સુખની મૈત્રી, દુખ પર કરુણા, પુણ્યવાનથી હર્ષ અને પાપાત્મા થી ઉપેક્ષા એવી વૃતિઓ ધારણ કરવાથી ચીત્તથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ઋષી પતંજલીએ યોગ શાસ્ત્ર આપણને આપીને આપણું જીવન જીવવાની જડીબુટ્ટી આપી દીધી છે. હું હંમેશા કહું છું યોગ એટલે માત્ર ને માત્ર આસન પ્રાણાયમ નથી. સારા આસન કરવાથી ક્ષણિક કોઈને પ્રભાવિત કરી શકાય. પરંતુ સારું વ્યક્તિત્વ હોય તો સૌ કોઈ તમારાથી ખુશ રહે. યોગ એ શીખવાડે છે. એટલે બીજાને આખો દિવસ ખુશ કર્યા કરીએ એને સારી વ્યક્તિ ન કહેવાય. ખોટા વખાણ કરી કરવાથી ખુશ કરવાનું નથી. સારું વ્યક્તિત્વ એટલે ઉપર જણાવેલ ચાર પ્રકારની ભાવનાઓને (મૈત્રી, કરુણા, ઉપેક્ષા, મુદિતા) કેવી રીતે કેળવવાય? તો જવાબ છે “યોગ”.
નવાઈ લાગે છે? તો સાંભળો આ જવાબ સાચો છે. યોગથી તમારા સ્વભાવને બદલી શકો છો. તમારી વિચારવાની પદ્ધતિ બલદી શકો છો. બસ પછી જીવન જુઓ કેવું સરળ હસતા રહી પ્રસન્નતાથી જીવી શકાય છે. પ્રશ્નો કયા ઉભા થયા છે. વિચારથી વિચાર આવ્યો, જો એ નેગેટીવ હોય તો તમારું વર્તન પણ એ રીતે થશે. તમારી વાણી પણ એ જ રીતે નીકળશે અને એની અસર સંબંધો અને કામ પર પડશે. તો આપણે એટલા મુર્ખ તો ન જ થઈ શકીએ કે આપણે જ આપણું ખરાબ થવા દઈએ. એટલે ઋષી પતંજલીએ કહ્યું છે કે મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા મૈત્રીભાવ રાખવો.
મૈત્રીભાવ એટલે શું માત્ર મિત્રતા નહીં, પરંતુ મિત્રતા ના દુખમાં દુ:ખીને, મિત્ર સુખમાં સુખી થવું, સારાહના કરવી મિત્રો વચ્ચેનું ઐકય આત્મીયભવ ઈર્ષા નહીં.
કરૂણા:- એટલે માત્ર દયા નહીં. કોઈના દુ:ખની વાત આપણા AC વાળા ડ્રોઈંગ રૂમમાં બેસીને કરવી એ કરુણા નથી. દુ:ખીના દુ:ખ દૂર કરવામાં સાચી કરુણા રહેલી છે. યોગીથી થાય એટલા પ્રયત્નો એ માટે કરવા જોઈએ.
મુદિતા:- એટલે આનંદ. બીજાના સુખમાં પોતે જ ખુશ, બીજાના પુણ્ય કર્મોમાં પોતે ખુશ, તો જ તમારી INNER HAPPENS ને ટકાવી શકશો. નહીતર કાયમ દુ:ખી જ રહેશો. તમારી પાસે બધું જ હશે પરંતુ બીજાના સુખની ઈર્ષાને કારણે એ સુખ ભોગવી નહીં શકો.
ઉપેક્ષા:- બીજાની ઉપેક્ષા કરવી એટલે બીજાને નીચે પાડવા, પોતે મહાન છે એવી પ્રવૃતિ કરવી. બીજાની અવગણના કરવી. યોગી (સાધક) એ છે જે બીજાને દોષ તરફ ઉદારતાથી જુએ છે. પોતાનામાં એવા દોષ હોય તો તે દૂર કરવા પ્રયત્ન કરે છે. આત્મ નિરીક્ષણ કરી બધા તરફ સમભાવ કેળવે છે. હવે આ કેળવવું કેવી રીતે એની વાત કરીએ.
બને એટલા Backward Banding ના આસનો એટલે ઉષ્ટ્રાસન, ચક્રાસન, સેતુબંધ સર્વાગાસન અને આસનો સાથે શ્વાસની આવન-જાવન પણ એટલી જ અગત્યની છે. જે સતત ચાલુ રાખવાની છે. રોકાવાનું નથી. આસનમાં વધારે વાર રોકાવાનું છે. રોકાવા માટે મનોબળને મજબૂત રાખવું પડશે, અને મનોબળ મજબૂત કરવા મનમાં સંકલ્પ કરવા પડશે કે Yes I want to do this aasan. I will do this aasan બસ પછી જુઓ જાદુ. મન મજબૂત હશે તો શરીર એને અનુસરશે.
આમા આસનોનો અભ્યાસ કરતા કરતા મન કેળવાશે. એટલે જ વાતમાં, જે વ્યક્તિ થી, જે સંજોગોથી પહેલા અકળામણ થતી, ક્રોધ આવતો, એ હવે સમજશક્તિ કેળવવાશે ને મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા ના ગુણ આપણી અંદર વિકસિત થશે. હવે વારો આવ્યો બ્રિટન ટેકનો. ધીરા ઊંડા શ્વાસ લેવા, અનુલોમ-વિલોમ ખૂબ ઉપયોગી થશે. સાથે ધ્યાનમાં બેસવાનું પણ કહેવાય. ધ્યાન પર વિગતે આગળના લેખમાં સમજીશું.
હેતલ દેસાઇ
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)