Home Blog Page 1833

ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ પર સરકારને ‘સુપ્રીમ’ ફટકાર

ઉત્તરાખંડના જંગલો હજુ પણ સળગી રહ્યા છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તરાખંડ સરકારે જંગલમાં લાગેલી આગને બુઝાવવામાં ગંભીરતા અને તત્પરતા દાખવવી જોઈએ. આ બાબતે રાજ્ય સરકારનું વલણ ત્વરિત કાર્યવાહી દર્શાવતું નથી. વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી અને ચારધામ યાત્રાથી અલગ રાખવા જોઈએ. અમે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપીએ છીએ કે રાજ્યોમાં વન વિભાગના કર્મચારીઓ અને વાહનોને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ફંડનો ઉપયોગ ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે થવો જોઈએ. આગ ઓલવવા માટે યોગ્ય કાર્યબળ પૂરું પાડવું જોઈએ. આમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ. વન વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. 17મી મેના રોજ યોજાનારી આગામી સુનાવણીમાં મુખ્ય સચિવે કોર્ટમાં હાજર રહીને ઉત્તરાખંડમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યા ન ભરવાના કારણો અને ત્યાં આગ ઓલવવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું- ખાલી જગ્યાઓ પર ભરતી ક્યારે થશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત સરકારે 9.23 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, જેનો ઉપયોગ જંગલ સિવાયની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગભગ 6 કરોડ રૂપિયાની બાકીની રકમ રાજ્ય સરકારને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેમની ભરતી ક્યારે થશે? કોર્ટે કહ્યું કે અમે જોયું છે કે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હોવા છતાં ફંડ ઉપલબ્ધ નહોતું, કર્મચારીઓ અને વાહનો ઉપલબ્ધ નહોતા અને આગ સતત વધી રહી હતી. રાજ્ય સરકાર ખાલી જગ્યાઓ પર ભરતી અંગે થોડી છૂટ ઇચ્છતી હતી.

છ મહિનામાં 1,145 હેક્ટર જંગલનો નાશ

ઉત્તરાખંડમાં નવેમ્બરથી અત્યાર સુધીમાં 900થી વધુ આગની ઘટનાઓ બની છે. આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે ગયા વર્ષે લાગેલી આગ ઓલવાઈ રહી નથી. આંકડાઓ અનુસાર, છેલ્લા છ મહિનામાં 1,145 હેક્ટર જંગલમાં લાગેલી આગને કારણે નાશ પામ્યું છે. આગની અસર હવે શહેરમાં પણ જોવા મળી રહી છે. ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. દરમિયાન, ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સના હેલિકોપ્ટર પણ અલગ-અલગ ટેકનિકનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં રોકાયેલા છે.

નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. 21મી મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.

શું માલદીવમાં ભારતીય આર્મીએ સિક્રેટ ઓપરેશન કર્યું?

નવી દિલ્હીઃ માલદીવમાં ચીન સમર્થક સરકાર બની છે, ત્યારથી માલદીવ અને ભારતની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હવે માલદીવના સંરક્ષણપ્રધાન ઘસન મૌમુને દાવો કર્યો હતો કે 2019માં ભારતીય આર્મીએ માલદીવમાં એક સિક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આ ઓપરેશનનો ઉલ્લેખ તો માત્ર તેઓ કરી રહ્યા છે. ભારતે એ દાવાઓને ફગાવી દીધા છે.

માલદીવના સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે જ્યારે માલદીવમાં ભારતીય સેનાના હેલિકોપ્ટર હતાં, ત્યારે તેમના પાઇલટોએ 2019માં એક ગેરકાયદે ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નેશનલ સિક્યોરિટી સર્વિસ મામલાની રિપોર્ટ જોઈ છે, એમાં આ સિક્રેટ ઓપરેશનનો ઉલ્લેખ છે.

માલદીવમાં ભારતીય હાઇ કમિશને કહ્યું હતું કે ભારતે જેટલાં પણ ઓપરેશન ચલાવ્યાં છે, એ બધા માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)ને સાથે રાખીને ચલાવ્યા છે. નવ ઓક્ટોબર, 2019એ પણ ચાલક દળની સુરક્ષા પર ફોક્સ કરતાં થિમારાખુશીમાં એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. હવે વિવાદ એ લેન્ડિંગને લઈને છે, પણ ભારતનું કહેવું છે કે એ લેન્ડિંગ પણ માલદીવના એર ટ્રાફિક કન્ટ્રોલને કોન્ફિડેન્સમાં લઈને કરવામાં આવી હતી. આવામાં એને સિક્રેટ ઓપરેશનનું નામ ના આપી શકાય.

માલદીવ-ભારતના સંબંધો કેમ વણસ્યા?

વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ ગયા પછી માલદીવા એ સમયે કેટલાક મંત્રીઓએ-નેતાઓએ વડાપ્રધાનની વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીઓ કરી હતી. એને લઈને મજબૂરીમાં મોઇજ્જુને તેમના મંત્રીપદેથી હટવું પડ્યું હતું. ભારતીય પર્યટકોની માલદીવમાં જવામાં ઘટાડો થયાં ટુરિઝમની દ્રષ્ટિએ માલદીવ માટે એક જોખમ છે.

 

 

 

 

 

 

 

નર્મદા બાદ મોરબીની મચ્છુએ લીધો ત્રણનો જીવ

ગરમીમાં નહાવા મોકલતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાસામાં આવ્યો છે. નર્મદામાં 7 લોકોના તણાયાને હાલ 24 કલાક પણ પૂરા નથી થયા. ત્યારે ફરી એક ગોઝારી દુર્ઘટના મોરબીમાં સર્જાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે.

 મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા.  6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.

માહિતી પ્રમાણે, નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.

‘ડિજિટલ અરેસ્ટ’ સાઇબર ગુનાનો નવો પ્રકાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સાઇબર અપરાધી ખુદને પોલીસ, CBI, ED, RBI અને નાર્કોટિક્સ બ્યુરો જેવી તપાસ એજન્સીઓના અધિકારી બતાવીને પીડિતોને ધમકી આપે છે અને બ્લેકમેલ કરતા રહે છે. અહીં સુધી કે તેમને ડિજિટલી ધરપકડ કરવામાં આવે છે.

આવા સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય દ્વારા અપરાધીઓ દ્વારા પોલીસ અધિકારી, CBI, ED અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારી જણાવીને બ્લેકમેલ અને ડિજિટલ ધરપકડની વિરુદ્ધ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 શું હોય છે ‘ડિજિટલ અરેસ્ટ’

સાઇબર અપરાધી સામાન્ય રીતે સંભવિત પીડિતને કોલ કરે અને કહે છે કે તેમને કોઈ પાર્સલ મોકલ્યું છે અથવા હાંસલ કર્યું છે, જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કેસમાં સમજૂતી કરીને પૈસાની માગ કરવામાં આવે છે, કેટલાક કિસ્સાઓમાં પીડિતોને ડિજિટલ અરેસ્ટનો સામનો કરવો પડે છે. માગ પૂરી ના થવા સુધી પીડિતને સ્કાઇપ કે અન્ય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર સાઇબર અપરાધીઓને ઓનલાઇન હાજર રહેવા મજબૂર કરવામાં આવે છે.

સાઇબર અપરાધીઓ સંભવિત પીડિતોને ઠગવા માટે નવા-નવા પ્રકાર અપનાવી રહ્યા છે. કેટલાય કિસ્સાઓમાં કહેવામાં આવે છે કે તેમના નજીકના અથવા સંબંધી કોઈ અપરાધ કે દુર્ઘટનામાં સામેલ છે અને તેમની હિરાસતમાં છે. ત્યાર બાદ સાઇબર અપરાધી આ મામલામાં સમજૂતી કરીને પૈસાની માગ કરે છે.

સરકારે હવે આ અપરાધીઓ પર સકંજો કસવો શરૂ કર્યો છે. સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય હેઠળ ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) બનાવવામાં આવ્યું છે, જે દેશમાં સાઇબર ગુનાને ઉકેલવા માટે સંબંધિત કામગીરીનો સમન્વય કરે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ની વર્ષ 2023 મુજબ 2021માં દેશમાં સાઇબર ગુનાના કુલ 52,974 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2022માં એ વધીને 65,893 કેસ થયા છે. આ રીતે સાઇબર ગુનાના કેસોમાં એક વર્ષમાં આશરે 24 ટકાનો વધારો થયો હતો.

 

 

 

 

 

ફિમેલ ડિઝાઇનર ક્લોથિંગમાં નવું આકર્ષણ ‘તમિસ્કા બાય નરેન્દ્ર કુમાર’

મુંબઈ: આ અઠવાડિયે શહેરમાં ‘તમિસ્કા બાય નરેન્દ્ર કુમાર’ નામની પ્રીમિયમ ડિઝાઈનર ક્લોથિંગ બ્રાન્ડ લૉન્ચ થવા જઈ રહી છે. આ બ્રાન્ડના ક્લોથમાં તમને ફ્યૂઝન અને એથ્નિક અટાઈરની સાથે કન્ટેમ્પરી ટ્વિસ્ટ જોવા મળશે. ‘તમિસ્કા’ના કલેક્શનમાં તમને બોલ્ડ પેટર્નસ અને ટકાઉ સિલુએટ્સ જોવા મળશે. જે દરેક આધુનિક મહિલા, દરેક ઉંમરની મહિલા અને કોઈપણ પ્રકારની બોડી ટાઈપ ધરાવતી મહિલાઓ માટે પર્ફેક્ટ છે.

આ કલેક્શન, સિઝનલ કલર પેલેટ્સથી પ્રેરિત છે. જેમાં તમને ક્લાસિક ન્યુટ્રલ્સથી લઈને વાઇબ્રન્ટ ટૉન જોવા મળશે. દરેક ક્રિએશન જાણે કે એક વાર્તા કરતું હોય તેવું લાગે છે. મોટાભાગે કલેક્શનમાં એક જ પેટર્ન બધાં જ કલર્સમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કલેક્શનમાં દરેક કલરમાં તમને અનેક પેટર્નની વેરાયટી જોવા મળશે. ‘તમિસ્કા’ની ડિઝાઇન સ્વતંત્ર અને સમકાલીન ભારતીય મહિલાની સ્પિરિટનું પ્રતિબિંબ છે. બ્રાન્ડના કો-ફાઉન્ડર નરેન્દ્ર કુમાર કે જેઓ નારી તરીકે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા છે, તેઓ બે દાયકા કરતા વધુ સમયથી ‘નરેન્દ્ર કુમાર’ લેબલ હેઠળ પુરૂષો માટેના પ્રિમિયમ ક્લોથ્સ ડિઝાઈન કરી રહ્યા છે. હવે તેઓ ‘તમિસ્કા’ દ્વારા ફિમેલ ક્લોથ્સ બ્રાન્ડમાં પોતાની નિપુણતા લોકો સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. તેમની આ નવી બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કલેક્શન દરેક સ્ત્રીની રેન્જમાં હોય. કિંમતની સાથે જ બ્રાન્ડમાં ડિટેલ્સ અને ટૉપ ક્વોલિટી ફેબ્રિકનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તમિસ્કા દેશભરમાંથી આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાઓને તેમની બ્રાન્ડની વિશિષ્ટતાને સ્વીકારવા અને બ્રાન્ડની ઓફરો દ્વારા સશક્તિકરણ કરવા માટે આમંત્રણ આપે છે. આ બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારની સાથે વિકાસ જૈન, રીતુ જૈન, શ્રુત શાહ અને જુગલ મહેતા કો-ફાઉન્ડર છે.

PM મોદીની વારાણસી બેઠકના સમજો જ્ઞાતિ સમીકરણો

દેશની નજર વારણસી બેઠકની ચૂંટણી પર રહેલી છે. આ બેઠક હોટ ફેવરેટ માનવામાં આવે છે, કેમ કે આ બેઠક પરથી પ્રધાનમંત્રી ચૂંટણી લડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે.

 લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આગામી 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. વારાણસી બેઠક પર લોકોની નજર બની રહી છે. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી છે. ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાતી વારાણસી લોકસભા બેઠક પાંચ વિધાનસભા બેઠકોથી બનેલી છે. જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.

વારાણસી લોકસભા સીટ પર હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના 75 ટકા છે. અને 20 ટકા વસ્તી મુસ્લિમ છે. બાકીની 5 ટકા વસ્તીમાં અન્ય ધર્મના લોકોનો સમાવેશ થાય છે. આ સીટની 65 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં અને 35 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કુલ વસ્તીના 10.01 ટકા આદિવાસી અને 0.7 ટકા દલિત વર્ગના છે.

એકંદરે વારાણસી ભાજપનો સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે, પરંતુ પ્રાદેશિક પક્ષો માટે આ બેઠક સારી માનવામાં આવતી નથી. જો આંકડાઓની વાત કરીએ તો 1952 માં થયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના રઘુનાથ સિંહ અહીંથી સાંસદ બન્યા હતા. વારાણસી બેઠક પરથી કોંગ્રેસ સાત વખત જીતી ચુકી છે અને ભાજપ પણ સાત વખત જીત્યા બાદ આઠમી વખત જીત મેળવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે વારાણસી બેઠક પર 30 લાખ 78 હજાર 735 જેમાં પ્રથમ વથત મતદાતા 52 હજાર જેટલા છે.

મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બંગાળમાં બુલંદઃ શાહ

હુગલીઃ પશ્ચિમ બંગાળના હુગલીમાં ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી અને CM મમતા બેનરજીને આડે હાથ લીધા હતા. પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બુલંદ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના અધ્ય ફારુક અબદુલ્લા અમને ડરાવે છે કે POKની વાત નહીં કરો, કેમ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, પણ હું તેમને કહેવા ઇચ્છું છું કે તમે લોકો ડરો, અમે POK લઈને રહીશું, એમ શાહે કહ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતાએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં ગયા, કેમ કે તેમને મત બેન્કના રાજકારણનો ડર હતો. મમતા દીદી અને કોંગ્રેસ 370 દૂર કરવાનો વિરોધ કરે છે. તેઓ કહે છે લોહીની નદીઓ વહેશે. આ વડા પ્રધાન મોદીની સરકાર પાંચ વર્ષ થઈ ગયાં લોહીની નદીઓ તો દૂર કોઈનામાં પથ્થર મારવાની પણ હિંમત નથી.કાશ્મીરમાં પહેલાં અહીં પથ્થરબાજી થઈ હતી, હવે ત્યાં પથ્થરબાજી થાય છે. 2.11 કરોડ પ્રવાસીઓ કાશ્મીર જઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને POKમાં ઘઉંના લોટે રેકોર્ડ બનાવ્યો છે.

પશ્ચિમ બંગાળનાં CM પર હુમલો કરતાં શાહે કહ્યું હતું કે મમતા દીદી હિન્દુ, બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે. પણ બંગલાદેશી ઘૂસણખોરોને નાગરિકતા જરૂર આપશે. હું વચન આપ્યું છે કે આ બધા લોકોને નાગરિકતા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

મા, માટી અને માનુષનુ સૂત્ર લગાવીને દીદી પર સત્તામાં આવ્યાં હતાં અને હવે મુલ્લા, મદરેસા અને માફાયનું સૂત્ર બંગાળમાં બુલંદ છે. ઇમામને પગાર બંગાળની તિજોરીમાંથી ચૂકવવો જોઈએ શું? જ્યારે હાઇકોર્ટે ના પાડી, ત્યારે મમતા દીદીએ વકફ બોર્ડથી આપ્યો હતો.

 

 

 

નાંદેડમાં ITના દરોડાઃ રૂ. 170 કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન કરોડો રૂપિયાનું બિનહિસાબી સંપત્તિ મળી છે. IT વિભાગે એ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં રૂ. 170 કરોડ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ITની ટીમે આ દરોડામાં રૂ. આઠ કિલો સોનું, રૂ. 14 કરોડ રોકડ સહિત કુલ રૂ. 170 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે. નાંદેડની ભંડારી ફેમિલીના વિનય ભંડારી, આશિષ ભંડારી, સંતોશ ભંડારી, મહાવીર ભંડારી અને પદ્મ ભંડારીનો ફાઇનાન્સનો બિઝનેસ છે.અહીંથી ITની ટેક્સચોરીની ફરિયાદ મળી હતી, જે પછી IT વિભાગે ભંડારી ફાઇનાન્સનાં સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ITની પુણે, નાસિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના અધિકારીઓએ 25થી વધુ ગાડીઓની સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા.

IT વિભાગે 10 મેએ નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન 100થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. ITની ટીમે નાંદેડ સ્થિત અલી ભાઈ ટાવરમાં ભંડારી ફાઇનાન્સ લિ.ની ઓફિસ અને આદિનાથ અર્બન મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય પણ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

નાંદેડમાં IT અધિકારીઓએ એકસાથે મોટા પાયે દરોડા પાડ્યા હતા. ITની ટીમે હજી આ કેસની તપાસ કરી રહી છે.

 

 

 

 

 

 

 

કેન્દ્રીય કર્મચારીઓનું કેટલું વધશે DA જાણો..

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેર કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થશે.

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) જુલાઈ 2024માં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. ત્યારે હવે 1 જુલાઈથી બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાન્યુઆરીમાં DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે DA વધીને 50 ટકા થઈ ગયો છે.

કેટલુ થશે કર્મચારીઓનું DA?

સરકાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 5 ટકાનો વધારો કરે છે તો 1 જુલાઈના રોજ કર્મચારીઓનો DA વધીને 55 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. જો કે, તે મંજૂર થાય ત્યાં સુધીમાં સપ્ટેમ્બર હોઈ શકે છે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ, તેનો અમલ જુલાઈથી જ થશે. સરકારે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે.