Home Blog Page 2146

BSP એકલી લોકસભા ચૂંટણી લડશે, ગઠબંધન નહીં કરેઃ માયાવતી

લખનૌઃ  BSP સુપ્રીમો માયાવતીનો 68મો જન્મદિવસ છે. BSP માયાવતીના જન્મદિવસને લોક કલ્યાણ દિવસ તરીકે Tજવી રહી છે. BSPએ લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે. BSP અધ્યક્ષ માયાવતીનું કેહવું છે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવાથી તેમને ચૂંટણીમાં નુકસાન થશે. એટલે તેમણે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  એ અનુભવને આધારે અમે સામાન્ય ચૂંટણીમાં પણ એકલે હાથે લડીશું. અમે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ.

તેમણે કહ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશમાં એકલ હાથે ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. અમારી પાર્ટી ગઠબંધન એકલે હાથે ચૂંટણી લડવા માગીએ છીએ, કેમ કે અમે ગઠબંધન કરીએ તો અમારા મતો વહેંચાઈ જાય છે, પણ અમારી પાર્ટીને અન્ય મતો નથી મળતા. 90ના દાયકામાં ગઠબંધન થકી SP અને કોંગ્રેસને લાભ થયો હતો.

EVMમાં ગરબડીને મુદ્દે તેમણે કહ્યું હતું કે EVMમાં ઘણી ગરબડ થઈ રહી છે. એટલે BSPને નુકસાન થઈ રહ્યું છે. અમને અપેક્ષા છે કે EVM પર પ્રતિબંધ લાગશે.

આ પહેલાં કોંગ્રેસ પાર્ટી માયાવતીને પણ ભારત ગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. SP પ્રમુખ અખિલેશ યાદવે પણ માયાવતીને મહાગઠબંધનમાં સામેલ કરવા અંગે નિવેદન આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ માયાવતી સાથે વાતચીત કરી રહી છે. જોકે, અખિલેશ યાદવ ભારત ગઠબંધનમાં બસપાના પ્રવેશને લઈને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.

માયાવતીના જન્મદિવસને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે અને BSP ઓફિસની બહાર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. માયાવતી પોતાના જન્મદિવસના અવસર પર BSPની મોબાઈલ એપ પણ લોન્ચ કરે એવી શક્યતા છે.

 

 

 

 

 

કોરાનાના 272 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 272 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,030 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. હવે ઉત્તર પ્રદેશમાં આ નવા વેરિયેન્ટના નવા કેસ મળ્યા છે અને દેશમાં આ વેરિયેન્ટના 1000થી વધુ કેસ થયા છે.   કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 1000થી દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 214 કેસો નોંધાયા છે અને આંધ્ર પ્રદેશમાં 189 કેસ નોંધાયા છે.  આ સાથે કેરળમાં 154, ગોવામાં 90, ગુજરાતમાં 76, મહારાષ્ટ્રમાં 170, તામિલનાડુમાં 88, ઉત્તર પ્રદેશમાં સાત અને રાજસ્થાનમાં 32, દિલ્હીમાં 16 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે. આ આ નવા વેરિયેન્ટના કુલ 1104 કેસો નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,415 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,85,626 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 357 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2990 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,83,025 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 46 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

અયોધ્યા વિશેેષ: ભાગવત કે રામ, કણ કણ મે રામ…

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આજથી ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————–

ભાગવત કે રામ…  ભાગ્યે જ આવો શબ્દોનો સંગમ ક્યાંય જોયો કે સાંભળ્યો હશે. શ્રીમદ્ ભાગવતની સાથે અહીં શ્રીરામને ખૂબ ભાવથી જોડવામાં આવ્યા છે. બે અવસરને એક કરવાનો સુંદર પ્રયોગ કરવામાં આવ્યો છે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયગાળામાં જ રાજકોટમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવતકથાનું આયોજન થયું છે. આયોજનને રામમય બનાવવા આ કથાને ખાસ ભાગવત કે રામ… એવું નામ આપવામાં આવ્યું છે. રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારી ભાગવતકથાને આવું વિશિષ્ટ નામ ખુદ કથાકાર રમેશભાઈ ઓઝાએ આપ્યું છે.

કથાના આયોજક અને રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા ચિત્રલેખા.કોમ ને જણાવે છે: ‘કથાસ્થળને અયોધ્યા નગરી  નામ આપવામાં આવ્યું છે. કથાના આમંત્રણકાર્ડમાં પણ અયોધ્યાના નૂતન રામમંદિરની પ્રતિકૃતિ સાથેની ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જ્યારે ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે એનું જીવંત પ્રસારણ કથાસ્થળેથી કરવામાં આવશે.’

વધુમાં ઉમેરે છે કે હું તો આ કથાના આયોજન માટે નિમિત્ત માત્ર છું. આ કથા રાજકોટના તમામ 18 વર્ણની છે. અયોધ્યામાં મૂર્તિપ્રતિષ્ઠાની સાથે જ રાજકોટમાં ભાઈશ્રીએ અમને કથા આપી એથી સોનામાં સુગંધ ભળે એવો સંયોગ ઊભો થયો છે. હજારો-લાખો લોકો રાજકોટ રહીને કથાના માધ્યમથી અયોધ્યાનો આનંદ માણી શકે એવો અમારો પ્રયાસ છે.

રાજકોટની આ ભાગવતકથાની તૈયારીને લઈને જુદા જુદા સમાજના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી રહી છે, એમાં પણ અયોધ્યાનો મુદ્દો ચર્ચામાં રહે છે. અયોધ્યાના ઉત્સવને આ કથાના આયોજન સાથે જોડવા અનેક કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો આ કથામાં આવશે એવું અનુમાન છે એટલે એક લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરના ચારથી સાંજના સાત સુધીનો રાખવામાં આવ્યો છે અને સવારના સમયે કથાસ્થળે સરકારની આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ  જેવી યોજનાનો લાભ આપવા ખાસ કૅમ્પ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, કથાની જે આવક થશે એ આરોગ્યસેવાના બે પ્રકલ્પ માટે આપવામાં આવશે. બાળકોમાં થતા ડાયાબિટીસની સારવાર માટે કામ કરતી સંસ્થા રાજકોટના જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન  અને પંચનાથ હૉસ્પિટલને કથાની આવકમાંથી દાન આપવામાં આવશે.

– દેવેન્દ્ર જાની (રાજકોટ)


સુરતના વલથાણ પુણાગામ કૅનાલ રોડ ખાતે કૉર્પોરેટ ગિફ્ટ નામે વ્યવસાય કરતા સંદીપ ગોંડલિયા અને રાજેશ શેખડા અયોધ્યા મંદિરની આબેહૂબ કાષ્ઠ પ્રતિકૃતિ બનાવી રહ્યા છે. એ જણાવે છે કે અમે છેલ્લાં 12 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઈન તૈયાર થઈ અને એની થ્રી-ડી ઈમેજ સામે આવી ત્યારથી અમે આવું મંદિર બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. લેઝર કટિંગ દ્વારા લાકડાના વિવિધ ડિઝાઈનના 500 જેટલા પીસ તૈયાર કરી એને જોડીને આ કાષ્ઠમંદિર બને છે. રામમંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, હનુમાનજીની મૂર્તિ, ત્રણેય દિશાનાં દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ છે.

રામમંદિરની આ પ્રતિકૃતિ 5 અગલ અગલ સાઈઝમાં બને છે. સૌથી નાની સાઈઝ છ ઈંચ અને સૌથી મોટી 42 ઈંચ છે. 650 થી 32,000 રૂપિયા સુધીની કિંમતનાં આ મંદિરની બનાવટમાં વર્ષો સુધી ટકી રહે એવું મલેશિયાનું એમડીએફ પ્લાઈવૂડ વાપરવામાં આવ્યું છે.

સંદીપભાઈ ચિત્રલેખા.કોમ ને જણાવે છે કે લેઝર દ્વારા તૈયાર થયેલા મંદિરના અલગ અલગ 500 પાર્ટ્સને જોડવાનું કામ 30 જેટલી મહિલા કર્મચારી દ્વારા થઈ રહ્યું છે. એક દિવસમાં 200 જેટલાં મંદિર બને છે, આમ છતાં માગ એટલી છે કે ગ્રાહકોને બીજા દિવસનો વાયદો કરવો પડે છે. છેલ્લા 6 મહિનામાં આવાં 6 હજારથી વધુ મંદિર આસ્થાળુઓનાં ઘર-ઑફિસની શોભા બની ચૂક્યાં છે.

રાજેશભાઈ ચિત્રલેખા.કોમ ને જણાવે છે કે આ મંદિરના વેચાણમાંથી થનારી આવકનો એક હિસ્સો જરૂરતમંદ લોકો માટે વાપરવામાં આવે છે.

અહેવાલ: અરવિંદ ગોંડલિયા (સુરત)

તસવીરો: ધર્મેશ જોશી

સુવિચાર – ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪

૧૫ જાન્યુઆરી, ૨૦૨૪

૧૫ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 15/01/2024 થી 21/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.


સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 15/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

પંચાંગ 15/01/2024

IND vs AFG : ભારતે બીજી ટી-20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

ભારતીય ટીમે ઈન્દોર T20 મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. ભારતને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની શાનદાર ઇનિંગ્સના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 ટી20 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની તોફાની ઇનિંગ્સ

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 34 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. આ યુવા ઓપનરે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શિવમ દુબેએ 32 બોલમાં સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીએ 16 બોલમાં 29 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. જો કે આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા શૂન્ય પર રહ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાન તરફથી કરીમ જન્નત સૌથી સફળ બોલર રહ્યો હતો. કરીમ જન્નતે ટીમ ઈન્ડિયાના 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ સિવાય ફઝુલ્લા ફારૂકી અને નવીન ઉલ હકને 1-1 સફળતા મળી છે.

આ મેચની સ્થિતિ હતી

આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઓલરાઉન્ડર ગુલબદ્દીન નાયબે 35 બોલમાં સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 32 રન આપીને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 સફળતા મળી છે. શિવમ દુબેએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારત જોડો ન્યાય યાત્રાના મંચ પર આવતા જ રાહુલ ગાંધીએ માંગી માફી, જાણો કેમ ?

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે મણિપુરના થોબલથી શરૂ થઈ. આ યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેણે પહેલા ત્યાં મંચ પર હાજર લોકોની માફી માંગી. લોકો તરફ ઈશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું, દિલ્હીમાં ધુમ્મસના કારણે અમારી ફ્લાઈટ મોડી પડી. અમને ખબર છે કે તમે લોકો સવારથી અમારી રાહ જોઈ રહ્યા છો. તમે લોકો પરેશાન થઈ ગયા, તેથી હું તમારી માફી માંગુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મણિપુરમાં ભાઈઓ, બહેનો, માતા-પિતાની હત્યા કરવામાં આવી, પરંતુ આજ સુધી પીએમ મોદી તમારા આંસુ લૂછવા નથી આવ્યા. આ શરમની વાત છે. અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલ્યા, અમે ભારતને એક કરવાની, નફરતને નાબૂદ કરવાની વાત કરી. લાખો લોકો સાથે વાત કરી અને તેમનું દર્દ સાંભળ્યું.

અમે મણિપુરનું દર્દ સમજીએ છીએ- રાહુલ ગાંધી

ભાજપ પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર ભાજપ અને આરએસએસ માટે ભારતનો ભાગ નથી. તેમણે કહ્યું, અમે મણિપુરના લોકોનું દર્દ સમજીએ છીએ. અમે તમને વચન આપીએ છીએ કે અમે આ રાજ્યમાં શાંતિ લાવીશું. ભારત જોડો યાત્રા અમે સવારે 6 વાગ્યે શરૂ થતી અને 7 વાગ્યે સમાપ્ત થતી. તમારી સાથે મળીને અમે સમગ્ર ભારતની સામે ભાઈચારાનું વિઝન રજૂ કરવાના છીએ.

મણિપુર પહેલા જેવું નથી

રાહુલ ગાંધીએ કહ્યું, હું 29 જૂન, 2023ના રોજ મણિપુર આવ્યો હતો અને તે મુલાકાત દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તે પહેલાં ક્યારેય જોયું કે સાંભળ્યું નહોતું. હું 2004થી રાજકારણમાં છું. આ પહેલીવાર છે જ્યારે હું આવી સ્થિતિમાં છું. ગયા જ્યાં શાસન પડી ભાંગ્યું હતું. તે મણિપુર હવે પહેલા જેવું રહ્યું નથી.