ઈશ્વરનું સામરાજ્ય તમારી અંદર જ છે

ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્રનું હાર્દ છે. સ્વ અને ઈશ્વર વચ્ચેનો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે. સમુદ્ર વગર મોંજા શક્ય છે?

તમે કોણ છો? તમે તમારા વિશે જાણો છો? પહેલાં તમે તમારા અંગે જાણો. જો તમે એમ માનતા હોવ કે –તમે માત્ર શરીર જ છો, તે સાચું નથી, કારણ કે-શરીરને પોતાની મર્યાદાઓ હોય છે. જો તમે એમ વિચારતા હોવ કે-તમે મન/મગજ છો, તો તે પણ શક્ય નથી. કારણ કે- મન/મગજને પણ પોતાની મર્યાદાઓ હોય છે. તે આપણા અસ્તિત્વનું બીજું પાસુ/સ્તર છે. જો તમે માનતા હોવ કે તમે મૌન છો અથવાતો અવકાશ તો તે શક્ય છે કે ઈશ્વર પણ અવકાશ છે.

જેમ તમારું/આપણું શરીર પ્રોટીન, એમીનો એસીડસ, અને કાર્બોહાઈડ્રાઈટથી બનેલું છે, તેમ તમારું મન/મગજ અને આત્મા પ્રેમના બનાવેલાં હોય છે. તમે પ્રેમના બનેલાં છો/તમે પ્રેમનો જ અંશ જ છો. પ્રત્યેક વ્યક્તિ પ્રેમથી ભરપુર હોય છે, અને પ્રેમ એ જતો ઈશ્વર છે. તેથી જ તમે ઈશ્વર માંથી જ બનેલાં છો!! તમે ઈશ્વરનો અંશ જ છો!! તમારા શરીરનો દરેક અણું પ્રેમનો બનેલો છે અને તેજ તો ઈશ્વર છે. એમ નહીં વિચારો કે ઈશ્વર કોઈ જગ્યાએ સ્વર્ગમાં બેઠો છે કે-તે અહીં-તહી છે.!!

ઈશ્વર એ કોઈ સફેદ દાઢી વાળી સ્વર્ગમાં બેઠેલી વ્યક્તિ નથી. ઈશ્વર એ પ્રેમ છે. તે અવકાશ છે. જયારે તમે ધ્યાનમાં હોવ, જયારે તમે શાંતિની અનુભુતી કરતાં હોવ, બધાજ સાથે આત્મીય હોવ ત્યારે તમે દિવ્ય શક્તિના સંપર્કમાં હોવ છો. તમે પ્રેમ વગર જીવી શકો? ઉપનિષદમાં કહ્યું છે કે- ખામ,ખામ (અવકાશ) બ્રહ્મ-,અવકાશ જ બ્રહ્મ/ઈશ્વર છે એમાં જ સર્વે સમાયેલું છે અંતે તેમાં જ સર્વે ઓગળી જવાનું છે/વિલીન થવાનું છે.

તમે કહેશો કે “મારે ઈશ્વર જોવો છે.” જો તમે ઈશ્વરને કોઈ ઓબ્જેક્ટ/વસ્તુ તરીકે જોવા માંગો તો તે દરેક જગ્યાએ નથી. તો તમે ઈશ્વર નથી. આ સ્વ/પોતાનાથી અલગ ઈશ્વરને જોવાની ઈચ્છા એજ ભ્રમ છે. ઈશ્વર એ કોઈ ઇન્દ્રિયાતીત નથી,પરંતુ લાગણીઓ/ભાવનાઓનો અહેસાસ છે. જેમ પ્રેમની હૃદયમાં અનુભુતી થાય છે તેમ ઈશ્વરને હૃદયમાં અનુભવી શકાય છે તેથી ઈશ્વર એ કોઈ અલગ પ્રદાર્થ નથી.

ઈશ્વર એ પૂર્ણતા/સમગ્રતાનો સરવાળો છે. જયારે તમે ઓગલીજાવ/વિલીન થઇ જાવ છો ત્યારે પણ ઈશ્વર તો છે જ. જયારે તમે હોવ ત્યારે ઈશ્વર દેખાતો નથી. કાંતો તમે હોવ અથવા ઈશ્વર હોઈ શકે. બન્ને નહી. તેથી જ જયારે તમે ધ્યાનમાં હોવ છો ત્યારે તમે ઈશ્વર સાથે એકાત્મ અનુભવો છો. તમે જ ઈશ્વર છો.

અવકાશ ત્રણ પ્રકાર ના હોય છે:

(1) ભુત આકાશ: તે અવકાશ કે જેમાં સમગ્ર બાહ્ય બ્રહ્માંડનું અસ્તિત્વ સમાયેલું છે.!!

(2) ચિત્ત આકાશ: તે અવકાશ જેમાં દુન્યવી છાપો,વિચારો અને સપનાઓ હોય છે. જે તમારા મન/મગજની અંદર છે.

(3) ચિદ આકાશ: ચેતનાનું અવકાશ જે સર્વત્ર ફેલાયેલું છે, જે સર્વ દિવ્યતાના સર્જનનો પાયો છે-જે આપણે બધાજ જાણીએ છીએ.

તમે ઈશ્વરને તમારી દ્રષ્ટિનું એક સાધન ના બનાવી શકો. જો તમે તેમ કરો તો તે ઈશ્વર રહેતો નથી. તમે ઈશ્વર ખુદ જ હોઈ શકો, પરંતુ તમે ઈશ્વરને તમને રસ્તો બતાવતી વસ્તુ તરીકે જોઈ ના શકો.

સમગ્ર અસ્તિત્વને પોતાનું મન/મગજ હોય છે. જેમકે તમે છો તમારે મગજ છે અને તેમાં બુદ્ધિ છે. જેને હિસાબે બધું જ વ્યવસ્થિત રહે છે. તેજ રીતે પ્રત્યેક ક્ષણ પર એક મહાન મગજની નજર છે. પ્રત્યેક ક્ષણને એ ખબર હોય છે કે–મારે અત્યારે શું કરવાનું છે. આ સર્જનમાં ઘણી બધી પ્રવૃતિઓ બનતી હોય છે. અત્યારે જ કેટલાક લોકો ઊંઘતા હશે, કેટલાક લોકો જગત હશે, પૂરા વિશ્વમાં એક યાતો બીજી પ્રવૃતિઓ થઇ રહી હોય છે. અત્યારે મન/મગજમાં પણ ઘણી બધી પ્રવૃતિઓ થઇ રહી હોય છે.!! આ મગજ કે જેને તમે આત્મા પણ કહી શકો અને તે તમે ખુદ પોતે જ છો.

આપણું મગજ કોન્ક્રીટ અને વચન બદ્ધ વસ્તુઓ જોવા એટલું બધું ટેવાયેલું છે કે-તે અમૂર્તને ઓળખી શકતું નથી. તેથી તેણે વચનોની જરૂર પાડે છે. જયારે તમે કોઈને પ્રેમ કરતાં હોવ, ત્યારે તમારે તેની પાસેથી વચન જોઈતું હોય છે કે-તે ખરેખર તમને પ્રેમ કરે છે.

જો તમે ઘરની અંદર હોવ તો બારણાનું બહુ મહત્વ હોતું નથી. તે ખુલ્લા હોય કે બંધ તેનાથી વધારે ફર્ક પડતો નથી. જયારે તમે રૂમની અંદર હોતા નથી ત્યારે તમારે બારણાની જરૂર હોય છે.

તમે જે જાણતા હોતા નથી તે માનવા તેયાર હોતા નથી. તમે કહેશો કે હું ઈશ્વરમાં માનતો નથી. તમે તેની તરફ આ દ્રષ્ટિકોણ થી પણ જોઈ શકો આપણા શરીરમાં ઘણા જ કોષો હોય છે અને તેને દરેકને પોતાની જિંદગી હોય છે. નવા કોષો ઉત્પન થાય છે અને જુનાનો નાશ થાય છે પરંતુ કોષોને તમારા અંગે જાણકારી હોતી નથી. તેમ છતાં તેઓ પર તમારી અસર હોય છે અને તે દરેક કોષ તમને અસર કરે છે. જો જિંંદગીને સમગ્રતામાં જીવવામાં આવે તો તે સ્વ માં શરું થાય છે અને સ્વ માં જ વિલીન થાય છે. પ્રેમ, આનંદ, સૌંદર્યએ સર્વે જીવનમાં ખૂબજ કિંમતી અને મૂલ્યવાન છે. અને તે મુલ્ય અર્થ તેમજ હેતુથી પર છે..

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)