તમારા આત્માની બારી

આપણે જીવન ચેતનાના ત્રણ સ્તરમાં જીવીએ છીએ. જાગૃત અવસ્થા, સ્વપ્નની અવસ્થા અને ઊંઘની અવસ્થા. જાગૃત અવસ્થાની સભાનતામાં આપણે દુનિયાનો (પાંચ) 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ. પછી તે દ્રષ્ટિ, સુગંધ, સ્પર્શ, શ્રવણ કે સ્વાદ હોય શકે. આપણે આ ઇન્દ્રિયો વડે પ્રગતિ અને આનંદ મેળવીએ છીએ.

દાખલા તરીકે આપણે જે કંઈ આનંદનો સ્ત્રોત હોય તેની જ શોધમાં હોઈએ છીએ, અને એવી વસ્તુ કે જે આપણને  દુ:ખી કરે તે ઇચ્છતા નથી. જો કોઈ પણ એક ઇન્દ્રિયના હોય તો ઇન્દ્રિયનું સમગ્ર પાસુ વિલીન થઇ જાય છે. ગુમાવી દઈએ છીએ. જે કોઈ સાંભળી શકતો નથી તે ધ્વનીનું સમગ્ર જગત ગુમાવી દે છે. તેજ રીતે જે જોઈ શકતા નથી તે આ બધીજ સુંદર જગ્યાઓ અને રંગોથી વંચિત રહી જાય છે. તેથી જ ઈન્દ્રિયો એ જે સેન્સ કરવાની વસ્તુ છે, તેનાં કરતાં વધારે અગત્યની અને મોટી છે.

દરેક ઇન્દ્રિયોને આનંદ મેળવવાની પોતાની માર્યાદિત ક્ષમતા હોય છે. અંતે કોઈ પણ વ્યક્તિ કેટલું જોઈ શકે સાંભળી શકે કે સ્પર્શી શકે? ગમે તેટલી સુંદર જગ્યા હોય તો પણ કોઈ તે કાયમ જોયાજ ના કરે. ઇન્દ્રિયો ટુંકા સમયના ગાળામાં કંટાળી જાતી હોય છે. આંખો બંધ થઇ જાય અને આપણે ફરી પોતાનામાં જવા ઈચ્છીએ છીએ કારણ કે આ દરેક અનુભવમાં શક્તિનો વપરાશ તો થતો જ હોય છે.

ઇન્દ્રિયો કરતાં “મન”નો ક્રમ આગળ છે. મન અનંત છે તેની ઈચ્છાઓનો પાર નથી. પરંતુ ઇન્દ્રિયોની આનંદ કરવાની ક્ષમતા માર્યાદિત હોય છે. સિસ્ટમમાં આ અસંતુલન તો રહેવાનું જ. લોભ વધારેને વધારે ભોગવી શકાય તેવી વસ્તુઓ ઈચ્છે છે. માણસ થોડી ઘણી ચોકલેટ ખાઈ શકે તેમ છતાં, તેની ઈચ્છા તો દુનિયાની બધી જ ચોકલેટ પામવાની હોય છે. માણસ પોતાના જીવન કાળ દરમ્યાન મર્યાદિત પેસા ખર્ચી શકે છે દુનિયાની બધી જ દોલત મેળવવા ઈચ્છે છે. આ લોભ છે. દુનિયામાં અત્યારે આમ જ ચાલે છે.

શરીરના દરેક કોષો અનંતતાનો હિસ્સો જ છે. જીવડાંઓ પણ ખાય છે, ઊંઘે છે અને જાગે છે અને રોજબરોજની ક્રિયાઓ કરે છે. તેઓની જેમ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. આપણે ઈશ્વરે આપેલી શક્તિઓનો ભરપુર ઉપયોગ કરાવો જોઈએ, આપણા પ્રત્યેક કોષોની અનંતતા ધારણ કરવાની શક્તિ અને તેના માટે આપણે યોગની નિયમિત પ્રેક્ટિસ કરવી જોઈએ. તેમાં દિવસની માત્ર થોડી મીનીટોનો જ સમય આપવો પડે છે. એકવાર તે રોજની દિનચર્યામાં જોડાઈ જાશે પછી તે બોજારૂપ કે અણગમતું કામ નહી રહે.

ધ્યાન એતો બીજ જેવું છે. જેમ બીજને સારી રીતે ઉછેરવામાં આવે તેમ તેનો વિકાસ સુંદર થાય છે. તેજ રીતે જેમ આપણે ધ્યાન વધારે કરીએ તેમ શરીર અને ચેતા તંત્ર સારું વિકસિત થાય છે. આપણા શરીરના ક્રિયા વિજ્ઞાનમાં ફેરફાર થાય છે અને શરીરનો પ્રત્યેક કોષમાં “પ્રાણ” પુરાય છે અને જેમ “શરીરમાં “પ્રાણ”નું સ્તર માત્ર વધે છે તેમ આપણે આનંદ તાજગી અનુભવીએ છીએ.

આપણી સિસ્ટમમાં પ્રાણાયમનું જોડાણ સહજ હોય છે. કેટલાક લોકો તેણે ચેતનાનું ઉચ્ચ સ્તર પણ કહે છે. હુતો તેને સામાન્ય સ્તર જ કહીશ કરણ કે આપનામાં તે સ્તરમાં રહેવાની ક્ષમતા સંપન્ન થયેલી છે. યોગ બે રીતે મદદ કરે છે. શરીરમાં આવતા તણાવને રોકે છે સાથે સાથે શરીરમાં પહેલે થી જ જમા થયેલ તાણથી પણ મુક્તિ આપે છે.

નિયમિત ધ્યાન સુખ અને પરિપૂર્ણતા તરફ લઇ જાય છે. સંવેદનશીલ ઇન્દ્રિયોની સંવેદના વધારે છે (તે દ્વારા જોવાના ઉપવાસના, ફીલીંગ ઈત્યાદીના અનુભવને તીવ્ર બનાવે) અને સાહજીકતા વધારે છે.

રોજીંદા જીવનમાં ધ્યાનના જોડાણને કારણે ચેતનાના પાંચમાં સ્તર જે કોસ્મિક ચેતના તરીકે ઓળખાય છે. કોસ્મિક  ચેતના સમગ્ર બ્રહ્માંડ પોતાની ચેતનાનો જ ભાગ હોય તેવો અનુભવ કરાવે છે. જયારે આપણે વિષને આપણો જ હિસ્સો ગણીએ ત્યારે આપણા અને વિશ્વ વચ્ચે પ્રેમનો મજબુત પ્રવાહ વહે છે. આ પ્રેમ આપણને વિરોધી શક્તિઓને સહન કરવાની અને આપણ જીવનમા આવતી અશાંતિને સહન કરવાની સમર્થતા આપે છે. ગુસ્સો અને નિરાશા એ ક્ષણિક લાગણીઓ છે જે ઉદભવે છે અને પછી જાતી રહે છે.

પરંતુ જો આપણે જતું કરવા અને પ્રત્યેક પળની સુંદરતા ઉજાગરની ચેતનાની ક્ષમતા પર આપણુ લક્ષ કેન્દ્રિત કરી શકીએ તો આપણુ ઉપરોક્ત બધી જ બાબતો થી રક્ષણ થાય છે. આપણા વિકાસ માટે પ્રત્યેક ક્ષણ સહાયક અને સત્યનો ઉદય થાય છે. આમ ચેતનાના ઉચ્ચતમ સ્તરને પામવા માટે કોઈ ખાસ આયોજન કરવાની જરૂર નથી. દરેકે માત્ર જતું કરવાનું જ શીખવાનું છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)