સુપ્રીમ કોર્ટે સંભલના કૂવાની પૂજા પર લગાવી રોક

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સંભલના જામા મસ્જિદવાળા કૂવાની પૂજા પર રોક લગાવી દીધી છે. નગરપાલિકાએ આ પહેલાં ત્યાં પૂજાની મંજૂરી આપી હતી. જોકે એ નિર્ણય પર કોર્ટે રોક લગાવવાનું કામ કર્યું છે. કોર્ટે યોગી સરકાર પાસે આ મામલે સ્ટેટસ રિપોર્ટ પણ માગ્યો છે.

કોર્ટે ભાર દઈને કહ્યું છે કે કૂવાના જાહેર ઉપયોગ પર રોક નથી. 21 ફેબ્રુઆરીએ આ કેસમાં આગામી સુનાવણી થવાની છે. મસ્જિદ કમિટીએ એક અરજી દાખલ કરી હતી કે આ મામલે યથાસ્થિતિ બની રહે. કમિટીનો તર્ક હતો કે જો કૂવાને મંદિરનો કૂવો કહેવામાં આવ્યો તો એ સ્થિતિમાં ત્યાં પૂજા શરૂ થઈ જશે. હવે આ વાતને સમજતાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે એ વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. 21 ફેબ્રઆરીએ આ કેસની ફરી સુનાવણી કરવામાં આવશે.

આ કેસની સુનાવણી દરમ્યાન યુપી સરકાર તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એમ નટરાજને તર્ક આપ્યો હતો કે કૂવો તો જાહેર જમીન પર છે, પણ મુસ્લિમ પક્ષ એના પર વાંધો ઉઠાવ્યો છે- તેમનું કહેવું છે કે કૂવો કાઇ મસ્જિદની અંદર થોડો છે. એ તો બહારની બાજુ છે.  એને કારણ યથાસ્થિતિ બનાવી રાખવાની વાત શઈ છે. કોર્ટે જે આદેશ આપ્યો છે, એ તો માત્ર એક કૂવા સુધી સીમિત છે, જે મસ્જિદની પાસે બતાવવામાં આવ્યો છે. બીજો કૂવો અને બાવડી મળી રહ્યાં છે- જેમનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, એના પર રોક નથી લાગ્યો.