અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. આવો આજે તેમના વિશે થોડું જાણીએ.
સૌપ્રથમ આપણે ‘અક્ષય તૃતિયાં’ નું મહત્વ સમજીએ.
દ્વાપર યુગનું સમાપન આ દિવસે થયું હતું. ‘અક્ષય તૃતિયા’ કે જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હિન્દુઓ અને જૈનોનો વાર્ષિક વસંત સમયનો તહેવાર છે. તે વૈશાખ મહિનાના તેજસ્વી અર્ધના ત્રીજી તિથિ પર આવે છે. આ દિવસને ભારત અને નેપાળમાં હિંદુઓ અને જૈનો એક શુભ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસને “અનંત સમૃદ્ધિના ત્રીજા દિવસ” સૂચવે છે. અક્ષય નો અર્થ અનંત એટલે કે અનંત સમૃદ્ધિ, આશા, આનંદ અને સફલતાને સૂચવે છે, જયારે તૃતિયાં એટલે કે ચંદ્રનો ત્રીજો ફેઇઝ. ગંગાજીનું અવતરણ, મહર્ષિ પરશુરામનો જન્મ, માં અન્નપૂર્ણાનો જન્મ, શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલાન ઉપરાંત સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હોવાનું માનવામાં આવે છે. અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત-શ્રેષ્ઠ દિવસ.
– આ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે.
– વૃંદાવનમાં બાંકે બિહારીના શ્રીવિગ્રહનાં ચરણદર્શન વર્ષમાં એક જ દિવસે આ દિવસે થાય છે.
– આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો.
– વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ. આ દિવસે કરેલા શુભ કર્મો અને સોંભાગ્ય ક્યારેય ખતમ થતા નથી, આખાય રહે છે. આ દિવસે જે દાન-પુણ્ય કે જપ-તપ કરીયે તે અક્ષય રહે છે.
– સપ્તઋષિમાં ભગવાન જમદગ્નિ અને રેણુકા દ્વારા જન્મેલ બાળક રામ (પરશુરામ) નો જન્મ આ દિવસે થયેલ. આપ સિદ્ધિ જોઈ શકો છો કે પરશુરામ આજે પણ ચિરંજીવ અમર છે, અક્ષય છે. તેમણે મહાદેવની ઉપાસના કરી તેથી ભગવાન શિવે પ્રસન્ન થઈ વરદાનમાં તેમને પરશુ (કુહાડી) આપી તેથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.
– હરહંમેશ મજબૂત, તાકાતવર બનવું હોય તો આ દિવસે શક્તિનું પૂજન કરી શકાય.
માં ગંગાનું અવતરણ
રામ સગર રાજાનાં 100 પુત્રો મૃત્યુ પાઁય ત્યારે ઋષિમુનિઓએ સગરને યજ્ઞ કરવાનું કહ્યું. આમ છતાં પુત્રો પુન: પ્રાપ્ત ના થયા. ત્યારબાદ રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કર્યા અને સગર રાજાના પુત્રોને જીવિત કરવા માં ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવે છે. તે પણ અખાત્રીજનો દિવસ હોય છે.
માં અન્નપૂર્ણા
માં પાર્વતી જ અન્નપૂર્ણાનું સ્વરૂપ અખાત્રીજના દિવસે થયા હતા. જો ઘરમાં સારું અન્ન હશે તો રોગ નહિ આવે અને રોગ દૂર કરવા હોય તો આ દિવસે માં અન્નપૂર્ણાનું પૂજન કરવું.
કુબેરે ભગવાન શિવને પ્રસન્ન કાર્ય હતા. અખાત્રીજના દિવસે અને કુબેર પોતાનું ધન પુન:પ્રાપ્ત કરવા શિવઆજ્ઞા મુજબ લક્ષ્મીનારાયણની પૂજા કરીને સંપત્તિ પુન:પ્રાપ્ત કરી.
બદ્રીનાથ જતા માના ગામ પાસે મહર્ષિ વેદવ્યાસે ગણેશજીનાં હાથે અખાત્રીજના દિવસે મહાભારત લખાવવાનું શરૂ કરેલ. આપ જોઈ શકો છો કે મહાભારત આજે પણ અજયઅમર છે અને તે ભૂંસાતું નથી. તે હજુ પણ અજય છે. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણના મંદિરના દરવાજા આ દિવસે ખોલવામાં આવે છે.
શ્રીમદ ભાગવતમાં જણાવેલ છે કે પાંચેય પાંડવોમાં યુધિષ્ઠિર સૌંથી શાંત અને સત્યના માર્ગે ચાલવા વાળા હતા. તેમણે તાપની સિદ્ધિથી ‘અક્ષયપાત્ર’ અખાત્રીજના દિવસે પ્રાપ્ત કર્યું. આ અક્ષયપાત્રથી તે ભુખ્યાંઓને અન્ન આપતા અને તેમને તૃપ્ત કરતાં.
શાસ્ત્રો કહે છે કે દુશાસને ભરસભામાં દ્રોપદીને અખાત્રીજના દિવસે નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરેલ. આ દિવસે ભગવાન કૃષ્ણ ત્યાંજ હતા અને ભગવાન કૃષ્ણએ અખાત્રીજના દિવસે દ્રોપદીને અક્ષય ચીર આપ્યાં. દુશાસન ખેંચી ખેંચીને થાકી ગયો પણ દ્રોપદીને નિર્વસ્ત્ર ના કરી શક્યો.
સુદામા જયારે મિત્રને મળવા મહેલની પાસે આવે છે અને આ અખાત્રીજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણ સુદામાને દોડી આવીને મળે છે.
ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે. તેઓ પૃથ્વીથી 21 વખત ઘમંડી અને અવિશ્વસનીય ક્ષત્રિયોને હણવા માટે જાણીતા છે.
દંતકથા મુજબ ભગવાન પરશુરામે તીરને ગુજરાતથી કેરાલા તરફ દબાવીને સમુદ્રને પાછો ખેંચીને એક તીર બનાવ્યું હતું. આ કારણોસર ભગવાન પરશુરામની ખાસ કરીને કોંકણ, ગોવા અને કેરળમાં પૂજા થાય છે. હૈહવકુળનો નાશ કરનાર તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.
ભારતભરમાં પરશુરામ ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શિવના ભક્ત પરશુરામ ન્યાયના દેવ છે. સત્યયુગની શરૂઆત પણ અક્ષય તૃતિયાથી થાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામનો જન્મ મહર્ષિ જમદગ્નિથી થયો હતો
પરશુરામનાં અન્ય નામોમાં
– ભાર્ગવ રામ
– રામભદ્ર રામ
કલિયુગમાં ચિરંજીવી છે. આ સાત ચિરંજીવીમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ પણ છે.
अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |
कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||
- અશ્વત્થામા
- બલિરાજા
- મહર્ષિ વેદવ્યાસ
- હનુમાનજી
- વિભીષણ
- કૃપાચાર્ય
- પરશુરામ
આ સાત ચિરંજીવી છે, જે આજે પણ જીવિત છે.
સપ્ત ઋષિ
વશિષ્ઠ, વિશ્વામિત્ર, કશ્યપ, અગ્નિ, જમદગ્નિ, ગૌત્તમ, ભારદ્વાજ. આ સાત ઋષિઓ નભમંડળમાં સપ્તઋષિ તરીકે આજે પણ બિરાજમાન છે.
અથાત અશ્વત્થામા, હનુમાન, બાલી, વ્યાસજી, હનુમાનજી, વિભીષણની જેમ પરશુરામ પણ ચિરંજીવી છે. ભગવતપુરાણ મુજબ આ સાતેય આજે પણ જીવે છે. આથી જ રામના સમયમાં તેમજ કૃષ્ણનાં સમયમાં તેમના હોવાનાં ઉદાહરણરૂપ પ્રસંગો જોવા મળે છે. આ કલ્પનાં અંત સુધી તેઓ ધરતી પર જ તપસ્યા કરતા રહે છે.
અક્ષયતૃતીયનું વિશેષ મહત્વ
અક્ષયતૃતીયનાં દિવસે સર્વ કામનાંની સિદ્ધિ હેતુ ભગવાન પરશુરામનાં ગાયત્રી મંત્રનાં જાપ કરવાં જોઈએ.
મંત્ર આ પ્રકારનાં છે.
- ‘ॐ ब्रह्मक्षत्राय विद्महे क्षत्रियान्ताय धीमहि तन्नो राम: प्रचोदयात्।।‘
- ‘ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।।‘
- ‘ॐ रां रां ॐ रां रां परशुहस्ताय नम:।।‘
મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી. અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો..તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. આ પર્વ પર મેળા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુનાં દશ અવતાર
દશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવજાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટાળે છે. વિષ્ણુના આવા મુખ્ય દસ અવતારોને દશાવતાર કહેવામાં આવે છે. જેમાં નીચેના દસ (બલરામ અને બુદ્ધના ભેદને ધ્યાનમાં લેતા ૧૧) અવતારોનો સમાવેશ થાય છે, જે પૈકીનો કલ્કિ અવતાર ભવિષ્યમાં થવાનો છે અને બાકીના બધા જ અવતારો અવતરી ચુક્યા છે.
૧. મત્સ્ય –માછલીના રૂપમાં
૨. કુર્મ – કાચબાના રૂપમાં ૩. વરાહ – ભૂંડ કે ડુક્કરના રૂપમાં ૪. નરસિંહ – અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું ૫. વામન – બાળકના રૂપમાં (ઘણી વખત ઠીંગણું રૂપ દર્શાવાય છે) ૬. પરશુરામ – મનુષ્ય રૂપે, ગુસ્સામાં, ક્રુર અને હાથમાં કુહાડી ધારણ કરેલા ૭. રામ – મનુષ્ય રૂપે, સૌમ્ય ૮. કૃષ્ણ – મનુષ્ય રૂપે, મુત્સદી (મોટેભાગે પ્રેમમુર્તિ તરીકે ચિત્રણ) ૯. બુદ્ધ – મનુષ્ય રૂપે, યોગી ૧૦. કલ્કિ – મનુષ્ય રૂપે, યોદ્ધા (બલરામ) – મનુષ્ય રૂપે, કૃષ્ણના ભાઈ |
ભગવદગીતાના જ્ઞાનકર્મસંન્યાસયોગ નામના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે,”જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે હું જન્મ લઉં છું”. ભગવાન આગળ કહે છે, “દુરિજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુન:સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થઉં છું”.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
–ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૭–૮
આમ વિષ્ણુએ (કૃષ્ણ અવતાર દરમ્યાન) પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં વિવિધ અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે.
દશાવતાર પૈકીના પહેલા ચાર અવતારો સત્યયુગમાં થઈ ગયા. તે પછીના ત્રણ ત્રેતાયુગમાં થયા અને પછીના એક દ્રાપરયુગમાં અને છેલ્લા બે અવતાર કલીયુગ, કલ્કિ અવતાર, કે જે હજુ વિષ્ણુએ લીધો નથી તે સાંપ્રત યુગમાં એટલે કે કલીયુગમાં થશે. શ્રીમદ્ ભાગવતમ્ અને વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગના અંતમાં ભગવાન કલ્કિ રૂપે અવતરશે અને પૃથ્વિ પરથી અનિષ્ટોનો નાશ કરશે. ત્યાર બાદ મહાપ્રલય આવશે અને નવા યુગચક્રની શરૂઆત થશે.
જનક,દશરથ જેવા ક્ષત્રિય અજાઓને પરશુરામે સમુચિત સમ્માન પણ આપેલ, સીતા સ્વયંવરમાં ધનુષબાણ ટેવ પર ભગવાન શ્રી રામને અભિનંદન પણ આપે છે.
કૌરવસભામાં શ્રી કૃષ્ણનું સમર્થન કરે છે. અસત્ય વચન કરવાનાં દંડ સ્વરૂપે કર્ણને તેની બધી વિધા વિસ્મૃત થઇ જવાનો શ્રાપ પણ આપે છે. તેમણે ભીમ,દ્રૌણ અને કર્ણને શસ્ત્ર વિદ્યા પ્રદાન કરીં આ રીતે પરશુરામનાં ઘણા કિસ્સાઓ છે.
મહર્ષિ ભૃગુના પુત્ર રૂચિકના લગ્ન ગાંધીની પુત્રી સત્યવતી સાથે થયાબાદ પોતાના સસરા ભૃગુ પાસે એક પુત્રની યાચના કરે છે ત્યારે મહર્ષિએ સત્યવતીને બે ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી ગુલારવૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરી આ ફળ ખાઈ લેવા. સત્યવતીથી આ કામમાં થોડી ભૂલ થવાથી મહર્ષિ ભૃગુએ સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે, તો તમારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં તેનાંમાં ક્ષત્રિયનાં ગુણો હશે છતાં તે બ્રાહ્મણ જેવું આચરણ કરશે. સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રિય જેવો ના થાય બદલામાં મારા પૌત્રો ભલે ક્ષત્રિય ગુણો વાળા થાય. મહર્ષિ ભૃગુ તેને તથાસ્તુઃ કહીને જતા રહે છે. થોડા સમય પછી જમદગ્નિ ઋષિએ સત્યવતીનાં ગર્ભમાંથી જન્મ લીધો. તેમનું આચરણ બ્રાહ્મણ ઋષિઓ સમાન જ હતું. તેમનાં લગ્ન રેણુકા સાથે થયા. મુનિ જમદગ્નિને પાંચ પુત્રો થયા. તેમાં પાંચમાં પરશુરામ હતા. પરશુરામના ચાર ભાઈઓ હતા.
(1) વાશુ
(2)વિસ્વાસુ
(3)બૃહધાનું
(4)વૃત વાકંવા
પાંચમા અને સૌથી નાના પરશુરામ થયા. ભગવાન પરશુરામ જન્મથી બ્રાહ્મણ હતાં પરંતુ કર્મથી ક્ષત્રિય હતાં. આમ સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રિય સ્વભાવ સમાન થયો. બાલ્યાવસ્થામાં પરશુરામનાં માતાપિતા તેની રામ કહી બોલાવતાં. તેણે પિતા પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથે ધનુર્વિદ્યા પણ શીખી. ત્યારબાદ પરશુરામે હિમાલય પાર જઈ ભગવાન શિવજીની ઉપાસના કરી શિવજીને પ્રસન્ન કરે છે.શિવજીએ ખુશ થઈને પરશુરામને અસુરોનો નાશ કરવાનું કહે છે.
પરશુરામે એક પણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કરે છે. પરશુરામનું આ પરાક્રમ જોઈને શિવજી તેમને વિવિધ શસ્ત્ર પ્રદાન કરે છે. તેમ એક શસ્ત્ર પરશુ હતું. જે પરશુરામને ખુબ પ્રિય હતું અને તે અસ્ત્રને પ્રાપ્ત કર્યા બાદ તેમનું નામ પરશુરામ પડ્યું. બ્રહ્મપ્રવર્ત પુરાણ અનુસાર એકવાર પરશુરામ જયારે શિવજીના દર્શન કરવા કૈલાશ પહોંચે છે ત્યારે શિવજી ધ્યાનમગ્ન હતા ત્યારે ગણેશજીએ પરિશ્રમને શિવજીને મળવા ન દીધાં. તેથી ક્રોધિત થઈને પરશુરામને પોતાના પરશુ શ્રી ગણેશજીનો દાંત તોડી નાખે છે. આથી ગણેશજી એકદંત કહેવાય.
એક વાર માતા રેણુકા સ્નાન કરી આશ્રમ તરફ આવી રહ્યા હતાં. ત્યારે સાન્યોના સંયોગના રાજા ચિત્રરથ પણ જળવિહાર કરી રહ્યા હતા. આથી રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. જમદગ્નિએ રેણુકાના મનની વાત જાણી લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું પરંતુ મોહવશ કોઈપણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું.ત્યારે પરશુરામે વગર વિચાર્યે તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું .તે જોઈને મહર્ષિ જમદગ્નિ પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા કહ્યું ત્યારે પોતાની માતાને જીવિત કરવા અને આ વાતનું તેને જ્ઞાન ના રહે તેવું વરદાન માગ્યું. તેના ફળ સ્વરૂપે તેમની માતા પુન:જીવિત થયા.
કર્ણને શ્રાપ
મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુનાં જ અંશ અવતાર હતા. કર્ણ પણ તેમને પ્રિય હતો. એકવાર પરશુરામ તેના ખોળામાં રાખીને સુઈ ગયા હતા. તે સમયે કર્ણને એક ભયંકર જીવજંતુ કરડ્યું. ગુરુજીની ઊંઘમાં કાંઈ વિઘ્ન ન આવે તેવું વિચારી કર્ણ દર્દ સહન કરતો રહ્યો પરંતુ તેમણે પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહીં. ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે જોયુંકે તે તરત જ સમજી ગયા કે આ સૂતપુત્ર નથી પણ ક્ષત્રિય છે ત્યારે પરશુરામ ગુસ્સે થઈને કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શાસ્ત્રવિદ્યાની તારે જયારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યાને ભૂલી જઈશ. આમ આ શ્રાપને કારણે કર્ણનું મૃત્યુ થયું હતું.
કામધેનુ ગાય
આ વાત તે વખતની છે કે પૃથ્વી પર સહસ્ત્રાર્જુન રાજા હતો. તે ખુબ જ શક્તિશાળી હતો. તેને ભગવાન દત્તાત્રેય પાસેથી એક હાજર હાથનું (હાજર હાથની શક્તિનું) વરદાન મળ્યું હતું. તેનાથી તે ખુબ જ શક્તિશાળી તેમજ અભિમાની થઇ ગયો હતો. એક વખત તેને વરુણદેવ મારફતે ખબર પડી કે આ સમગ્ર પૃથ્વી પાર હજુ એક યોદ્ધો છે જે તેને હરાવી શકે છે અને તે છે સ્વયં પરશુરામ અને તે તમારી કરતા વધુ શક્તિશાળી છે. તે વાત સાંભળીને સહસ્ત્રાર્જુનને પોતાનું અપમાન લાગ્યું. આથી તેને પરશુરામને મળવાનું નક્કી કર્યું. આવું નક્કી કરી મનમાં ક્રોધ સાથે તે પરશુરામના આશ્રમે જાય છે. આશ્રમે જઈને ખબર પડી કે પરશુરામ આશ્રમમાં હતા જ નહિ પણ પરશુરામના પિતા જમદગ્નિએ સહસ્રાર્જુનનું સ્વાગત કર્યું. સ્વાગતમાં તેને જાતજાતનાં પકવાન જમાડ્યાં. ભોજન કરીને સહસ્ત્રાર્જુને જમદગ્નિને પૂછ્યું આટલું સારું આતિથ્ય કરવા પાછળનું કારણ શું છે અને આટલા ભાતભાતના પકવાન કઈ રીતે બનાવ્યા. આ વાત સાંભળીને જમદગ્નિએ કહ્યું કે મારી પાસે ઇન્દ્રદેવ દ્વારા અપાયેલ કામધેનુ ગાય છે જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા શક્તિમાન છે. આ વાત સાંભળીને સહસ્ત્રાર્જુનના મનમાં લાલચ જાગી તેને ઋષિ જમદગ્નિ પાસે તે ગાય માંગી.
ઋષિ જમદગ્નિએ ગાય આપવાનો સાફ ઇન્કાર કરી દીધો. આ જવાબ સાંભળીને સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેને ઋષિ જમદગ્નિ સાથે બળજબરી કરી હુમલો કરી કામધેનુ ગાય લઈને ત્યાંથી પલાયન થઇ ગયો જયારે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે સહસ્ત્રાર્જુને આવું કર્યું છે તો તેમને ખુબ ગુસ્સો આવ્યો અને તેમને ત્યાંથી પ્રતિજ્ઞા લીધી કે પુરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે.
ત્યારબાદ તેમને સહસ્ત્રાર્જુન સાથે ભયંકર યુદ્ધ કર્યું અને ભગવાન પરશુરામને શિવજીનું વરદાન હતું એટલે સહસ્ત્રાજુન ને હરાવીને બીજા તમામને મોતને ઘાટ ઉતારી દીધા અને કામધેનુ પરત લઇ આવ્યા . એવું કહેવાય છે કે પરશુરામ ચિરંજીવી છે અને આજે પણ મહેન્દ્રગિરિનાં પર્વતો પર ભગવાન શિવજીની તપષ્યા કરી રહ્યા છે. મહેન્દ્રગિરિ પર્વત [તામિલનાડું રાજ્યના કન્યાકુમારી જિલ્લાઅને તીરુનેલવેલી જિલ્લાની સીમા પાર આવેલ પર્વત છે.] (મહેન્દ્રગિરિ પર્વત ઉડીસાના ગજપતિ જિલ્લાની પરલમુંડીમાં આવેલ છે.)
સાત ચિરંજીવીમાંના એક ગણાતા ભગવાન પરશુરામ અને માતા રેણુકાજીના મંદિરો ભારતમાં અનેક જગ્યાએ આવેલાં છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાના એક એવા ભૃગુઋષિનાં વંશમાં જન્મેલા જામદાની અને રેણુકાના પુત્રે પોતાના તપ, શાસ્ત્રો અને શસ્ત્ર વડે એટલો પ્રભાવ સિદ્ધ કર્યો કે વિષ્ણુના દશ અવતારોમાં રામના પુરોગામી છઠા અવતાર.
અગ્રતઃ ચતુરોઃ વેદો: પૃષ્ડતઃ સક્ષરં ધનુ: ।
ઇદં બ્રાહમં ઇદં ક્ષાત્રં સાપાઈપ સરાદપિ ।
અર્થ ; ચાર વેદ મૌખિક છે. અથાત પુર્ણજ્ઞાન છે. અનેઅને પીઠ પાર ધનુષ્ય બાણ છે અથાત ક્ષૌર્ય છે. અજ્ઞ બ્રહ્મનેજ અને ક્ષાત્રતેજ બંને છે. જે કોઈ તેમનો વિરોધ કરશે-તેને તેઓ શ્રાપ આપીને અથવા બાણ હાર। તેમનો પટાભવ કરશે ધનુર્વિદ્યાના સર્વોત્તમ શિક્ષા.
એકવાર શસ્ત્ર નીચે રાખ્યા પછી પરશુરામજીએ ક્ષત્રિયો સાથે વેરભાવ છોડી દીધો અને બ્રાહ્મણ ક્ષત્રિય સહુકોઈને શસ્ત્રવિદ્યા શીખવાનું ચાલુકર્યું મહાભારતના ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા જ્યેષ્ઠ યોધ્ધા પરશુરામના શિષ્યો હતાં.
સાચા પીર બ્રાહ્મણ આજ્ઞાંકિત પિતૃભક્ત, માતૃભક્ત, અને ભાતૃભક્ત તેમજ રાષ્ટ્રભકત એવા અનોખાં અને અદ્વિતીય ક્ષત્રિય રાજાઓને જડમૂળમાંથી ઉખેડનાર ભગવાન પરશુરામને આજના જન્મદિન નિમિત્તે શત શત વંદન! પરશુરામ ભાર્ગવવંશી હતાં. ભાર્ગવવંશી બ્રાહ્મણો હૈહવ વંશના ક્ષત્રિયોનાં કુલગુરુ હતાં. તત્કાલીન હૈહવ વંશીય કાર્તવીર્ય એ ગુરુદત્તાત્રેય પાસેથી વરદાન મેળવી હાજર હાથનું વરદાન મેળવીને ઉદ્દત અને અનિતીના માર્ગ પર ચાલવા લાગ્યો. ક્ષત્રિય શાસક વિદ્યાપરાયણ બ્રાહ્મણો તેમજ વિદ્વાનોના રક્ષક થવાને બદલે શોષક કે ભક્ષુક બન્યો ત્યારે આ પરશુરામ આવતારનો ઉદય થયો.
વિષ્ણુપુરાણની કથાઓ પ્રમાણે અધર્મના માર્ગ પાર ચાલેલા ક્ષત્રિયોનો અહંકાર કરવા સ્વયં ભગવાન વિષ્ણુ એ પરશુરામનો અવતાર ધારણ કર્યો. પરશુરામના પિતા જમદગ્નિનો આશ્રમ ગુજરાતમાં નર્મદા કિનારે હતો. કામધેનુ ગાયના અપહરણ કરવાને કારણે કાર્તવીર્યનો વધ ભગવાન પરશુરામ કહે છે. આથી તેમના પુત્રોએ કપટ કરીને એક દિવસે આશ્રમમાં આવી સમાધિસ્થ જમ્દ્ગ્નિનું મસ્તક કાપીને લઈ ગયાં. આથી ક્રોધાવેશમાં આવેલાં પરશુરામે પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી. હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો. તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ મેળવ્યા તેથી તે સહસ્ત્રાર્જુન કહેવાયો અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વાર તે મૃગયા કરવા જંગલમાં ગયો ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડ્યો. જમદગ્નિ ઋષિએ તેની આગતા સ્વાગતા કરી ભોજન કરાવ્યું.
પરંતુ રાજાની નજર ઋષિની સર્વ સિદ્ધિદાયક કામધેનુ ગાય પર હતી તેથી તેને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી. તેના સૈનિકો કામધેનુ અને તેના વાછરડાને બળજબરીપૂર્વક માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યા. એટલામાં તપશ્ચર્યા કરી પરશુરામ આશ્રમમાં આવ્યાને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની હજાર ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું. સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો પણ ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં પાછી લાવ્યા અને પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને પરશુરામને કહ્યું કે જેનો રાજ્યાભિષેક થયો હોય તેનો વધ કરવો એ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે દોષરૂપ છે. તેઓએ પરશુરામને પ્રભુમાં મન લગાવી તીર્થસેવન કરવાની આજ્ઞા આપી. પરશુરામે એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી અને જ્યારે આશ્રમે પાછા ફર્યા ત્યારે કલ્પાંત કરતી માતા પાસેથી જાણ્યું કે સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાના વેરનો બદલો લેવા આશ્રમે આવ્યા હતા અને પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનું મસ્તક કાપીને લઈ ગયા
પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધનો બદલો લેવા તેમણે એકવીસ વખત પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી. માતા રેણુકાએ પતિના મૃત્યુના શોકમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન પરશુરામજી પોતાના પિતાના આજ્ઞાકારી પુત્ર હતા.
પરશુરામે હૈહવનો નાશ કરી પોતાના રાજ્યની સ્થાપના કરી. તેમણે શસ્ત્ર ઉગામી ક્ષત્રિયોને પ્રખર સૂધીના પાલનનો સંદેશો આપ્યો. દંડનીતિનો પ્રયોગ કરવો તે બ્રહ્મશક્તિના હાથમાં છે તો પ્રજાનું પાલન કરવું તે ક્ષત્રિયોનો ધર્મ છે. પરશુરામ વિપ્ર પણ છે અને વીર પણ છે. ક્ષમા વિપ્રાનું તેમજ વીરનું ભૂષણ છે. ત્યારબાદ પરશુરામે પોતાનું જીવનકાર્ય પૂર્ણ કરી કાર્તવીર્ય તેમજ અન્ય રાજાઓના સંહારનું પ્રાયશ્ચિત પણ કરેલ. પરશુરામ તપ કરવા મહેન્દ્રગિરિ પર્વત પર ચાલ્યા ગયા. પરશુરામના તેજને કારણે પિતા જમદગ્નિ અવકાશમાં સપ્તર્ષિમાં સ્થાન પામ્યા. ગુજરાતમાં નર્મદા કિનારે પરશુરામનું તપસ્યા સ્થળ પરશુરામ તીર્થ જાણીતું છે.
પરશુરામ અને ભીષ્મ
મહાભારતમાં જણાવ્યા મુજબ ભીષ્મ પિતામહ પરશુરામનાં જ શિષ્ય હતા. ભીષ્મ શ્રીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાના નાના ભાઈ વિચિત્રવીર્યં સાથે લગ્ન કરાવવા માટે હરણ કર્યું હતું ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે રાજા શાલ્વને પ્રેમ કરે છે ત્યારે ભીષ્મએ તેને છોડી દીધી પરંતુ શાલ્વએ અંબાનો અસ્વીકાર કર્યો. અંબાએ આ વાત પરશુરામને જણાવી તો તેમને ભીષ્મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. ભીષ્મએ લગ્ન કરવાની સ્પષ્ટના પાડી કેમ કે તેમને આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આથી પરશુરામ અને ભીષ્મ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ વિનાશકારી ન બને તે માટે પિતૃઓએ પરશુરામને અસ્ત્ર ન ચલાવવાનું કહ્યું. ત્યારે પરશુરામે વાત માની લીધી. આ રીતે યુદ્ધમાં કોઈની હાર કે જીત ન થઇ.
મહેન્દ્રગિરિ પૂર્વ ઘાટમાં છે. જે ઓરિસ્સાના મધ્ય ભાગ સુધી ફેલાયેલો છે. સિમલા પાસે ગિરી નદીના કિનારે રેણુકાતીર્થ છે ત્યાંના મંદિરમાં પરશુરામની પ્રાચીન મૂર્તિ છે તથા પરશુરામ તળાવ પણ છે. આમ ભારતમાં ઠેકઠેકાણે પરશુરામના મંદિરો તથા તીર્થક્ષેત્રો આવેલાં છે. પરશુરામનું જન્મ સ્થળ ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે.
એક વાર માતા રેણુકાથી કોઈ અપરાધ થઈ જતાં પિતા જમદગ્નિ અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે તમારી માતા રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. પરંતુ ચારમાંથી એકેય દીકરો માતૃઘાત કરવા તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયાં અને તેમના ક્રોધની આગમાં ચારેય દીકરા ભસ્મીભૂત થયા. માતા પ્રત્યે અપાર લાગણી હોવા છતાં પિતૃ આજ્ઞાને માન આપીને પરશુરામે દેવી રેણુકાનો વધ કર્યો.
પોતાની જન્મદાત્રી માતાનો માત્ર પિતૃ આજ્ઞાની પાલન ખાતર વધ કરનારા પરશુરામ અત્યંત દુ:ખી થયા ત્યારે જમદગ્નિ ઋષિ પરશુરામને કોઈ વરદાન માંગવા કહે છે, ત્યારે તેમણે વરદાન માગ્યું કે, “મારી માતા તથા ભાઈઓ પુનઃ જીવિત થઈ જાય તથા તેઓને મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે વાત સ્મૃતિમાં ન રહે.” આમ પિતા જમદગ્નિએ તથાસ્તુ કહી આર્શીવાદ આપ્યા અને પરશુરામજીની માતા રેણુકા અને ભાઈઓને પુનઃ જીવિત કર્યા જેથી કરીને માતૃહત્યા દોષ અને ભ્રાતૃહત્યા દોષમાંથી પરશુરામજી મુક્ત થઈ ગયા.
‘પરશુ’ એ પરાક્રમનું પ્રતીક છે, અને ‘રામ’ એ સત્ય સંતાનનું પ્રતીક છે. આ પ્રમાણે ‘પરશુરામ’ નો અર્થ પરાક્રમના કારક (કર્તા) અને સત્યને ધારણ કરનાર થાય. આથી તેમનામાં ભગવાન વિષ્ણુનું પ્રતિબિંબ જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ કરેલ વ્યાખ્યા મુજબ ‘પરશુ’માં ભગવાન શિવનો સમાવેશ થાય છે અને ‘રામ’ માં ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે. આથી પરશુરામ ભલે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય,પરંતુ વ્યવહારમાં તેમના સ્વરૂપમાં શિવ અને વિષ્ણુનો સમન્વય જોવા મળે છે. આથી પરશુરામને ‘શિવહરિ’ પણ કહી શકાય.
વિષ્ણુ પોષણના દેવ છે. આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર દેવ છે. આથી પરશુરામ એટલે પોષણ/રક્ષણનું ધારણ શસ્ત્રથી શક્તિ ધ્વનિત થાય છે. જયારે શાસ્ત્રથી શાંતિ પ્રતિબિંત થાય છે. શસ્ત્રાની શક્તિ એટલે સંહાર અને શાસ્ત્રની શાંતિ એટલે સંસ્કાર. આથી પરશુરામ વાસ્તવમાં પરશુનાં રૂપમાં શસ્ત્ર અને ‘રામ’નાં રૂપમાં શાસ્ત્રનાં પ્રતિક છે. એક વાક્યમાં એવું કહેવાય કે પરશુરામ એ શસ્ત્ર અને શાસ્ત્રનો એક સમન્વય છે, અને સંતુલન જેમનો સંદેશ છે.
ભગવાન શ્રી પરશુરામનો જન્મ અક્ષયતૃતીયનાં દિવસે હોવાથી તેમની શાસ્ત્રશક્તિ પણ અક્ષય છે, અને શાસ્ત્ર સંપદા પણ અનંત છે. વિશ્વકર્મા દ્વારા અભિમંત્રિત બે દિવ્ય ધનુશ્યોની પ્રત્યંચા પર ફક્ત પરશુરામ જ બાણ ચઢાવી શકતા હતા. આ તેમની અક્ષય શસ્ત્ર શક્તિનું પ્રતીક હતું. પિતા જમદગ્નિની આજ્ઞાનુસાર માતા રેણુકાનો તેમને વધ કર્યો અને શ્રેષ્ઠ પિતૃભક્તિનું ઉદાહરણ પૂરું પાડેલ. સ્વાભાવિક રીતે કોઈ પણ પુત્ર પિતાનાં આવાં આદેશનું પાલન ન કરે આથી આપણને પ્રશ્ન થાય કે પરશુરામે તેની માતાનો વધ કેમ કર્યો ? પરંતુ આગળ જેમ જણાવ્યું તેમ આનો ઉત્તર પરશુરામનાં પરશુમાં નહીં પણ રામમાં છે.
‘રામ’ એ સત્ય સનાતનનો પર્યાય છે. સત્યનો અર્થ છે. સદાય નૈતિક, સત્યનો અભિપ્રાય છે. દિવ્યતા સત્યનો ઉદેશ્ય છે સતત સાત્વિક સત્તા. પરશુરામ વાસ્તવમાં રામના રૂપમાં સત્વનું સસ્ક્તકરણ છે. આથી નૈતિક-યુક્તિ-હરણનું અવતરણ છે. પરશુરામે તેના તેજ,ઓજસ અને શોર્ય થકી કર્તવીર્ય સહસ્ત્રાર્જુનનો વધ કરીને અરાજકતા સમાપ્ત કરીને નૈતિકતા અને ન્યાયની પ્રસ્થાપના કરી હતી. આમ જોવા જઈએ તો પરશુરામનો ક્રોધ એ રચનાત્મક ક્રોધ છે. તેમના ક્રોધ વડે કોઈ જ ખંડનાત્મક પ્રવૃતિ નહોતી કરી. માં જેમ તેના સંતાનને સારા સંસ્કાર આપવા ક્રોધ કરીને ક્યારેક મારે છે. આમ છતાં તેનું સંતાન ફરી કરીને મા પાસેજ જાય છે. કેમ કે તે જાણે છે કે માનો ક્રોધ રચનાત્મ્ક ક્રોધ છે. તેને સારા સંસ્કાર આપવા માટેનો ક્રોધ છે. આમ પરશુરામે પણ અન્યાયનો સંહાર અને ન્યાયનું સર્જન કર્યું.
પરશુરામ યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર ઉપરાંત બીજા અને દિવ્ય અશ્ત્રોનું સંચાલન તેઓ બાપુળી કરી સકતા હતા. તેમને મહર્ષિ વિશ્વમિત્રએ ઋચિકના આશ્રમમાં ગ્રહણ કરેલ. તેમના કઠિન તાપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પનાં અંત સુધી આ ધરતી પર રહીને તપસ્યા કરવાનું વરદાન આપ્યું.
ભગવાન પરશુરામ ત્તપશ્વાત મહેન્દ્રગિરિ પર્વત પર તપસ્યા કરવા માટે જતાં રહે છે. આ કલ્પનાં અંત સુધી તે ત્યાંજ તાપ કરતા રહેશે. કેટલાક સમયપૂર્વે,પુરાતત્વ વિભાગને 90 કિલો વજનનું એક ધનુષ્ય માંડ્યું છે. આથી એવું મનાય છે કે આ ધનુષ્ય શાયદ ભગવાન પરશુરામનું જ છે.
પરશુરામ જયંતિ હિન્દુઓનો પ્રસિદ્ધ તહેવાર છે. તેની ખાસ કરીને બ્રાહ્મણો કે જે ભગવાન પરશુરામના વંશોંજો છે. તેની ઉજવણી ખુબ ધામ ધુમથી આખા ભારતવર્ષમાં કરે છે. આ દિવસે શોભયાત્રા, સત્સંગ વગેરે બ્રાહ્મણો દ્વારા ઉજ્જવવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલ પુણ્યનો પ્રભાવ પણ અક્ષય હોય છે. આ દિવસે ઠેકઠેકાણે ભગવાન પરશુરામની અર્ચના કરવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિતે સર્વે બ્રહ્મ બંધુઓને મારી શુભેચ્છા
ડો.મયંક ત્રિવેદી
લાઈબ્રેરીયન, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા