પાકિસ્તાનમાં 70 વર્ષ બાદ સત્તા પરિવર્તન…
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન શક્ય બન્યું છે અને 70 વર્ષ પછી એક નવા રાજકીય પક્ષનો ઉદય થયો. આ પક્ષ એક જ વ્યક્તિ આધારિત છે અને ક્રિકેટમાં સિદ્ધિને કારણે મળેલી લોકપ્રિયતા અને બાદમાં ચેરિટી વર્કને કારણે ઊભી થયેલા અપેક્ષામાંથી જન્મેલો પક્ષે સતા સંભાળી. ક્રિકેટરથી રાજકારણમાં પ્રવેશેલા અને પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી,પણ સાથોસાથ અસ્થિરતા પણ આવી છે.
માલદીવમાં રાષ્ટ્રપતિની ચુંટણીથી આશાનું કિરણ….
માલદીવમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવિયન ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની જીત થઈ છે. સોલિહની પાર્ટીને અગાઉના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીન કરતાં 58 ટકા વધુ મતો મળ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોહમ્મદ સોલિહની જીત ભારતના દ્રષ્ટિકોણથી મહત્વની છે. કારણકે તેમને ભારતના સમર્થક માનવામાં આવે છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિનો જૂકાવ ચીન તરફી હતો. આ ચૂંટણી પર ભારત અને ચીન બન્નેની નજર રહેલી હતી. કારણકે આ દેશ હિંદ મહાસાગર સાથે જોડાયેલા દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયાય કરી રહ્યો છે.
શ્રીલંકામાં રાતોરાત રાજકીય ઉથલ પાથલ થઇ ગઇ. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન વિક્રમાસિંઘેને ઉથલાવી નાખ્યા અને રાજપક્ષેને શપથ લેવડાવ્યા. વિક્રમાસિંઘે ભારત તરફી અને રાજપક્ષે ચીન તરફી માનવામાં આવે છે. આ ઘટના પરોક્ષરૂપે ચીને ભારતે ફટકો માર્યા જેવી ગણાવાઇ રહી છે. મહિંદા રાજપક્ષેને શ્રીલંકાના નવા વડાપ્રધાન નિયુક્ત કર્યા અને બહુમત મેળવવાના પ્રયત્નોમાં સંસદને સ્થગિત કરી હતી.
નિક્કી હેલીએ UNમાં યુએસ એમ્બેસેડરનો પદ ત્યાગ કર્યો….
ટ્રમ્પ પ્રશાસનમાંથી નીકળી જનારા વરિષ્ઠ સ્ટાફમાં નિક્કી રૂપે વધુ એક નામ ઉમેરાયું હતું. ભારતીય મૂળના અમેરિકી રાજદ્વારી નિક્કીએ ટ્રમ્પ પ્રશાસનમાંથી રાજીનામું આપી દીધું હતું. હેલી ટ્રમ્પ શાસનમાં ભારતીય મૂળની વરિષ્ઠ અધિકારી હતી. જાન્યુઆરી 2017માં ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનો પદભાર સંભાળ્યા પછી ચાર દિવસમાં દક્ષિણ કોરોલિનાની પૂર્વ ગવર્નર નિક્કીની સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતના રૂપમાં તેણી નિયુક્ત થઇ હતી.
પેટ્રોલ અને ડીઝલની કીંમતો વધવાના કારણે ફ્રાંસમાં ફેલાયેલી અશાંતિ ગંભીર સ્વરુપ ધારણ કર્યું.. આ સ્થિતીએ 50 વર્ષ જૂની યાદો તાજી કરાવી છે. આ પહેલા અહીંયા 1975માં અહીંયા આવી હિંસા ફેલાઈ હતી. ત્યાર બાદ ફ્રાંસ અત્યાર સુધીની સૌથી ખતરનાક ગૃહ અશાંતિ સામે ઝઝુમી રહ્યું છે. સ્થિતી એટલી ખરાબ થઈ ચૂકી હતી કે કેટલાક યુવાનોએ પેરિસમાં વાહનો અને બિલ્ડિંગોને આગ ચાંપી દીધી હતી.
બ્રિટન: વડાં પ્રધાન થેરેસા મે બ્રેક્સિટ મામલે વિશ્વાસ મત જીત્યો….
બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા તરીકે વિશ્વાસ મત હાંસલ કર્યો હતો. મતદાનમાં થેરેસા મેના પક્ષમાં 200 જ્યારે વિપક્ષમાં 117 મતો પડ્યા હતા. થેરેસા મેની બ્રેક્સિટ નીતિથી નારાજ થઈને તેમના જ પક્ષના 48 સાંસદોએ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો સાંસદોએ નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય કર્યો હોત તો થેરેસા મેએ મજબૂરીથી પદ છોડવું પડ્યું હોત.
વડાપ્રધાન મોદીના હસ્તે અબુ ધાબીમાં નિર્માણ થનારા પ્રથમ હિંદુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. 55000 ચોરસ મીટરની જગ્યામાં બનનારૂં આ મંદિર પશ્ચિમ એશિયાના પથ્થરોથી બનેલું પહેલું હિંદુ મંદિર હશે. આ મંદિરનું નિર્માણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. યુનાઇટેડ આરબ અમિરાત અને દુબઈમાં સૌથી વધુ વસ્તી જો કોઈ એક સમુદાયની હોય તો તે ભારતીય સમુદાય છે. તેના અર્થતંત્રમાં ભારતીયોનો ફાળો અમૂલ્ય છે અને તેને ત્યાંના શાસકો પણ સ્વીકારે છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ….
વિશ્વની સૌથી તાકતવર અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરુ થયું અને અર્થશાસ્ત્રીઓ અને શેર બજારમાં ખળભળાટ મચી ગયો. એમેરિકાએ ચીનથી આવનારા માલસામાન પર શુલ્ક લાદવાનો નિર્ણય કર્યો. બીજી તરફ ચીને પણ પ્રતિક્રિયારૂપે આવો નિર્ણય કર્યો. નિષ્ણાંતોના મતે ટ્રેડ વોરમાં વિજેતા કોઈ નહીં બને. બધાએ કંઈક ગુમાવવું પડશે. કાઉન્ટર પ્રોડક્ટિવ ઈમ્પોર્ટ ટેરિફ માત્ર અમેરિકા કે ચીનના અર્થતંત્રને અસર કરશે તેટલું જ નહીં પણ સમગ્ર દુનિયાના દેશોને પ્રભાવિત કરશે.
કાબુલમાં આતંકી હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા….
આંતરિક યુદ્ધથી પરેશાન અફઘાનિસ્તાનમાં જાન્યુઆરી દરમિયાન ત્રણ આતંકી હુમલાઓ થયાં. જેમાં એક એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયાં હતાં. તો અન્ય એક હુમલામાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકીઓએ મિલિટરી યૂનિવર્સિટીને ટાર્ગેટ કરી હતી. મિલિટરી યૂનિવર્સિટી પર હુમલો કરનારા ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતો. અને એક આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો. આ હુમલામાં અફઘાન આર્મીનો એક જવાન માર્યો ગયો હતો. અને 10 અન્ય લોકો ઘાયલ થયાં હતાં.
રશિયન ફાઈટર જેટનો સીરિયાની રાજધાની પર હવાઈ હુમલો….
રશિયન ફાઈટર જેટ વિમાનોએ સીરિયાની રાજધાની દામિશ્ક પાસે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 23 નાગરિકોનાં મોત થયા હતાં. માર્યા ગયેલા નાગરિકોમાં ત્રણ બાળકો અને 11 મહિલાઓનો સમાવેશ થાય છે. સીરિયાનો આ વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં છે.
ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર…..
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણની દુનિયાને ખાતરી આપી હતી. સિંગાપોરના સેન્ટોસા આઇલેન્ડ પર યોજાયેલી આ લાંબી બેઠકમાં વાતચીત કરવા બંને નેતાઓએ અનુવાદકોની મદદ લીધી હતી. આ દરમિયાન બંને તેમણે મહત્ત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કિમ જોંગે પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરવાનો સ્વીકાર કર્યો હતો, જ્યારે ટ્રમ્પે ઉત્તર કોરિયાને વેપારી અને લશ્કરી ક્ષેત્રે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપીને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ બંધ કરવાનું વચન આપ્યું હતું.
પેસેન્જર વિમાન મોસ્કો નજીક દુર્ઘટનાગ્રસ્ત, 71 પ્રવાસીનાં મરણ…
મોસ્કોના ડોમોડીડોવો એરપોર્ટ પરથી ઉપડ્યા બાદ તરત જ સારાતોવ એરલાઈન્સનું એક જેટ પેસેન્જર વિમાન શહેરની હદની બહાર તૂટી પડતાં એમાંના તમામ 65 પ્રવાસીઓ તથા 6 ક્રૂ-સભ્યોનાં મરણ નિપજ્યા હતાં. ડોમોડીડોવો મોસ્કોનું બીજા નંબરનું મોટું એરપોર્ટ છે. વિમાને ટેક ઓફ્ફ કર્યું એની અમુક જ મિનિટોમાં એ રડાર પરથી અદ્રશ્ય થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળ હવામાન તથા માનવભૂલ સહિત અનેક કારણોની ચર્ચા ચાલી હતી.
ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ગોળીબાર: 17નાં મોત…
અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પાર્કલેન્ડમાં મર્જોરિ સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાંથી હાંકી કઢાયેલા એક વિદ્યાર્થીએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં વિદ્યાર્થીઓ સહિત 17 જણ માર્યા ગયા હતાં, અને 50 લોકો ઘાયલ થયાં હતાં. હુમલાખોરને 19 વર્ષીય નિકોલસ ક્રૂઝ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ એ પોલીસને શરણે આવી ગયો હતો. નિકોલસ ક્રૂઝને શિસ્તભંગના કારણોસર સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
ઈરાનમાં 66 પ્રવાસીઓ સાથેનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; કોઈ બચ્યું નહીં…
ઈરાનના પાટનગર શહેરમાંથી ઉડ્ડયન કર્યા બાદ તરત જ રડાર પરથી ગૂમ થઈ ગયેલા અને ત્યારબાદ દેશના મધ્ય ભાગમાં આવેલા ઝાગ્રોસ પહાડોની હારમાળામાં તૂટી પડેલા એક પેસેન્જર વિમાનના તમામ 66 પ્રવાસીઓનાં કરૂણ મરણ નિપજ્યા હતાં. વિમાન તેહરાનથી યસૌજ જતું હતું ત્યારે મધ્ય ઈરાનના ઈસફાહાન પ્રાંતની દક્ષિણ બાજુએ આવેલા પહાડોમાં તૂટી પડ્યું હતું.
રશિયા: દાગિસ્તાન ચર્ચમાં ફાયરિંગ, 5 મહિલાઓના મોત…
રશિયાના ઉત્તરી કાકેશસ વિસ્તારના દાગિસ્તાન ક્ષેત્રના પરંપરાગત ચર્ચમાં એક અજાણ્યા બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયાં હતાં. રશિયાનો આ વિસ્તાર મુસ્લિમ બહુમતિ ધરાવે છે.
પત્રકાર જમાલ ખશોગીની ઈસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘની સેનાઓ અને મુઝાહિદ્દીનો વચ્ચે થયેલા સંઘર્ષનું રિપોર્ટિંગ કરતા સમયે તેઓ પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. જમાલ ખશોગીને 2003માં સાઉદી અરબના સૌથી ચર્ચિત સમાચાર પત્ર અલ-વતનના સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ પોતાના ક્રાંતિકારી વિચારોને લઈને તેઓ આ પદ પર વધારે ટકી ન શક્યા. 2018માં જમાલ ખશોગીની ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ યર તરીકે કરી પસંદગી કરવામાં આવી.
ઈન્ડોનેશિયાના જાવા, સુમાત્રા ટાપુઓ પર જ્વાળામુખી, 300થી વધુના મોત….
સુમાત્રા ટાપુઓ વચ્ચે આવેલી સુન્ડા સામુદ્રધુનિમાં સમુદ્રના પેટાળમાં ‘અનાક ક્રેકટાઉ’ નામનો જ્વાળામુખી ફાટતાં ભૂસ્ખલન થયું હતું અને એને પગલે દરિયામાં સુનામી મોજાં ઉછળ્યા હતા અને તે આફતે કિનારાના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો અને વિનાશ વેર્યો છે. સુનામી મોજાંએ સેંકડો મકાનો અને ઘરોને જમીનદોસ્ત કર્યા છે. પર્યટકો તથા રહેવાસીઓને જાન બચાવવા ભાગી જવું પડ્યું હતું. 300થી વધુ લોકોના મોત નિયજ્યા હતાં. જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયાં હતાં, તો અનેક લોકો લાપતા થયાં હતાં.
httpss://youtu.be/3qVTCZV1mOM
httpss://youtu.be/p3U55AYSlU4