અમદાવાદઃ શહેરના બહેરામપુરા જમાલપુરની દુધવાળી ચાલી પાસેના વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ લોકો મળી આવતા આખાય વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો. બહેરામપુરા પાસેના આ વિસ્તારમાંથી એક આખી બસ ભરી લગભગ 60 લોકોને સારવાર અને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોના કેસોથી જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં, સેવાઓ આપતાં અને દવા બજાર સાથે સંકળાયેલા લોકો હવે ભયભીત થઈ ગયા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)