નવી દિલ્હીઃ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના સભ્ય રિઝવાન કાદરીએ દેશના પહેલાં PM જવાહરલાલ નેહરુ દ્વારા લખવામાં આવેલા પત્રોને રાહુલ ગાંધીને પરત કરવા માટે પત્ર લખીને આગ્રહ કર્યો છે. આ પત્રમાં તેમણે જવાહર લાલ નેહરુથી જોડાયેલા દસ્તાવેજોના 51 ડબ્બા પરત કરવા માટે આગ્રહ કર્યો છે. આ UPA સરકાર દરમ્યાન 2008માં સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.
PMML સોસાયટીએ ફેબ્રુઆરીમાં AGMમાં સોનિયા ગાંધીની પાસે રહેલા પત્રોના વિષય પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાનૂની સલાહ પણ લેવામાં આવશે. જોકે સભ્યોએ પહેલાં પણ અનેક વાર નેહરુના પત્રોના ગાયબ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પણ 2024ની AGMમાં એ પહેલી વાર અને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તત્કાલીન UPA અધ્યક્ષે દાન કરેલા પત્રોમાંથી 51 કાર્ટન લઈ લીધા હતા.
કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં AGM મિનિટ્સનો હવાલો આપતાં લખ્યું હતું કે PMMLના રેકોર્ડ અનુસાર માર્ચ, 2008માં MV રાજને નેહરુના દસ્તાવેજોથી ખાનગી પત્ર અને સરકારથી સંબંધિત કાગળિયાંને અલગ કરીને PMMLની મુલાકાત કરી હતી.