બાળપણથી જ આપણે દિવાળીના બધા જ દિવસોને શુભત્વનું પ્રતીક માનતા આવ્યા છીએ. ધનતેરસ એ સોના-ચાંદીની ખરીદીનો
અવસર, ધનની દેવી લક્ષ્મીજીની પૂજાનો દિવસ; કાળી ચૌદશ એ ચાર રસ્તાના ચોક વચ્ચે ઘરનો અને મનનો કકળાટ કાઢવાનો દિવસ; દીપાવલી એ રોશની અને પ્રકાશનો અવસર. આમ, દરેક દિવસ ભારતીય પરંપરા મુજબ અત્યંત ખાસ છે.
પણ આપણે કદી વિચાર્યું છે કે ભારત એક એવો દેશ છે, જ્યાંના લોકો લેપટોપ લેતાં પહેલાં પણ તેની પૂજા કરે છે. ટેક્નોલોજી જેવા પ્રેક્ટિકલ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ પણ તેઓ ભાગ્ય જેવી બાબતો પર વિશ્વાસ રાખે છે. કેમ કે અંધશ્રદ્ધા અને માન્યતાઓ આપણી ગળથૂથીમાં એટલી વણાયેલી છે કે ધારીએ તોય એમાંથી નીકળવું શક્ય નથી લાગતું.
એક બાજુ આપણે દુનિયાની પ્રબળ અર્થવ્યવસ્થા તરીકે ઊભરી રહ્યા છીએ, ત્યારે આઝાદીનાં લગભગ 80 વર્ષ બાદ પણ આપણે વિકસિત રાષ્ટ્રોની હરોળમાં પ્રવેશી ચૂક્યા નથી. જોકે ક્યારેક શ્રદ્ધા અને ખોટી માન્યતા વચ્ચેની પાતળી રેખા ઓળંગાઈ જાય છે.
આ વાત એ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે આજે પણ વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવતા આપણા દેશમાં અનેક બાળકો ભૂખ અને કુપોષણનો શિકાર છે.

વર્ષ 2026ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સના આંકડા આ વિષયને વધુ ગંભીર બનાવે છે. કેમ કે લેખમાં ઉલ્લેખાયેલા આંકડા મુજબ ભારત ભૂખમરાની દૃષ્ટિએ 122 દેશોમાંથી 100મા ક્રમે છે અને તેનો સ્કોર 24.1 સાથે ભૂખમરાની ગંભીર શ્રેણીમાં આવે છે.
આ ઇન્ડેક્સ માત્ર ભૂખની સ્થિતિ જ નહીં, પરંતુ કુપોષણ અને બાળકોના વિકાસ સાથે જોડાયેલા અનેક માપદંડોને પણ ધ્યાનમાં લે છે.

આ સ્થિતિ અત્યંત દયનીય છે, કારણ કે આજે પણ પરંપરાના નામે કાળી ચૌદશની સાંજે કેટલાક લોકો કકળાટ કાઢવાની વિધિના ભાગરૂપે મોટી માત્રામાં અન્નનો બગાડ કરે છે અને વિચારે છે કે એનાથી એમના જીવનનો ક્લેશ દૂર થશે તથા અદૃશ્ય શક્તિઓ એમને આશીર્વાદ આપશે.
બીજી બાજુ, એ જ વડા, જે ધૂળ-માટીવાળા થઈ ચૂક્યા છે, એ ખાઈને પણ કેટલાંક બાળકો પોતાનું પેટ ભર
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)






