Home Blog Page 939

ભારત-પાકિસ્તાનના ટેન્શને KSE-100 ઇન્ડેક્સ 7000 પોઇન્ટ તૂટ્યો

કરાચીઃ  ભારતની જવાબી કાર્યવાહીના એક દિવસ પછી પાકિસ્તાનના શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. કરાચી સ્ટોક એક્સચેન્જ 7.2 ટકા અથવા (KSE-30 ઇન્ડેક્સ) 7000 પોઈન્ટથી તૂટી ગયો હતો. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનો પર હુમલાઓ કર્યા બાદ KSE-30 ઇન્ડેક્સમાં સાત ટકાથી વધુની ઘટાડા થતાં પાકિસ્તાનના શેરબજારનું ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પહેલાં KSE-100 ઇન્ડેક્સ પ બુધવારે ત્રણ ટકા ઘટ્યો હતો.

પાછલાં કેટલાંક સપ્તાહોથી પાકિસ્તાની શેર બજાર અને આર્થિક ઉથલપાથલ વચ્ચે પાકિસ્તાનની અર્થતંત્રની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જોકે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનની ભારતના શેરબજાર પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. સેન્સેક્સ અને નિફ્ટી આજે સપાટ વેપાર કરી રહ્યા છે અને ગઈ કાલે તેજી સાથે બંધ થયા હતા.

બપોરે એક વાગ્યાની આસપાસ KSE-100 સૂચકાંક પાંચ ટકા (લગભગ 60000 પોઈન્ટ)થી વધુ ઘટી ,104,087ની આસપાસ પહોંચી ગયો હતો. પાકિસ્તાન કાગડોળે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી ફંડિંગ સુવિધાના સંભવિત વિસ્તરણ અંગેના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પહેલાં પાકિસ્તાનના બજારમાં પહેલગામ હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી ફરીથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડતી જઈ રહી છે.

ગયા વર્ષે  પાકિસ્તાનના સ્ટોક માર્કેટે છેલ્લાં 22 વર્ષોમાં સૌથી વધુ રિટર્ન આપ્યું હતું અને સમગ્ર વિશ્વના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. એસેટ મેનેજમેન્ટ સાઇટ્સ જેવી કે BlackRock અને Eaton Vanc એ પાકિસ્તાનના ઇક્વિટી માર્કેટમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. બજારે ગયા વર્ષે શાનદાર 84 ટકા રિટર્ન આપ્યું હતું.

ભારતનો પાકિસ્તાન પર ડ્રોન એટેક, રાવલપિંડી સ્ટેડીયમ તબાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. આ પછી, પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા છે કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે 8 વાગ્યે પાકિસ્તાન સુપર લીગ મેચ રમવાની હતી, જેમાં પેશાવર અને કરાચીની ટીમો એકબીજા સામે ટકરાશે.

રાવલપિંડીના સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગની બાકીની મેચો કરાચી ખસેડવામાં આવી છે. બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કટોકટીની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. તેમાં PSL માં સામેલ ટીમોના માલિકો અને કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા. ફરી એકવાર ભારતીય સેનાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. આ અંતર્ગત ભારતે રાવલપિંડી સહિત પાકિસ્તાનના ઘણા મોટા શહેરો પર હુમલો કર્યો અને તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો.

બુધવારે અગાઉ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ છતાં, પાકિસ્તાન સુપર લીગ (PSL) તેના નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલશે. પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) એ પીએસએલ (પાકિસ્તાન સુપર લીગ) સંબંધિત સમગ્ર ઘટના અંગે નિવેદન આપ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વિદેશી ખેલાડીએ PSL છોડવાની માંગ કરી નથી. લીગમાં દરેક ટીમમાં 5-6 વિદેશી ખેલાડીઓ હોય છે. લીગના મીડિયા મેનેજરોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ આ સમયે કોઈ પણ ખેલાડીએ છોડવાની વાત કરી નથી.

પાણી વિવાદ હવે ચરમસીમાએઃ BBMBના ચેરમેનને બંધક બનાવાયા

ચંડીગઢ: પંજાબ અને હરિયાણા વચ્ચે પાણીયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)ના ચેરમેન મનોજ ત્રિપાઠીને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પોલીસની હાજરીમાં નંગલમાં બંધક બનાવી લીધા છે. આ ઘટનાને પગલે પંજાબના CM ભગવંત માન ચંડીગઢથી નંગલ ડેમ પર પહોંચ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને બીજી મેએ  પંજાબ સરકારને હરિયાણા માટે 4500 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પાંચ મેએ પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં સરકારે હરિયાણાને એક ટીપું વધારાનું પાણી પણ ન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. એ દરમ્યાન પંજાબ સરકારે હરિયાણાને વધારાનું પાણી આપવાનો પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો આદેશ પણ નકારી દીધો હતો.

નંગલ ડેમ પહેલી મેથી પંજાબ પોલીસના કબજામાં છે અને ડેમના કંટ્રોલ રૂમના તાળાની ચાવી પણ પંજાબ પોલીસના અધિકારીઓ પાસે છે. બુધવારની રાત્રે BBMBના એક ઉચ્ચ અધિકારીએ ડેમમાંથી જબરદસ્તીથી પાણી છોડવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

BBMBના ચેરમેન મનોજ ત્રિપાઠી ગુરુવાર બપોરે નંગલ ડેમ પર આવ્યા હતા, પરંતુ તેમને ડેમમાં જવા દેવામાં આવ્યા ન હતા. ત્યાર બાદમાં તેઓ સતલજ સદન પહોંચ્યા, જ્યાં પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેંસે પોતાના સમર્થકો સાથે મળી સનના મુખ્ય દરવાજા પર તાળું લગાવી દીધું હતું.

પંજાબ સરકારના કબજામાં આવેલા ભાખરા ડેમ અને લોહાંદ કંટ્રોલ રૂમના સંચાલન મુદ્દે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે પંજાબ સરકાર અથવા પંજાબ પોલીસ BBMBના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ગૃહ સચિવની અધ્યક્ષતામાં બીજી મેએ રોજ થયેલી બેઠકના નિર્ણયોને લાગુ કરવાના આદેશ આપ્યા છે, જેમાં હરિયાણાને 4500 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્ણય થયો હતો.

ભૂજ સહિત 15 જગ્યાઓ પર પાકિસ્તાનનો હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ

પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન નારાજ છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને પઠાણકોટ સહિત 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ હવામાં પાકિસ્તાની મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી. આ પછી, ભારતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના લાહોરમાં ડ્રોન દ્વારા હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન એર ડિફેન્સના HQ-9 એર ડિફેન્સ મિસાઇલ લોન્ચર્સને ભારે નુકસાન થયું છે.

7-8 મેની રાત્રે, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો. આ હુમલાઓને કાઉન્ટર યુએએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તટસ્થ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.

પાકિસ્તાનના હુમલાનો જવાબ આપતા, ભારતીય સેનાએ ગુરુવારે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે પાકિસ્તાન સાથે સામસામે રણનીતિ અપનાવી છે અને પાડોશી દેશે જે તીવ્રતાથી હુમલો કર્યો હતો તે જ તીવ્રતાથી તેનો બદલો લીધો છે. સેનાના આ હુમલામાં લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ નાશ પામી છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.

પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વિસ્તારોમાં પણ, પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપમારો રોકવા માટે ભારતે વળતો જવાબ આપવો પડ્યો છે. સરકારે કહ્યું કે ભારતીય સેના તણાવ ન વધારવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જો પાકિસ્તાન સેના તેનું સન્માન કરે.

 

રોહિત શર્મા ODI ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? બાળપણના કોચે કર્યો ખુલાસો

રોહિત શર્માએ 7 મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. રોહિત શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા પછી તરત જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લગભગ એક વર્ષ પછી રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. રોહિત હવે ફક્ત ODI ક્રિકેટ રમતો જોવા મળશે.

રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. જોકે, આ ટુર્નામેન્ટ પહેલા રોહિત અને કંપનીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નિરાશાનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં રોહિત બેટથી એટલો ખરાબ રીતે ફ્લોપ થયો કે તેને 5મી ટેસ્ટ મેચમાં પોતાને છોડી દેવો પડ્યો. આ પછી અટકળો શરૂ થઈ ગઈ કે હિટમેન શ્રેણી પછી તરત જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે. જોકે, BGT સમાપ્ત થયા પછી આવું કંઈ જોવા મળ્યું નહીં. પરંતુ હવે, ઇંગ્લેન્ડ પ્રવાસ શરૂ થવાના લગભગ 45 દિવસ પહેલા તેણે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

બાળપણના કોચ દ્વારા ખુલાસો

રોહિત શર્માના નિવૃત્તિ બાદ તેમના બાળપણના કોચ દિનેશ લાડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. દિનેશ લાડે રોહિત શર્માના આગામી મોટા લક્ષ્ય વિશે મોટો ખુલાસો કર્યો છે. લાડે પીટીઆઈ વીડિયોમાં જણાવ્યું હતું કે રોહિતનું લક્ષ્ય 2027નો ODI વર્લ્ડ કપ જીતવાનું અને પછી નિવૃત્તિ લેવાનું છે. લાડે કહ્યું કે અમારું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હતું, પરંતુ કમનસીબે અમે ક્વોલિફાય થઈ શક્યા નહીં. હવે 2027 માં વર્લ્ડ કપ છે. તે એમ પણ ઇચ્છે છે કે રોહિત 2027 માં વર્લ્ડ કપ જીતે અને પછી નિવૃત્તિ લે.

રોહિતે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લીધો

તેમણે કહ્યું કે રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ઉતાવળમાં લીધો ન હતો. ગયા વર્ષે યુએસએમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ પછી તે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માંગતો ન હતો, પરંતુ બાકીના બે ફોર્મેટ રમવાનો નિર્ણય તેનો હતો. તેણે કાળજીપૂર્વક વિચાર્યું હશે કે તેના માટે શું શ્રેષ્ઠ છે. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે શું તે આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની કેપ્ટનશીપ અંગે આત્મવિશ્વાસ ધરાવતો નથી, ત્યારે તેણે કહ્યું કે ટેસ્ટને અલવિદા કહેવાના નિર્ણયનો ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે કોઈ સંબંધ નથી. તેમનો વિચાર આગામી પેઢીને તકો આપવાનો રહેશે, જેમ તેમણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ કર્યુ હતું.

ઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઈભર્યા મિસાઈલ હુમલા કર્યા. આના જવાબમાં પાકિસ્તાને 7 મેની મોડી રાત્રે ભારતના 15 લશ્કરી સ્થળો, જેમાં ગુજરાતનું ભુજ, જમ્મુ, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, ચંદીગઢ, અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ ઈન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સની મદદથી આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી.

ભારતીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર માત્ર આતંકવાદી ઠેકાણાઓને ટાર્ગેટ કરવા માટે હતું, પાકિસ્તાનના લશ્કરી કે નાગરિક સ્થળો પર હુમલો કરાયો નથી. જો પાકિસ્તાન આવા હુમલા કરશે, તો ભારત આકરો જવાબ આપશે.” તેમણે ઉમેર્યું કે ઓપરેશનની તકનીકી વિગતો હાલ જાહેર નહીં કરાય.

પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરીમાં મોર્ટાર અને આર્ટિલરી ગોળીબાર કર્યો, જેમાં 15 નાગરિકોના મોત થયા અને 43થી વધુ ઘાયલ થયા. ભારતીય સેનાએ આનો પ્રતિકાર કરીને પાકિસ્તાનના અનેક લશ્કરી ઠેકાણાઓ નષ્ટ કર્યા. ભુજ સહિત 15 સ્થળોએથી કાટમાળ એકત્ર થયું, જે પાકિસ્તાનના હુમલાનો પુરાવો આપે છે. ભારતે પાકિસ્તાનને તણાવ ન વધારવા અપીલ કરી છે, પરંતુ સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે. રાજ્ય સરકારે ભુજ અને અન્ય સરહદી વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે કડક પગલાં લીધાં છે, જેમાં શેલ્ટર કેમ્પ્સની સ્થાપના પણ સામેલ છે.

ઓપરેશન સિંદૂર હેઠળ 100 આતંકવાદીને ઢેર કરાયાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ પાકિસ્તાન અને POKમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવીને ચોક્કસ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. હવે સરકાર તરફથી આ ઓપરેશનની સફળતા બાદ ગુરુવારે સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિપક્ષના અનેક મહત્ત્વના નેતાઓએ હાજરી આપી હતી.

આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી અને તે હાલ ચાલુ જ છે. તેમણે જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને તેથી ઓપરેશનની વધુ વિગતો હમણાં શેર કરી શકશે નહીં. તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત તેને આકરો જવાબ આપશે. આ ઓપરેશનની ટેક્નિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં. આ બેઠક દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રાફેલ વિમાન સંબંધિત મીડિયા રિપોર્ટ્સ પર સરકાર દ્વારા કોઈ નિવેદન ન આપવાને લઇને પણ ચર્ચા કરી.

આ બેઠકમાં સરકાર તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા. તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને દ્રવિડ મુન્નેત્ર કઝગમના ટી.આર. બાલુ પણ હાજર રહ્યા.

અન્ય વિપક્ષી નેતાઓમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, શિવસેના (UBT)ના સંજય રાઉત, NCP (શરદ પવાર જૂથ)નાં સુપ્રિયા સુલે, બીજેડીના સસ્મિત પાત્રા અને CPMના જોન બ્રિટાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત JD (યુ)ના સંજય ઝા, LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સર્વપક્ષી બેઠકમાં તમામ પક્ષોએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહીનાં વખાણ કર્યાં હતાં. તેમ જ આ ઓપરેશન સિંદૂરમાં તેમણે સરકારને સમર્થન આપ્યું હતું. આ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે  સંકટના સમયે અમે સરકારની સાથે છીએ.

ગુજરાતમાં પહલગામ હુમલા બાદ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક પગલાં લીધાં. આ હુમલાએ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા વધારી, જેના પગલે ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વ્યાપક ઓપરેશન હાથ ધર્યું. આ કાર્યવાહીમાં 6,500થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ, જેમાંથી 450 બાંગ્લાદેશી ગેરકાયદે રહેતા હોવાની પુષ્ટિ થઈ. રાજ્ય સરકારે આ ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાંથી અતિક્રમણ હટાવ્યું.

અમદાવાદમાં 890 અને સુરતમાં 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ, જેમાંથી અનુક્રમે 200 અને 90 વ્યક્તિઓ ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું. વડોદરામાં 1,700 શંકાસ્પદ લોકોની તપાસમાં 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા. આ ઓપરેશન 26 એપ્રિલ, 2025ની રાત્રે 3 વાગ્યે શરૂ થયું, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઇકોનોમિક ઓફેન્સિસ વિંગે સંયુક્ત રીતે કામગીરી કરી. ગૃહ રાજ્યમંત્ર “

આ ઘૂસણખોરોને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ગુપ્ત રીતે હાથ ધરાઈ. અમદાવાદ, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી પકડાયેલા આશરે 300 બાંગ્લાદેશીઓને બસોમાં એસ્કોર્ટ સાથે વડોદરા લઈ જવાયા, જ્યાંથી તેમને એરક્રાફ્ટ મારફતે બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા. ગુજરાત પોલીસે દસ્તાવેજો, પૂછપરછ અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરી. આ ઓપરેશનને રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણના હિતમાં જરૂરી ગણાવ્યું.

‘ઓપરેશન સિંદૂર’ આતંકવાદીઓ પર ભારતની સટિક કાર્યવાહીઃ રાય

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પાક કબજા હેઠળના કાશ્મીર (POK)માં ૬–૭ મેની રાત્રિએ નવ આતંકવાદી સ્થાનો પર ઓપરેશન સિંદૂર હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી ચોકસાઈપૂર્વક, વ્યૂહાત્મક અને ઉશ્કેરણી વગર હતી અને તેમાં નાગરિક કે લશ્કરી માળખાને હાનિ પહોંચાડ્યા વગર પાકિસ્તાનને મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો, એમ ભારતના ઈથિયોપિયામાં એમ્બેસેડર અને આફ્રિકન યુનિયનમાં કાયમી પ્રતિનિધિ અનિલ રાયે વિદેશી મિડિયા, થિન્ક ટેન્ક અને ભારતીય પ્રવાસી નેતાઓને સંબોધિત કરતું એક વિશેષ મિડિયા બ્રીફિંગ આપ્યું હતું.

તેમણે આ સેશનમાં ભારતનો હાલનો જિયોપોલિટિકલ ચિતાર, નોંધપાત્ર આર્થિક ગ્રોથ, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો અને અન્ય દેશો સાથે કૂટનીતિના પ્રયાસોનું એક વિશ્લેષણ પણ રજૂ કર્યું હતું.  તેમણે કહ્યું હતું કે IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક ૨૦૨૫ મુજબ ભારતે જાપાનને પછાડી વિશ્વની ચોથા સૌથી મોટા અર્થતંત્ર તરીકે સ્થાન મેળવ્યું છે અને આગામી વર્ષોમાં જર્મનીને પણ પછાડી ત્રીજા ક્રમે પહોંચવાને માર્ગે છે.

તેમણે કહ્યું હતું કે હાલમાં ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થયો છે. આ કરાર હેઠળ ૯૯ ટકા ભારતીય વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ મળશે, અને સર્વિસિસ, IT અને મોબિલિટી ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ તકો ઊભી થશે. આ એક વૈશ્વિક વેપારમાં ભારત માટે ઐતિહાસિક પગલું છે.

પાકિસ્તાનની સેના અને આતંકવાદી સાઠગાંઠનો તેમણે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને પહેલગામ હુમલામાં આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા TRF અંગે UNSCમાં નામ લેવાથી દૂર રહ્યું હતું. તેમણે UNSCમાં પાકિસ્તાનની પડદા પાછળની ચાલોનો ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આતંકવાદ ખતમ કરવાની વ્યૂહરચનામાં ભારત નેતૃત્વ લઈ શકે એમ છે. તેમણે આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોને UNSCની 1267 પ્રતિબંધિત સમિતિ અંતર્ગત ઉમેરવા માટે પાંચ પ્રસ્તાવ પણ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે  SAARC, SCO-RATS, BIMSTEC, BRICS  અને UN વચ્ચે મજબૂત સહકાર સાધીને આતંકવાદના સુરક્ષિત સ્થાનોને ખતમ કરવામાં આવે. તેમણે સેશનના અંતે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે એક મિનિટ મૌન પાળવાથી કરાવ્યો હતો.

શું આમિર ખાન ભગવાન શ્રી કૃષ્ણ બનશે? ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત વિશે કરી વાત

આમિર ખાને ઘણીવાર મહાભારત વિશે વાત કરી, જે તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આમિરનો આ પ્રોજેક્ટ ઘણા વર્ષોથી ચર્ચામાં છે. આ ફિલ્મ વિશે ઘણી વખત સમાચાર આવ્યા અને પછી તે શાંત થયા. સમયાંતરે આમિર ખાનના આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે ચર્ચાઓ થતી રહે છે અને હવે આમિર ખાને પોતે આ પ્રોજેક્ટ અંગે નવીનતમ અપડેટ આપી છે. આમિરે કહ્યું કે આ પ્રોજેક્ટ તેના હૃદયની ખૂબ નજીક છે અને આ સાથે તેણે મહાકાવ્યના પાત્ર વિશે પણ વાત કરી જે તેને સૌથી વધુ પ્રેરણા આપે છે. મહાભારત વિશે વાત કરતી વખતે આમિર ખાને હાવભાવમાં એક મોટો અપડેટ આપ્યો છે.

આમિર ખાને મહાભારત વિશે આ વાત કહી

આમિર ખાને તાજેતરમાં આ મહાકાવ્યના ફિલ્મ રૂપાંતરણ વિશે વાત કરી. ABP Live દ્વારા આયોજિત India@2047 સમિટમાં, તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ તેમના હૃદયની ખૂબ નજીક છે. તેમણે કહ્યું, “મહાભારત બનાવવાનું મારું સ્વપ્ન છે, પણ તે ખૂબ જ મુશ્કેલ સ્વપ્ન છે… જુઓ, મહાભારત તમને ક્યારેય નિરાશ નહીં કરે… પણ તમે મહાભારતને નિરાશ કરી શકો છો. તેથી જ હું આ બાબતે વધુ કહેવા માંગતો નથી, કારણ કે આ એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે.”

આપણે ટૂંક સમયમાં મહાભારત શરૂ કરીશું: આમિર

આમિર ખાન આગળ કહે છે,’મને આશા છે કે આ વર્ષે આપણે ચોક્કસપણે મહાભારત શરૂ કરીશું. હું શ્રી કૃષ્ણના પાત્રથી ખૂબ પ્રભાવિત છું. વ્યક્તિગત રીતે મને આ પાત્ર ખૂબ ગમે છે. હું તેમનાથી ખૂબ પ્રભાવિત છું. મહાભારત બનાવવાનું મારું સ્વપ્ન છે, પણ તે ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. હું મહાભારત બનાવું કે બીજું કોઈ, હું વ્યક્તિગત રીતે ઈચ્છું છું કે ભારતમાં સમયાંતરે આવી ફિલ્મો બનતી રહે, જેથી આપણે દુનિયાને બતાવી શકીએ કે આપણી પાસે શું છે.’

મહાભારત ઘણા ભાગોમાં બનશે

મહાભારતના કલાકારો વિશે વાત કરતાં, આમિર ખાને તાજેતરમાં હોલીવુડ રિપોર્ટર સાથે વાત કરી અને કહ્યું કે તે પાત્રો અનુસાર કલાકારોની પસંદગી કરશે. તેમણે કહ્યું, ‘અમે જોઈશું કે અમને કોને કઈ ભૂમિકા માટે યોગ્ય લાગે છે તેના આધારે આપણે કોને કાસ્ટ કરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ફિલ્મનું દિગ્દર્શન પોતે નહીં કરે કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ છે અને સમગ્ર વાર્તા કહેવા માટે ઘણી ફિલ્મોની જરૂર પડશે.મને નથી લાગતું કે તમે મહાભારતને એક ફિલ્મમાં કહી શકો, તેથી તે અનેક શ્રેણીઓમાં હશે. હું આને મોટા પાયે જોઈ રહ્યો છું. ધ્યાનમાં રાખીને કે આ એક બહુ-દિગ્દર્શક પ્રોજેક્ટ હોઈ શકે છે. હજુ કહેવું વહેલું છે, પરંતુ આપણને બહુવિધ દિગ્દર્શકોની જરૂર પડી શકે છે.’