મનુષ્યના દુઃખનું કારણ કર્મ સાથે જોડાયેલ રાગ-દ્વેષ છે. જે કર્મ રાગ-દ્વેષ વશ કરવામાં આવે છે તેનું ફળ થોડા સમય માટે મળે છે, છેલ્લે દુઃખ આપનાર હોય છે. મનુષ્ય આ ક્ષણિક સુખને મેળવવા તથા દુઃખને દૂર કરવા માટે ઘાણીના બળદની જેમ કર્મ સાથે જોડાઈ જાય છે. પરંતુ કર્મોમાં લાગેલ રાગ દ્વેષના કાંટાને ન સમજી શકવાના કારણે ફરી-ફરી દુઃખ પ્રાપ્ત કરે છે. આનાથી હેરાન થઈને ઘણીવાર તે કર્મને છોડીને સન્યાસી બની સંસારથી ભાગવાનું પણ મન બનાવી લે છે. પરંતુ સમજવાની વાત એ છે કે જે રીતે ભોજનમાં જો કાંકરા હોય તો તે આપણો સ્વાદ બગાડી નાખે છે. યોગ્ય તો તે છે કે કાંકરાને કાઢી નાખવામાં આવે, ન કે ભોજનને ફેંકી દેવામાં આવે અથવા ફરી કદી ભોજન ન કરવાનો સંકલ્પ કરવામાં આવે. તે જ પ્રકારે જો મોહ તથા નફરત રૂપી કાંકરાને કાઢી નાખવામાં આવે તો તે કર્મ શાંતિ તથા સુખ આપનાર બની રહે છેેેેેેેેે.
કર્મ કરવા છતાં પણ હલકા રહી શકાય છે. પોતે પણ સંતુષ્ટ તથા બીજાને પણ સંતુષ્ટ કરી શકાય છે. રાગ-દ્વેષ વગરનું કર્મ સંસારને સ્વર્ગ સમાન બનાવી શકે છે. રાગ-દ્વેષ વગરના કર્મનો આધાર છે સ્વયંના સત્ય સ્વરૂપની સ્મૃતિ તથા પરમપિતા પરમાત્માના સત્ય સ્વરૂપની સ્મૃતિ. જ્યારે કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય છે તો કર્મ શ્રેષ્ઠ બની જાય છે. ધર્મનો અર્થ છે શ્રેષ્ઠ ગુણોની ધારણા. કર્મની સાથે દયા, પ્રેમ, ત્યાગ, શાંતિ, અનાશક્તિ વગેરે જોડાયેલ હોવા જોઈએ. કર્મના સિદ્ધાંતને સમજવા માટે ઈશ્વરીય સદવિવેકની જરૂરિયાત છે.
“દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.” આ સિદ્ધાંત અનુસાર દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. કર્મ કરવાની પ્રક્રિયાને આપણે બીજ વાવવું એમ પણ કહી શકીએ છીએ. જેવી રીતે સ્વસ્થ બીજને જો જમીનમાં વાવવામાં આવે તો તે જરૂરથી ઉગે છે. તેવીજ રીતે કર્મરૂપી બીજ પણ અવશ્ય ફળ આપે છે, પરંતુ તે કેટલો સમય લેશે તે નક્કી નથી હોતું. જેવી રીતે ઘઉંના પાકને 120 દિવસ તથા કેરીના ઝાડ પર ફળ આવવામાં 6 વર્ષ લાગે છે. તેવી જ રીતે વટાણાના એક દાણા થી અનેક દાણા ઉગે છે, પરંતુ કોબીચના એક બીજ થી એક જ કોબીચ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ છોડ ખતમ થઈ જાય છે. તેવી જ રીતે કર્મરૂપી બીજ થી એક ઘણું કે સો ઘણા કે અનેક ઘણા ફળ પણ નીકળી શકે છે.
તમામ કર્મોનું ફળ તરત ન મળી શકવાના કારણે ઘણીવાર તે જ જન્મમાં નહીં તો કોઈપણ જન્મમાં મળી શકે છે. ઉદાહરણ રૂપે દરરોજ કરતા 500 કર્મો માંથી 480 એવા હોય છે કે જેનું ફળ રોજ મળી જાય છે. પરંતુ 20 કર્મો એવા હોય છે કે જે આપણા ખાતામાં સંચિત થઈ જાય છે આપણને એનું ફળ બે દિવસ, બે વર્ષ કે બે જન્મ બાદ પણ મળી શકે છે., કયા કર્મનો ફળ ક્યારે સામે આવશે તથા કેવી રીતે સામે આવશે તે આપણને ખબર નથી પડતી. આજે સામે આવ્યું છેએ કયા કર્મનું ફળ છે તે પણ ગુપ્ત રહે છે. પરંતુ એ પાકું છે કે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. એક જન્મમાં આપણે મન-વચન-કર્મથી એટલા બધા કર્મો કરીએ છીએ કે તેજ જન્મમાં તેનું ફળ મેળવવું શક્ય નથી હોતું. તેમાંથી સારા કર્મો સારા ખાતામાં અને ખરાબ કર્મ ખરાબ ખાતામાં જતા રહે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)