જીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો

ખુશ રહેવા માટે જીવનની એક-એક શ્રેષ્ઠ ધારણાને કર્મમાં લાવવી પડે છે. આ ચૂપચાપ મનુષ્યના સંકલ્પ રૂપી ખજાનામાં ઘુસે છે. તથા જેમ ફાવે તેમ લૂંટ મચાવે છે. પરિણામે મનુષ્ય જુએ છે કે તેની પાસે સુખ-શાંતિના બદલે ન ઈચ્છતા હોય તેવી દુ:ખ-અશાંતિ ઉત્પન્ન કરનાર બાબતો આવી ગઈ છે અને ખુશી ગુમ થઈ ગઈ છે. પરંતુ આ અંગે આપને એક વાત બતાવી દઈએ કે જેવી રીતે ખુશીના ખજાનાને લૂંટવાવાળા શત્રુ છે તેવી જ રીતે ખુશીના ખજાનાને ભરવા વાળા મિત્રો પણ છે. આ મિત્ર છે દૈવી ગુણ તથા આધ્યાત્મિક શક્તિઓ. માટે જ ખુશીને એક એવું અત્તર કહેવામાં આવે છે કે જે ગુણો રૂપી ફૂલોમાંથી નીકળેલ વિવિધ રસ રૂપી શ્રેષ્ઠ ભાવો ને મેળવીને તૈયાર કરવામાં આવે છે.

એકવાર એક નવાબ ઘરાનાનો યુવક આશ્રમમાં આવી ગયો. તે યુવકને આશ્રમમાં રહેવાની મંજૂરી મળી ગઈ. તેણે જોયું કે અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવા કાર્ય કરે છે. તેને કામ કરવાની ટેવ ન હતી પરંતુ નિમિત્ત બહેન (ટીચર)ના દર્શન કરીને ગયો તો પોતાની જાતે જ પ્રેરણાના આધારે તેણે પણ પોતાને અનુકૂળ સેવા માંગી લીધી. ટીચર બહેને તેને બીજા દિવસે મળવાનું કહ્યું. બીજા દિવસે તે ઉત્સુકતા સાથે ટીચર પાસે ગયો.

અનુભવી ટીચરે તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું ” હંમેશા ખુશ રહો. ” આમ જોઈએ તો આ બહુ જ નાનું કાર્ય લાગે છે પરંતુ ખુશ રહેવા માટે જીવનની એક એક શ્રેષ્ઠ ધારણાને મન-વચન-કર્મમાં લાવવી પડે છે. શ્રેષ્ઠ ધારણાઓ જેવી કે અપેક્ષાઓ થી બચો, અધિકાર તથા કર્તવ્ય નું બેલેન્સ રાખો, સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો, આનુમાન ન કરો, માફ કરવાની શક્તિ ને વધારો. ત્યાગ, તપસ્યા, સેવા ને મહત્વ આપો. પોતાની ભૂલ ને સ્વીકારો, જીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો.

જેવી રીતે ખુશ રહેવું જરૂરી છે તેવી જ રીતે બીજાને ખુશી આપવી પણ જરૂરી છે. પરંતુ ધ્યાન રહે કે મર્યાદા તથા ન્યાયની લક્ષ્મણ રેખાને ઓળંગીને જો બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો તો તે ખુશી અંતમાં દુઃખમાં બદલાઈ જશે. એક ઉંમર લાયક વ્યક્તિએ પોતાની નવી પરણીને આવેલ પુત્રવધુને ખુશ કરવાનું શરૂ કર્યું, એવી આશા સાથે કે મારી વૃદ્ધાવસ્થામાં તે મારી દરેક વાત માનશે. તેને ખુશ રાખવા માટે તે પુત્રવધુની યોગ્ય- અયોગ્ય તમામ ઈચ્છાઓ પૂરી કરતો રહ્યો. આના કારણે ઘરના બીજા સભ્યો રિસાઈ ગયા, કારણ કે તેમના અધિકારોને પણ છીનવી લેવામાં આવ્યા. ધીરે ધીરે તેઓ બધા તે વ્યક્તિને છોડીને બીજે જતા રહ્યા.

બધાએ મોં ફેરવી લીધા પછી વૃદ્ધાવસ્થાના કારણે ચીડિયો સ્વભાવ બનવાના કારણે તે વહુ પણ કંટાળવા લાગી. દરરોજ ઘરમાં ઝઘડા થવા માંડ્યા. તે વૃદ્ધ સહયોગ મેળવવાના બીજા દરવાજા તો પહેલેથી જ બંધ કરી ચૂકેલા હતો. વહુ વાળો દરવાજો પણ લગભગ બંધ થવાની અણી પર પહોંચી ગયો. પછી તો આશરા વગરની વ્યક્તિના જીવન જેવું તેનું જીવન બની ગયું. આમ એક પાસેથી છીનવી લઈને બીજાને ખુશ કરવાના પ્રયત્નમાં બંને સાથે મન મોટાવ થઈ જાય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)