મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહી છે. એણે પરિવારજનો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને તેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. આ ફેશન આઈકને ભૂતકાળમાં અમુક બોલ્ડ ડ્રેસિસમાં સજ્જ થઈને જાહેરમાં જે દેખા દીધી હતી એ વિશે જાણો.
સોનમ કપૂર પોતાની ફિલ્મી કરિયરથી કરતાં એની ફેશન સ્ટાઈલને કારણે ચાહકોમાં વધારે જાણીતી થઈ છે.
‘સાંવરિયા’ ફિલ્મમાં સોનમ કપૂર સાથે રણબીર કપૂરે પણ ડેબ્યૂ કર્યું હતું.
એ ફિલ્મ સાથે જ સોનમ કપૂર અને રણબીર કપૂર વચ્ચેના સંબંધો બહુ ગાજ્યા હતા.