GallerySports સિંધુ બની સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયન January 23, 2022 પી.વી. સિંધુએ લખનઉમાં 23 જાન્યુઆરી, રવિવારે રમાઈ ગયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં ભારતની જ માલવિકા બંસોદને હરાવીને સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધા-2022 જીતી લીધી હતી. ઓલિમ્પિક્સમાં બે વખત મેડલ જીતનાર સિંધુએ ફાઈનલમાં માલવિકાને 21-13, 21-16થી પરાજય આપ્યો હતો. પુરુષોની ડબલ્સ હરીફાઈનું વિજેતાપદ મલેશિયાના માન વેઈ ચોંગ અને ટી કાઈ વૂનની જોડીએ જીત્યું હતું. ફાઈનલમાં એમણે ભારતના ક્રિષ્ના પ્રસાદ ગારગા અને વિષ્ણુવર્ધન ગૌડ પાંજલાને 21-18, 21-15થી પરાજય આપ્યો હતો. મહિલાઓની ડબલ્સનું વિજેતાપદ મલેશિયાની એન્ના ચીઓંગ ચીંગ યીક અને તિયો મેઈ શીંગે જીત્યું હતું. એમણે ફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને 21-12, 21-13થી પરાજય આપ્યો હતો.