અહીં દેખાય છે એ ક્યું ઉપકરણ છે એ સમજતાં નવી પેઢીને કદાચ થોડોક સમય લાગે, પણ ત્રીસી વટાવી ગયેલી પેઢી તો એ જોતાં જ બોલી ઉઠશેઃ આ તો રેડિયા છે!
હા, આપણે આજે વગાડતા ન હોઇએ કે આ ઉપકરણ હવે આપણા મોબાઇલ ફોનમાં અલગ રીતે સમાઇ ગયું હોય, પણ મોટાભાગના લોકોને યાદ હશે કે એક જમાનામાં આ રેડિયો જ ઘરની શાન હતો.
અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોમાં હમણાં રેડિયોનું એક પ્રદર્શન લાગ્યું હતું. નાના બાળકોથી માંડી મોટેરાઓ સૌ જૂના જમાનાના આ મનોરંજન અને સમાચાર આપતા રેડિયો સાથે સેલ્ફી લેતા જોવા મળતા હતા. પ્રદર્શનીમાં રેડિયોની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીના રેડિયોના જુદા જુદા વિશાળ મો઼ડલ દર્શાવાયા હતા. એક અર્થમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેડિયોના સો વર્ષની યાદ તાજી કરી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)