સાંભળવુંએ એક સમસ્યા બની રહી છે

આતંકનો અંત થવાનો જ છે. જે શરૂઆતમાં ન હતું તે સમાપ્ત થઈને જ રહેશે. સૃષ્ટિ નાટકના અંતની સેકન્ડો પોતાના ચિન્હો પ્રત્યક્ષ કરી રહી છે. આતંકનું કારણ માનવ મનની કમજોરી છે, ન કે બહાદુરી. પોતાની અંદર તોફાન મચાવવા વાળા કામ-ક્રોધના વિરુદ્ધ આતંક મચાવવો તો યોગ્ય છે. પરંતુ તેને પોતાની અંદર પ્યાર ભરી પાલના આપી વધારતા જવું અને બહારના જગતમાં પોતાના મનુષ્ય ભાઈઓ પ્રત્યે દુ:ખદાયક સંજોગો નિર્માણ કરવા ખૂબ- ખૂબ નુકસાનકારક છે.

જેવી રીતે જ્યાં સુધી કોઈ એક વ્યક્તિની અંદર પણ મેલેરિયાના જીવાણુ હોય તો મેલેરિયા નિવારણ અભિયાનની સફળતા શંકાના ઘેરામાં આવી જાય છે, કેવી રીતે જો કોઈ એક વ્યક્તિના મનમાં પણ વિકારોના આતંકનો અંશ હશે તો આતંક મુક્ત વિશ્વ નો સંકલ્પ સાકાર નહીં થઈ શકે. આ માટે દરેક મનુષ્યએ પોતાની અંદર તપાસ કરવી જોઈએ કે કયો વિકાર મારી અંદર આતંક મચાવી રહેલ છે? તથા તેને કઈ રીતે સમાપ્ત કરી શકાય? આશા છે કે આતંક મુક્ત વિશ્વની ઈચ્છા ધરાવતા આત્માઓ પોતાનું ચેકિંગ કરી તેના પરિણામોને પ્રભાવશાળી રૂપથી લાગુ કરશે.

એક માતાની તેના પુત્રને શિખામણ – સ્કૂલેથી સીધો ઘેર આવજે, કોઈ મિત્રને ઘેર જઈને સમય ન બગાડતો. જાદુગરનો ખેલ જોવા ન ઉભો રહેતો. પરીક્ષા નજીક આવી રહી છે સમય બચાવતા શીખો અને સ્કૂલમાં રમત-ગમત કરવાનું થોડો સમય બંધ રાખો. મમ્મીને તો હંમેશા ભાષણ આપવાની ટેવ છે. તેને તો સામાજિક-રાજકીય નેતા બનવું જોઇતું હતું. હું તો ભાસણ સાંભળી-સાંભળીને થાકી ગયો. બબડતો- બબડતો પુત્ર ઉઠ્યો અને સ્કૂલ તરફ ભાગ્યો.

કાર્યાલય ખુલતાજ અધિકારીએ પટાવાળાને કહ્યું કે તમે રોજ ફાઇલોને અહીં તહીં કરી દો છો, સફાઈ બરાબર કરતા નથી, હું બોલાવું છું ત્યારે સાંભળતા નથી, ઓફીસની બહારનું કામ આપું છું તો બજારમાં ફરીને પોતાના કામ કરીને પાછા આવો છો, આજકાલ રજાઓ બહુ જ લો છો.

પટાવાળો વિચારે છે કે સાહેબને શું થયું છે? શું શરાબ પીને આવે છે? આવીને તરત ભાષણ આપવાનું શરૂ કરી દે છે. મનમાંને મનમાં બબડતો પટાવાળો ઝાડુ ઉઠાવીને કાર્યાલયની બહાર જતો રહ્યો.

આમ સાંભળવુંએ એક સમસ્યા બની રહી છે. આ સમસ્યા ફક્ત વિદ્યાર્થી કે પટાવાળાની નથી પરંતુ આપણા માંથી ઘણા બધાની છે. આપણી મુખ્ય ફરિયાદ એ છે કે આપણે સાંભળીને થાકી ગયા છીએ, બોલીને નહીં. અહીં સૃષ્ટિ રૂપી રંગમંચ ઉપર બોલવામાં હીરો અને સાંભળવામાં ઝીરો પાત્ર જ દેખાઈ દે છે.

બીજી બાજુ સમાજમાં એક એવો વર્ગ પણ ઊભો થઈ રહ્યો છે કે જે કહે છે કે મારો કોઈ સાંભળતું નથી. ઉમર લાયક વ્યક્તિ કહે છે કે મારી ઘરની વ્યક્તિઓ મારી વાત નથી સાંભળતા, તેમના કર્મો મારા વિચારો સાથે મેળ નથી ખાતા. બાળકોની ફરિયાદ છે કે માતા- પિતા તેમની ઈચ્છા અમારા ઉપર નાખી દે છે, અમને અમારા વિચારો પ્રમાણે નથી ચાલવા દેતા. કર્મચારી એ બાબત થી પરેશાન છે કે અધિકારી તેમની વાત ઉપર ધ્યાન નથી આપતા, સમસ્યાઓ દૂર નથી કરતા અને કામ કરાવે છે મશીન સમજીને.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)