રાજકોટઃ આજે લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વાત કરવી છે કે વિશિષ્ઠ મતદાતાની. વાત છે ઈન્દુભાઈ જોશીની જેઓ અત્યારે 94 વર્ષની ઉંમરના છે. તેઓ અત્યારે પથારીવશ હોવા છતા પણ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. ઈન્દુભાઈ 1950 થી લઈને 2019 સુધીની તમામ ચૂંટણીમાં ચોક્કસપણે મતદાન કરવા પહોંચે છે. ઈન્દુભાઈ ભૂતપૂર્વ સાંસદ, સ્વાતંત્ર્ય સેનાની જેઠાલાલ જોશીના પુત્ર છે. તેમણે માહિતી ખાતામાં વર્ષો સુધી ફરજ બજાવી છે. તે એક એવા વિશિષ્ઠ વ્યક્તિ છે કે જેમણે કાઠિયાવાડી દુહાઓનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે.