મુંબઈ: આ સપ્તાહની શરૂઆતમાં 73 વર્ષની વયે ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી સંગીતની દુનિયાએ એક રત્ન ગુમાવ્યું છે. શુક્રવારે, સુપ્રસિદ્ધ તબલાવાદક માટે સંગીતમય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સંગીતમય શ્રદ્ધાંજલિ હતી. મુંબઈના સન્મુખાનંદ હોલમાં શુક્રવારે ઝાકિર હુસૈનની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાર્થના સભામાં જાવેદ અખ્તર, શબાના આઝમી, સુરેશ વાડકર, આશિષ શેલાર, સોમા ઘોષ, સંગીત દિગ્દર્શક એહસાન અને લોય સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી.
(તમામ તસવીરો: દીપક ધૂરી)