ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાજી બીજા અધ્યાયમાં જીવનનું રહસ્ય સમજાવતા કહે છે…
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨૨॥
અર્થાત જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.
દરેક પ્રોડક્ટ સાઇકલને પણ આ લાગુ પડે છે. તમે જુઓ છો, લક્સ સાબુ બીજું કશું નહીં તો ઘણી વાર તેની સાઇઝ બદલ્યા કરે છે, ક્યારેક એની સુગંધ બદલે છે. હયાત પ્રોડક્ટને જાણીબૂઝીને એ મારી નાખે છે અને એના બદલે થોડી સુધારીને નવી પ્રોડક્ટ એ બજારમાં મૂકે છે.
ગીતાજીના આ શ્લોકનું મહત્ત્વ માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોડક્ટ ડિઝાઇનના વિદ્યાર્થીએ સમજવા જેવું છે. માણસને બદલાવ જોઈએ. એ નવું મેળવવા જતાં જૂનાનું મોત થવું જ જોઈએ.
માણસ જીવનને પણ પીપળાના પાનનો આ સિદ્ધાંત લાગુ પડે છે. માણસ જન્મે છે, યુવાન બને છે, વૃદ્ધત્વને પામે છે અને એક દિવસ એ વિદાય લે છે. આ કુદરતનો ક્રમ છે, એનો હરખશોક ના હોય.
