કાનપુરઃ હોળીમાં દેશભરનાં ઘરોમાં પાપડ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે હોળી પછી કેટલાય દિવસો સુધી લોકો ખાવાની સાથે પાપડ લે છે, પણ આ વખતે દેશની સાથે વિદેશમાં પણ મોટી સંખ્યામાં ભારતીય પાપડ માટે ઓર્ડર આવી રહ્યા છે. કાનપુરમાં બનાવવામાં આવી રહેલા આલુના પાપડ અને પાણીપૂરી માટે વિદેશી દેશોથી મોટી સંખ્યામાં ઓર્ડર આવી રહે છે.
અત્યાર સુધી 45 ટનનો ઓર્ડર યુરોપિયન દેશોમાંથી આવી ચૂક્યો છે. 25 ટનનો ઓર્ડર હાલ છે. વેપારીઓએ અપેક્ષા છે કે હવે એ ઓર્ડર પ્રતિ મહિને 25તી 50 ટનની વચ્ચે વિદેશથી મળતો રહેશે.
બડી ઓવરસીઝના માલિક કમલજિત સિંહે જણાવ્યું હતું કે બેલ્જિયમ અને જર્મનીથી મોટી સંખ્યામાં આ વખતે આલુના પાપડની માગ છે. એ
આ સાથે આ વર્ષે ઉત્તરસંડા ગામના ગૃહ ઉદ્યોગો દ્ધારા માત્ર દિવાળીના તહેવારમાં જ અંદાજિત 500 ટનથી વધુ મઠિયા-ચોળાફળીનું વેચાણ થયું હતું. દિવાળીએ ખાસ કરીને યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, કેનેડા અને ગલ્ફના દેશોમાં વસતા ગુજરાતીઓને અમારા ત્યાં બનતા પાપડ, મઠિયા ચોળાફળીનો સ્વાદ ખૂબ સારો લાગે છે.