નવ્ય માનવક્રાન્તિના સાક્ષી બનવાની ક્ષણ

કપડા સીવનાર વત્સોને તેઓ કહેતા -કપડાની સિલાઈ કરતી વખતે ભવિષ્યમાં રાજાઇ પોશાકના અધિકારી બનવાનું કાર્ય પણ સાથે-સાથે કરતા રહેજો. આ રીતે તેઓ દરેક વાતોમાં અલૌકિતાનો સમાવેશ કરી પુરુષાર્થને સરળ બનાવી દેતા તથા સ્મૃતિ સ્વરૂપ રહેવાનું પણ શીખવાડી દેતા. પ્યારા બ્રહ્મા બાબાને અંતિમ જન્મમાં પણ ભક્તિમાં ભગવાન સાથે અનેરો પ્રેમ હતો. જ્ઞાનમાર્ગમાં ચાલતા સમયે આ સંસ્કાર તેમને ખૂબ મદદ કરતા હતા.

શિવબાબાની યાદમાં બેસતાજ તમના ચહેરા પર દિવ્યતા જવાઈ જતી હતી. બાબાએ સર્વ સંબંધોથી શિવબાબાને પોતાના દિલતક્ત ઉપર એવા બેસાડયા હતા. તેમના શ્વાસ, સંકલ્પ સર્વ શિવ અર્પણ જ હતું. પ્યારના ઉદાહરણ તો ઘણા સાંભળ્યા છે પરંતુ બ્રહ્માબાબા અને શિવબાબા આ અલૌકિક-અનોખા પ્રેમનું ઉદાહરણ ક્યાંય મળી નહીં શકે. તેમના આવા સ્મૃતિ સ્વરૂપ જીવનથી પ્રેરણા લઈને આજે આઠ લાખથી વધુ બ્રહ્માવત્સ આધ્યાત્મિક પુરુષાર્થ કરી રહ્યા છે. તથા તેમનું અનુકરણ કરી સંસારને સ્વર્ગ બનાવવાના કાર્યમાં તન-મન-ધનથી જોડાયેલા છે. આવા નષ્ટોમોહા- સ્મૃતિ સ્વરૂપ પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માને આપણે બધા બ્રહ્મા વત્સોના તેમની આશા પૂરી કરવાના દૃઢ સંકલ્પ સાથે ખૂબ ખૂબ પ્રણામ.

આ સંસારમાં સમય સમય પર અનેક ક્રાંતિઓ થતી આવી છે. ક્રાંતિ પાછળનું લક્ષ એ જ હોય છે કે તે દ્વારા વ્યાપક પરિવર્તન આવશે આને દુઃખી-આશાંત માનવને શાંતિ મળશે. પરંતુ તમામ ક્રાંતિઓનું પરિણામ સ્પષ્ટ રૂપે જોયા પછી અમે લક્ષ્યથી અલગ માન્યતા પર પહોંચ્યા છીએ. ઉદાહરણ માટે મજુરોના હીતોના રક્ષણ માટે લાલ ક્રાંતિ થઈ હતી, જેના પરિણામેં સામ્યવાદી પક્ષની રચના થઈ. તથા ઘણા સ્થળોએ સામ્યવાદી સરકાર રચાઇ. જેણે ધનવાન તથા મજુરોની વચ્ચેના ભેદ-ભાવની ખીણને પુરવાનું લક્ષ રાખેલ. આનું પરિણામ શું આવ્યું?

પહેલા તો વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. જેણે બધા દેશોને હથિયારો વસાવવા મજબૂર કર્યા. પરિણામે વારંવાર વિશ્વમાં યુદ્ધ થયા. સામ્યવાદી રશિયામાં પણ ખૂબ અરાજકતા ફેલાઈ અને તેના ભાગલા પડી ગયા. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને નવા નવા કારખાના સ્થાપન થવા માંડ્યા. નવી નવી શોધો ઝડપથી થઈ. બટન દબાવતા જ મનુષ્યને તમામ પ્રકારની સગવડો મળવા માંડી. પરંતુ આનું પરિણામ છેવટે શું આવ્યું? મનુષ્ય મશીન બની ગયા, તેણે ઘણા મૂલ્ય ગુમાવી દીધા. તેના જીવનમાં કુત્રિમતા અને સભ્યતામાં બનાવટી પન છવાઈ ગયું. તે મનુષ્યને મૂલ્ય વગરનો સમજી તેની સાથે જેવો તેવો વ્યવહાર કરવા લાગ્યો તથા વિનાશકારી સાધનો બનાવવા લાગ્યો.

આજે આપણે માનવ જીવનમાં આવેલ નવીન ક્રાંતિના સાક્ષી બનીને ઉભા છીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)