અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં શેરોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ બજારનું સેન્ટિમેન્ટ બગાડવાનું કામ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી આશરે 1.5 ટકા તૂટીને બંધ થયા હતા. મિડકેપ ચાર ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 5.5 ટકા તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડનો ઘટાડો થયો હતો. નિફ્ટી 22,000ની નીચે બંધ થયો હતો.
અમેરિકામા ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દરમાં મામૂલી વધારો થયો હતો, જેથી રોકાણકારોને આશંકા છે કે મોંઘવારી દર વધવાને કારણે US ફેડ રિઝર્વ વ્યાજદરો ઘટાડવામાં વિલંબ થઈ શકે છે. આ સિવાય ED અને શેરબજારમાં પૈસા લગાવનારા કેટલાક હવાલા વેપારીઓથી જોડાયેલી કંપનીઓ અને સેબી તરફથી સ્મોલ અને મિડકેપ યોજનાઓને લઈને ચેતવણી ઉચ્ચારી હતી, જેણે સેન્ટિમેન્ટ ખરડ્યું હતું.
BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 906.07 પોઇન્ટ તૂટીને 72,761.89ના મથાળે બંધ થયો હતો, જેયારે NSEનો 50 શેરોનો ઇન્ડેક્સ 338 પોઇન્ટ તૂટીને 21,997.70ના સ્તરે બંધ થયો હતો.
PSUના માર્કેટ કેપમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો
સરકારી કંપનીઓમાં વેલ્યુએશન વધુ હોવાની ચિંતાની વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી PSU ઇન્ડેક્સ સાત ટકા ઘટીને બંધ થયો હતો. PSU કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
Sensex nifty crash