અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે લોકસભા 2019ની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. આ મતદાન દરમિયાન ગુજરાતીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે પણ સારુ મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર 64.11 મતદાન થયું છે. આ આકડો 2014 ના મતદાન કરતાં ય વધારે છે. 2014 માં ગુજરાતમાં 63.5 ટકા મતદાન થયું હતું.64.11 ટકા મતદાન એ અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણીમાં થયેલું રેકોર્ડબ્રેક મતદાન છે.
જાણી લો, ગુજરાતની 26 બેઠકો પૈકી કઈ બેઠક પર કેટલું મતદાન થયુંઃ
|
આંકડાઓ જોઇએ તો, રાજ્યમાં કુલ 1,57,15,408 પુરુષ મતદારો અને કુલ 1,32,14,197 સ્ત્રી મતદાર તેમજ કુલ 248 ટ્રાન્સજેન્ડર્સે મતદાન કર્યું હતું. અર્થાત, પુરૂષોની સરખામણાએ મહિલાઓમાં મતદાનનું પ્રમાણ ઓછું રહ્યુ છે. રાજ્યમાં વલસાડમાં સૌથી વધુ 75.21 ટકા મતદાન થયું તેમજ અમરેલીમાં સૌથી ઓછું 55.75 ટકા મતદાન થયું હતું.