
ગુજરાતમાં અષાઢ મહિનો શરૂ થાય એટલે પહેલા જ દિવસથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ જાય. એટલે સરસ્વતીની આરાધના પણ ખરી. અષાઢી બીજે કચ્છીઓનું નવુ વર્ષ અને ભગવાન જગન્નાથની રથયાત્રા. અષાઢની શરૂઆતે જ વણ જોયું મુહૂર્ત પરંપરાગત રીતે આ દિવસે ઘણાં પરિવારો પ્રાથમિક શિક્ષણ માટે બાળકોને બાલમંદિરમાં બેસાડતા. હવેના આધુનિક જમાનામાં સગવડ પ્રમાણે શાળા પ્રવેશોત્સવો ઉજવવામાં આવે છે. પરંતુ પહેલાં પરિપક્વ પરિવારો સમજણ સાથેના બાળકને અષાઢી બીજે જ શાળા પ્રવેશ કરાવતા. ગુજરાત સહિત ભારત આખાયમાં હજુ ય એવા અંતરિયાળ ગામડાં છે. જેના બાળકો સારા પ્રાથમિક શિક્ષણ માટે વલખાં મારી રહ્યા છે.
JEE, NEET, CLAT, GATE જેવી અનેક પરિક્ષાઓ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં હજુય કેટલાક બાળકો સારા શિક્ષકો, શિક્ષણથી વંચિત છે. શિક્ષણના વ્યાપારીકરણ કથળતી પરિસ્થિતિ વચ્ચે મેદાનો, ડુંગરા, કોતરોમાં હજુ કેટલાય બાળકો પ્રાથમિક શિક્ષક અને શિક્ષણની રાહ જોઇને બેઠા છે. આ બાળકોને એ.સી ક્લાસ કે સ્માર્ટ ક્લાસ મોંઘાદાટ ગેજેટ્સની પરવાહ નથી.. પણ..કઠિન પરિસ્થિતિમાં ય એમને ભણવું છે…!!
(પ્રજ્ઞેશ વ્યાસ)






