કેમ સલમાનખાને અમેરિકમાં યોજાનારા લાઇવ શોને રદ કર્યો? 

હ્યુસ્ટનઃ સલમાન ખાને અમેરિકામાં થનારા એક લાઇવ શોને રદ કરી દીધો છે. આ શોનું આયોજન પાકિસ્તાની આયોજક દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે આતંકવાદી ફંડિંગ ઊભું કરવા માટે કરવામાં આવતું હતું એમ પ્રાપ્ત અહેવાલ કહે છે. અમેરિકામાં ભારતવિરોધી કામકાજ માટે હ્યુસ્ટનસ્થિત પાકિસ્તાની ઇવેન્ટ મેનેજર દ્વારા યોજાનારા કાર્યક્રમને ભારતીય સત્તાવાળાઓએ ટ્રેક કરતાં અહેવાલોને ભારત-અમેરિકન સમુદાયે આવકાર્યા હતા.

આ સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે તેમણે વિદેશ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયો સમક્ષ વારંવાર અમેરિકામાં બોલિવુડના કાર્યક્રમોનું આયોજન કરનાર રેહાન સિદ્દીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સિદ્દીકી અમેરિકામાં ભારત વિરુદ્ધની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે તેના કાર્યક્રમોમાંથી અવારનવાર ફંડ એકત્ર કરે છે.

જોકે તેમણે જણાવ્યું હતું કે હાલ તો કંઈ નક્કી નથી થયું, પણ તેમને સૌથી વધુ ચિંતા એ થાય છે કે સિદ્દીકી બોલિવુડના અભિનેતાઓ અને ગાયકો સાથે સિદ્દીકી સતત ઇવેન્ટ બુક કરતો રહે છે. જોકે પાકિસ્તાની નાગરિક પણ કેન્દ્ર સરકારના રડાર હેઠળ આવતાં ભારત-અમેરિકન સમુદાય રાહત અનુભવે છે. તમે ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર લાંબા સમય સુધી નજર રાખી શકો નહી અને આ પ્રમોટર (સિદ્દીકી) ઘણા લાંબા સમયથી તપાસ હેઠળ છે, પણ પરિણામ આવતાં સમય લાગશે, એમ તેમણે કહ્યું હતું.

 અહેવાલો મુજબ ભારતીય સત્તાવાળાઓ સિદ્દીકીના કામકાજ પર નજર રાખી રહ્યા છે. સિદ્દીકી અમેરિકામાં રેડિયો સ્ટેશનનો માલિક પણ છે.ભારતીય સમુદાયના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક છેલ્લાં ઘણાં વર્ષોથી કાશ્મીરવિરોધી પ્રવૃત્તિઓ માટે મોટા પાયે ફંડ ઊભું કરતા હતા. વળી, જમ્મુ-કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાની કલમની નાબૂદી પછી સિદ્દીકીની કામગીરીમાં ખાસ્સો ઉછાળો આવ્યો હતો. ભારતીય-અમેરિકન સમુદાયના એક અગ્રણી કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સિદ્દીકી પાકિસ્તાની સુરક્ષા એજન્સી સાથે ઘરોબો ધરાવે છે એ બાબતે અમે ભારતીય સત્તાવાળાઓનું ધ્યાન ખેંચ્યું છે, એ જાણીને અમને રાહત થઈ છે. અમે ભારત સરકારના આભારી છીએ કે સરકારે હ્યુસ્ટનમાં સિદ્દીકીની વર્ષોથી ભારતવિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરી છે. આ સમુદાયના કાર્યકર્તા રાજીવ વર્માએ કહ્યું હતું કે ભારતીય મિડિયા અને મનોરંજન ક્ષેત્ર પર સારુંએવું વર્ચસ ધરાવે છે અને તે બોલિવુડ ઉદ્યોગનો માનીતો છે.

તેમણે કહ્યું હતું કે સિદ્દીકી ભારતીય બોલિવુડ સ્ટાર્સના શો યોજીને અને ફિલ્મો દ્વારા ફંડ એકત્ર કરે છે અને એ ફંડ પાછું ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં પાછા વાળે છે.વિવિધ ભારતીય-અમેરિકન સંસ્થાઓ સાથે સંકળાયેલા ગ્લોબલ સમુદાયના અરુણ મુંદ્રાએ જણાવ્યું હતું કે દેશભક્તિ અને માનવતાવાદી અભિગમ એ અમારી પ્રાથમિકતા છે.