ પાંચ માળ સુધીની છે. એટલે કે પાંચમાળનું મંદિક છે. આમ તો સમગ્ર ભારત અને દેશ બહાર પણ આ સિદ્ધિવિનાયક મંદિર ખ્યાતી પામેલું છે ત્યારે હવે આ મંદિર એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. જેની ખુશીમાં મંદિરમાં 51 કિલો લાડુની પ્રસાદી બનાવવામાં આવી હતી.

નોંધનીય છે કે મહેમદાવાદની વાત્રક નદીના કાંઠે આવેલા સિદ્ધિવિનાયક મંદિરના નિમાર્ણમાં અંદાજે 14 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલુ જ નહીં જમીનની અંદર લગભગ 20 ફૂટ નીચે શિલાનો પાયો નાંખવામાં આવ્યો છે. અને માત્ર એક જ શિલા પર મંદિર ઉભુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મહેમદાવાદમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ મુંબઇના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ છે. ગુજરાતભરમાંથી લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે. મંગળવાર, રવિવાર અને ગણેશ ચોથના દિવસે અંદાજે દસ હજાર જેટલા ભાવિકો બાપ્પાના દર્શન કરે છે.