દર વર્ષે 22 એપ્રિલે ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે. પૃથ્વી પર વિવિધ સ્ત્રોતોથી ફેલાતા પ્રદૂષણની પૃથ્વી પર ખરાબ અસર પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત યુનેસ્કો પરિષદમાં દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. 22 એપ્રિલ 1970નારોજ પ્રથમ વખત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણને થતા નુકશાનમાં વન વિસ્તારમાં થતો ઘટાડો એક ગંભીર ચિંતાનો વિષ્ય છે. દેશના વિવિધ રાજ્યોમાં વનવિસ્તારના ઘટાડાના કારણે પર્યાવરણીય અસંતુલન સર્જાઈ રહ્યું છે. ત્યારે જાણીએ દેસના દસ જંગલ વિશે જેનું નિકંદન થઈ રહ્યું છે. જેના કારણે વન વિસ્તાર ઝડપી ઘટી રહ્યો છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ, કેન્દ્રીય ભારતના મહત્ત્વપૂર્ણ વનપ્રદેશ તરીકે ઓળખાય છે, એમાં સૌથી વધુ 94,689 ચો.કિમી વનવિસ્તાર છે. જોકે, અહીં વધુ વનવિસ્તાર ઘટાડો નોંધાયો છે. 612.41 ચો.કિમી વન વિસ્તારનો ઘટાડો થયો છે.
જેની પાછળનું મુખ્ય કારણ માનવ સક્રિયતા અને ખેતી માટે જમીન પર દબાણના પરિણામ. પદ્માવતી નદીના દરિયાના વિસ્તારો અને ઘાટ વિસ્તારમાં વનવિસ્તારનું નિકંદન કરીને નિવાસ સ્થાનો બની રહ્યા છે.
કર્ણાટક
હાલમાં, કર્ણાટકનો વનવિસ્તાર મુખ્યત્વે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ફેલાયેલું છે, અને આ વિસ્તાર પર વધતા શહેરીકરણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે વનોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કુલ 37,000 ચો.કિમી વન વિસ્તારમાંથી 459.36 ચો.કિમીના વનવિસ્તારનો ઘટાડો થયો છે. વસાહતોના વિસ્તરણ ઉપરાંત, કર્ણાટકમાં લોકપ્રિય મૂલ્યવાળા ઔદ્યોગિક વિસ્તારોનું ખનન પણ વનમાં ઘટાડો લાવવાનું એક કારણ છે.
લદ્દાખ
લદ્દાખ એક ઍલ્પાઇન અને અતિ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે, જ્યાં જંગલોની સંખ્યા સીમિત છે. 6200 કિલો મિટર વનવિસ્તારમાંથી તાજેતરમાં અહીં 159.26 ચોરસ કિલોમીટર જેટલો વનવિસ્તાર ઘટ્યો છે, જે ચિંતાજનક છે. આ ઘટાડાનું મુખ્ય કારણ માનવસર્જિત વૃક્ષોનું નિકંદન છે.
નાગાલેન્ડ
નાગાલેન્ડ 13 હજાર ચોરસ કિલો મિટર વન વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. જો કે 2023માં 125.22 ચો.કિમી નાગાલેન્ડના વનવિસ્તારમાં ઘટાડો થયો છે. આ રાજ્યમાં લોકોની વસતી વધી રહી છે, નવા ઘર તથા વિસ્તારો માટે જમીનની જરૂરિયાત પણ વધી છે. પરિણામે, પશુઓ ચરવા માટેની જગ્યા ઓછી થતી જાય છે. લોકો વૃક્ષ કાપવાનું પણ કામ કરે છે. મજા માટે જંગલમાં વાહન લઈ જવી અને ખાણખોદક કામ જેવી માનવ પ્રવૃત્તિઓ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જેને કારણે વનવિસ્તાર ધીરે ધીરે ઓછો થાય છે.
ઓડિશા
ઓડિશામાં 61000 હેક્ટર વન વિસ્તારમાંથી 13,621.95 હેક્ટર વનવિસ્તાર ઘટાડવો પણ ગંભીર ચિંતાનો વિષય છે. આ વનવિસ્તારના ઘટાડાનું મુખ્ય કારણ ખોદકામ કામગીરી અને વરસાદી પવનના તોફાનો જેવા કુદરતી સંકટો છે. ઓડિશા જેમના ધરતી નીચે ભંડાર ખનીજસંપત્તિ છે, ત્યાં મોટા પાયે ખાણ કામગીરી થાય છે. આ કામગીરી માટે અનેક વૃક્ષો કાપવા પડે છે. ઉપરાંત, ઉદ્યોગો અને વીજશક્તિ ઉત્પાદનમાં ઉપયોગ માટે મોટાપાયે કુદરતી સંપત્તિની ખોણખોદ થવાથી પણ વનવિસ્તાર પર ખરાબ અસર પડી રહી છે.
અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશનો કુલ વનવિસ્તાર 83,743.23 હેક્ટર છે, જેમાંથી 8,744.78 હેક્ટર વનવિસ્તારમાં ઘટાડો થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ રાજ્યમાં મોટા પાયે થતી ખાણખોદ કામગીરી છે. ખનીજસંપત્તિ મેળવવા માટેના વિસ્તારોની પસંદગી વધતા, વૃક્ષોની કાપણી અને નદીઓની આસપાસના વિસ્તારોમાં સતત માનવ પ્રવૃત્તિથી વનવિસ્તાર પર નકારાત્મક અસર પડી છે. જેમજેમ નદીકાંઠાની જમીન વસાહતો માટે વાપરવામાં આવી રહી છે, તેમ વન વિસ્તાર નાશ પામે છે.
છત્તીસગઢ
છત્તીસગઢનો કુલ વનવિસ્તાર 55,000 ચો.કિમી છે જેમાંથી 684 ચો.કિમી વનવિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં નક્સલ પ્રવૃત્તિ વધુ હોવાથી ત્યાં વનવિભાગ દ્વારા યોગ્ય રીતે દેખરેખ અને સંભાળ નથી રાખી શકાતી. ઉપરાંત, વૃક્ષોની અતિવૃદ્ધ કાપણી અને માનવ પ્રવૃત્તિઓ પણ વનવિસ્તારના નાસ માટે જવાબદાર છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડનો કુલ વનવિસ્તાર 24,000 ચો.કિમી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવસર્જિત તથા કુદરતી આગના કારણે લગભગ 12,000 હેક્ટર જેટલો વનવિસ્તાર નષ્ટ થયો છે. આગના કારણે વિવિધ ઝાડઝાંખરા, વનસ્પતિ અને જીવજંતુઓને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કેટલાક વિસ્તારોમાં આગ લગાવવાનો હેતુ કાચા લાકડાં, જમીન કે અન્ય વનસંપત્તિઓ મેળવવાનો હોય છે. સમયસર અને યોગ્ય રીતે જંગલની માવજત ન થવાને લીધે પણ આગ ઝડપથી ફેલાઈ શકે છે. આ પ્રક્રીયા વનવિસ્તારનના નાશની સાથે સાથે રાજ્યના પર્યાવરણ અને હવા-પાણીના સંતુલનને પણ ગંભીર રીતે અસર કરે છે, જે સંકટજનક બાબત છે.
આસામ
આસામમાં કુલ વનવિસ્તાર લગભગ 27,000 ચો.કિમી છે, પરંતુ તેમાં 3,620.9 ચો.કિમી વિસ્તાર પર અતિક્રમણ થયું છે. આ આક્રમણના અનેક કારણો છે, જેમ કે ખેતી માટે જમીનનો ઉપયોગ, નવો વસાહત વિસ્તરણ, અને ખાણખોદકાઈ. અતિક્રમણના પરિણામે આ વિસ્તારના કુદરતી જંગલને નુકસાન પહોંચી રહ્યું છે, જે પર્યાવરણીય અસરોનું કારણ બની રહ્યું છે. આના કારણે નાનાં પર્યાવરણીય જીવજંતુઓ, વૃક્ષો, અને જમીન પર્યાવરણ પર પ્રતિકૂળ અસર પાડી રહ્યા છે.
ગુજરાત
ગુજરાતમાં કુલ વન વિસ્તાર 14,833 ચોરસ કિલોમીટર છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 7.56% જેટલો છે. આ વન વિસ્તારમાં વિવિધ પ્રકારના જંગલો જેવા કે ખુલ્લા જંગલો મધ્યમ ઘનતાવાળા જંગલો અને ખૂબ ઘન જંગલો તેમજ મેન્ગ્રોવ વનોનો સમાવેશ થાય છે. ગુજરાતે 61.22 ચોરસ કિલોમીટર વન વિસ્તારનો ઘટાડો નોંધાવ્યો છે, જે રાજ્યમાં વન નુકસાનનો સંકેત આપે છે. આ ઘટાડો ખાસ કરીને ખેતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અને શહેરીકરણ જેવા પરિબળોને આભારી છે.
હેતલ રાવ
