નવી દિલ્હીઃ જૂન, 1948માં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં JRD ટાટા એ 35 લોકોમાં હતા, જેણે મુંબઈ સુધી ઉડાન ભરી હતી. હવે આશરે 72 વર્ષ પછી ટાટા ગ્રુપની એક વધુ ફ્લાઇટ વિસ્તારા બ્રિટિશ રાજધાનીમાં મિડિયમ હોલ લોન્ચ માટે લેન્ડ કરી ચૂકી છે. એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ 1953માં થયું હતું. ટાટા ગ્રુપ એરલાઇન્સની એર ઇન્ડિયાએ સૌથી પહેલાં લંડન માટે ઉડાન ભરી હતી.
ટાટા ગ્રુપ અને સિંગાપુરની વિસ્તારાના સંયુક્ત સાહસે દિલ્હીથી લંડન માટે પહેલી ઉડાન ભરી છે. કેટલાક સમય પહેલાં એ સમાચાર હતા કે એ સંયુક્ત સાહસ એર ઇન્ડિયાની હરાજીની પ્રક્રિયામાં ભાગ લે એવી શક્યતા છે.
વિસ્તારા ડ્રીમલાઇનર લંડન માટે નોનસ્ટોપ ઉડાન ભરશે
વિમાન કંપનીએ એના માટે બોઇંગ 787 ડ્રીમલાઇનરનો ઉપયોગ કર્યો છે. કંપનીએ પહોળી બોડીવાળી B787s ખરીદ્યું છે. એમાં પહેલું વિમાન આ વર્ષે માર્ચમાં કંપનીનું મળ્યું છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે આ ડ્રીમલાઇનરની પહેલા મિડિયમ હોલ ઇન્ટરનેશનલ નોનસ્ટોપ ઉડાનમાં મોડું થયું છે. હવે એ ફ્લાઇટ બ્રિટનની સાથે વિશેષ એર બબલ હેઠળ દિલ્હીથી લંડન માટે ઉડાન ભરી રહી છે. કંપનીએ એક નિવેદન જારી કહ્યું હતું કે દ્વિપક્ષી એર બબલ હેઠળ વિસ્તારા નોનસ્ટોપ ફ્લાઇટનું સંચાલન કરી રહી છે. એ 28 ઓગસ્ટથી 24 ઓક્ટોબર, 2020ની વચ્ચે હશે- બંને શહેરોની વચ્ચે વિસ્તારાની એ ફ્લાઇટ એક સપ્તાહમાં ત્રણ વાર ઉડાન ભરશે.
આ બંને દેશો દ્વારા નક્કી કરેલા નિયમોને આધારે થશે. વિસ્તારાએ પોતાના ગ્રાહકોને એ પણ કહ્યું છે કે એ સરકારની ગાઇડલાઇન્સ સમજ્યા પછી બુકિંગનો નિર્ણય લેશે.