પરીક્ષા રદ કરવાની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા પ્રશાંત કિશોર

પટનાઃ BPSCના વિદ્યાર્થીઓને સાથ આપવા માટે પ્રશાંત કિશોર આંદોલન પછી હવે તેઓ ગાંધી મેદાનના બાપુ સ્થળે તેમના સમર્થકોની સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે. તેમણે કહ્યું હતું કે પરીક્ષા 15,000 વિદ્યાર્થીઓની છે, જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, તેમની સંખ્યા 3.5 લાખથી વધુ છે.

લોકો જાણે છે અને સમજે છે કે અડદાથી વધુ સીટો પર ભ્રષ્ટાચારની ફરિયાદ છે. સીટો વેચાઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે, તેમને સીટ નહીં મળે. દરેક જિલ્લા અને ગામેગામમાં સમાચાર પ્રસર્સા છે કે એક-એક નોકરીના રૂ. 30 લાખથી રૂ. 1.5 કરોડ સુધી લેવામાં આવી રહ્યા છે. સરકારે આના પર કાંઈક બોલવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

પટનામાં ગર્દનીબાગ વિસ્તારમાં BPSCની પરીક્ષા ફરી વાર આયોજિત કરાવવા સહિતની પોતાની માગ સાથે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સરકારને પોતાની માગણીઓ પર વિચાર કરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. બુધવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગ પર ધ્યાન નહીં આપે તો રાજ્યના વિદ્યાર્થીઓ પોતાનો એક દિવસનો અભ્યાસ છોડીને ગાંધી મેદાન ખાતે એકત્ર થાય.

બીજી તરફ રાજ્યમાં લોક સેવા પંચ દ્વારા બાપુ પરીક્ષા કેન્દ્રની રદ્દ થયેલી પરીક્ષાની જાહેરાત કરતાં આજે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. પંચે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે પેપર લીકના કોઇ પુરાવા મળ્યા નથી. પેપર રદ કરવાની વિદ્યાર્થીઓની માંગ અયોગ્ય છે.