Home Blog Page 2695

અભિષેક બચ્ચન ૨૦૨૪માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી નહીં લડે

મુંબઈ: ગઈ કાલથી ઈન્ટરનેટ પર એવા સમાચાર ફરી રહ્યા છે કે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અગાઉના અલાહાબાદ)માંથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવાનો છે.

પરંતુ સમાજવાદી પાર્ટીએ આજે સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે. આ સંદર્ભે પાર્ટી તરફથી કોઈ ભલામણ કરવામાં આવી નથી.

અભિષેકના માતા અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન હાલ સમાજવાદી પાર્ટીનાં રાજ્ય સભાનાં સદસ્ય છે. અભિષેકના પિતા અને પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૧૯૮૪માં અલાહાબાદમાંથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એમણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમવતીનંદન બહુગુણાને પરાજય આપ્યો હતો. હાલ હેમવતીનંદનના પુત્રી રીટા જોશી આ બેઠક પર ભાજપનાં સંસદસભ્ય છે.

ફરી ઉથલપાથલ થશે ? શરદ પવાર સાથે અજિત પવાર જૂથની બેઠક

શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે પ્રફુલ પટેલ, હસન મુશ્રીફ, છગન ભુજબલ, અદિતિ તટકરે, દિલીપ વાલસે પાટીલ અને અન્ય બળવાખોર નેતાઓ શરદ પવારને મળવા માટે રવિવારેના રોજ વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા હતા. આ બેઠક બાદ એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે અમે સરકારમાં નથી, કેટલાક લોકો બીજી તરફ ગયા છે અને તેમણે સરકારને સમર્થન આપ્યું છે, પરંતુ અમે સરકારને સમર્થન આપ્યું નથી. અમારા પક્ષમાં વિભાજન છે. શરદ પવારના નેતૃત્વમાં કામ કરી રહેલા આપણે બધા શિવસેના અને કોંગ્રેસ સાથે વિધાનસભામાં બેસીશું.

જો બળવાખોરો પાછા આવશે તો ખુશ થશે

શરદ પવાર જૂથના જયંત પાટીલે વધુમાં કહ્યું કે જો આ તમામ મંત્રીઓ અમારી પાર્ટીમાં પાછા આવે છે, તો મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ તરીકે મને તેનાથી ખૂબ આનંદ થશે. અજિત પવારની આગેવાની હેઠળના જૂથ અને શરદ પવાર વચ્ચે તેમના કાકા સામે બળવો કરીને અને 2 જુલાઈએ એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી આ પ્રથમ બેઠક હતી.

અજિત પવાર જૂથે શું કહ્યું?

આ બેઠક બાદ અજિત પવાર કેમ્પના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે આજે અમે બધા અમારા નેતા શરદ પવારને મળવા આવ્યા હતા. અમે મળવા માટે કોઈ સમય માંગ્યો નથી. અમે શરદ પવારના આશીર્વાદ લેવા આવ્યા હતા. અમે તેમને કહ્યું કે અમારી ઈચ્છા છે કે પાર્ટી સાથે રહે અને મક્કમતાથી કામ કરે. જો કે શરદ પવારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની મુલાકાત પર કહ્યું કે શરદ પવાર વર્ષોથી તેમના નેતા હતા, તેથી તેઓ તેમને મળવા ગયા જ હશે, તેમાં કોઈ મોટી વાત નથી. અજિત પવાર શુક્રવારે તેમની પત્ની પ્રતિભા પવારને મળવા શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક ગયા હતા. પ્રતિભા પવારે હાથની સર્જરી કરાવી છે. તેના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે ગયા હતા.

મલાડના દરિયામાં પાંચ છોકરા ડૂબ્યા: બેને બચાવી લેવાયા, ત્રણ લાપતા

મુંબઈ: અહીં મલાડ (વેસ્ટ)માં આજે સવારે બનેલા એક દુઃખદ બનાવમાં, ૧૨-૧૬ વર્ષની વચ્ચેની ઉંમરના પાંચ છોકરા માર્વે ખાડીમાં ડૂબી ગયા હતા.

આની જાણ કરાતા કેટલાક સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા. તેઓ બે છોકરાઓને બચાવવામાં સફળ રહ્યા છે. અન્ય ત્રણ છોકરાની શોધ બપોરે પણ ચાલુ હતી.

બચાવી લેવાયેલા છોકરાઓનું નામ છે: કૃષ્ણ જિતેન્દ્ર હરિજન (૧૬ વર્ષ) અને અંકુશ ભરત શિવાળે (૧૩ વર્ષ). લાપતા છોકરાઓના નામ છે: શુભમ રાજકુમાર જયસ્વાલ (૧૨), નિખિલ સાજી કાયામપૂર (૧૩) અને અજય જિતેન્દ્ર હરિજન (૧૨).

જાહેરખબરો મળતી ન હોવાથી ટ્વિટર કેશ ગુમાવે છે: મસ્કની મુશ્કેલી

ન્યૂયોર્ક: ઈલોન મસ્કનું કહેવું છે કે જાહેરખબરોનું પ્રમાણ અડધું થઇ જતાં ટ્વિટર કંપની રોકડ ગુમાવી રહી છે.

મસ્કે ટ્વીટ કરીને કહ્યું છે કે, અમારે ત્યાં કેશ ફ્લો હજી પણ નેગેટિવ છે. આનું કારણ એ છે કે જાહેરખબરોનું પ્રમાણ ૫૦ ટકા ઘટી ગયું છે અને કંપનીને માથે મોટા દેવાનો બોજો છે. કેશ ફ્લો પોઝિટિવ થવાની જરૂર છે. એ પછી અમે લક્ઝરીની સ્થિતિમાં આવીશું.

વાહ ભાઈ વાહ! – ૧૬ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૬ જૂલાઈ, ૨૦૨૩

૧૬ જૂલાઈ, ૨૦૨૩

૧૬ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 16/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે, તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 16/07/2023

લોકસભા ચૂંટણી 2024: NDAની તાકાત સતત વધી રહી છે, હવે દક્ષિણમાં મજબૂત બનશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 18 જુલાઈએ NDAની બેઠક યોજાવાની છે. અમરાવતી (એપી) જનસેનાના વડા પવન કલ્યાણ પણ એનડીએની બેઠકમાં ભાગ લેશે. તેમને દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. પવન કલ્યાણ અને તેમની પાર્ટી જનસેનાની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સંયુક્ત આંધ્ર પ્રદેશ વિધાનસભાના સ્પીકર નડેન્દલા મનોહર બેઠકમાં ભાગ લેવા માટે આ મહિનાની 17મી તારીખે સાંજે દિલ્હી પહોંચશે. જેમાં એનડીએમાં ભાગ લેનાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવશે.

18 જુલાઈના રોજ બે મહત્વપૂર્ણ બેઠકો

થોડા દિવસો પહેલા જ પાર્ટીને ભાજપના ટોચના નેતૃત્વ તરફથી આ આમંત્રણ મળ્યું હતું. ખાસ વાત એ છે કે જનસેના અને પૂર્વ એનડીએ સહયોગી ટીડીપી વચ્ચે આંધ્રપ્રદેશમાં ગઠબંધન માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. 18મી જુલાઈએ રાષ્ટ્રીય સ્તરે બે મહત્વની બેઠક યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો બંને પર નજર રાખશે. 18 જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં NDAની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. બીજી બાજુ, તે જ દિવસે બેંગલુરુમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં 24 રાજકીય પક્ષો ભાગ લઈ શકે છે.

ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ સામેલ થશે

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની આવામ મોરચા (હમ)ના વડા જીતન રામ માંઝીને એનડીએની બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ પટનામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા. ત્યારથી એનડીએની બેઠકમાં તેમની ભાગીદારી અંગેની ચર્ચાઓ તેજ હતી. બેઠક બાદ ચિરાગે કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનની વાત ઘણા સમયથી ચાલી રહી છે. હવે વધુ એક કે બે રાઉન્ડની વાતચીત થવાની છે.

વિપક્ષી એકતાને મોટો ફટકો! CM મમતા બેનર્જી બેંગલુરુમાં ડિનરમાં નહીં રહે ઉપસ્થિત

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી 17 જુલાઈના રોજ વિપક્ષના ડિનરમાં હાજરી આપશે નહીં કારણ કે તેમને સર્જરી પછીના ‘પ્રોટોકોલ’નું પાલન કરવું પડશે, પરંતુ 18 જુલાઈના રોજ વિરોધ પક્ષોની દિવસભરની બેઠકમાં હાજરી આપશે. બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી.

બેનર્જીએ ગુરુવારે (13 જુલાઈ) કોલકાતાની સરકારી SSKM હોસ્પિટલમાં તેમના ડાબા ઘૂંટણની માઇક્રોસર્જરી કરાવી છે. 27 જૂને, ઉત્તર બંગાળના સેવોક એરબેઝ પર હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટીએમસીના વડાને તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.

TMCએ શું કહ્યું?

ટીએમસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તેમના ડોકટરોએ તેમને મુસાફરી કરવાની અને વિપક્ષની બેઠકમાં હાજરી આપવાની પરવાનગી આપી છે, પરંતુ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.” તેથી તે રાત્રિભોજનમાં ભાગ લેશે નહીં, પરંતુ 18 જુલાઈએ દિવસભરની બેઠકમાં હાજરી આપશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17 જુલાઈએ બેંગલુરુમાં વિરોધ પક્ષો માટે ડિનરનું આયોજન કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ’બ્રાયન બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની સાથે રહેશે અને તેમના પ્રતિનિધિ તરીકે રાત્રિભોજનમાં હાજરી આપે તેવી શક્યતા છે. તેમના ડૉક્ટરની સલાહ મુજબ, બેનર્જી કોન્ફરન્સ પછી તરત જ કોલકાતા પરત ફરશે. પશ્ચિમ બંગાળમાં હિંસાગ્રસ્ત પંચાયત ચૂંટણી પછી આ પ્રથમ વખત છે, ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ટોચના નેતાઓ એક સાથે બેસશે.

કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 18 જુલાઈ (સોમવાર)ના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજી બેઠકમાં હાજરી આપશે. આ બેઠક માટે આમ આદમી પાર્ટી (AAP) સહિત 24 વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે.