નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરી. વડાપ્રધાને આ પુસ્તકને સ્વીકારવાની સાથે-સાથે PMએ પરિમલ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો પણ વિતાવી. પરિમલ નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.
વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પરિમલ નથવાણીને પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની પરિમલ નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.
રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું. અગાઉ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.”
પરિમલ નથવાણીએ PMને તેમના નવા પુસ્તકની ભેટ આપી
મુંબઈ: વાર્તાલેખન મંડળી કાર્યક્રમમાં સર્જકોને મૂંઝવતા પ્રશ્નોની કરાઈ ચર્ચા
મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ, ‘લેખિની’-મુંબઈ અને બીસીસીએ- અંધેરીનાં સહિયોગથી અંધેરી ભવન્સ કૉલેજ ખાતે ‘વાર્તાલેખન મંડળી’નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસનાં આ કાર્યક્રમમાં ટૂંકીવાર્તા લખતાં સર્જકો અને ગુજરાતી સાહિત્યના સમર્થ સર્જકોની ગોઠડી જામી હતી. ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપલક્ષી અને સર્જકોના પ્રશ્નોની ચર્ચા કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ, માર્ગદર્શક અને વક્તા તરીકે બિંદુ ભટ્ટ, મહેન્દ્રસિંહ પરમાર, વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા હાજર રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહ, લેખિની સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, બીસીસીએના લલિત શાહે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ તકે લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાલાએ જણાવ્યું કે ‘મુંબઈની સ્પીરીટ હંમેશા નવ-વિચાર પ્રત્યે ઉમળકાભરી રહી છે, શીખવા, જાણવાની તત્પરતાને કારણે આવા કાર્યક્રમો સફળ થાય છે. મુંબઈના અને ગુજરાતના ઉત્તમ સર્જકો આ રીતે ભેગા થાય ત્યારે જે વિદ્યાકીય પ્રાપ્તિ થવાની છે તેનો સહુના મનમાં ખૂબ આનંદ છે અને આશા છે કે કલાકીય રસમીમાંસા પ્રત્યેનો દૃષ્ટોકોણ સ્પષ્ટ થશે.’ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી સેજલ શાહે જણાવ્યું હતું કે ‘જે સાહિત્ય સ્વરૂપ બહુ સહજ લાગે અને બધાને જ એમ થાય કે વાર્તા તો લખી જ શકાય પણ ત્યારે આ વાર્તા કેવી સરી જતી હોય છે તે અંગેની સ્વરૂપ સભાનતા માટે આ મંડળી અને ગોઠડી જરૂરી છે’.

પરિષદના મહામંત્રી સમીર ભટ્ટે એક પંક્તિ ‘કેવું પરોઢ ઉઘડે, શિશુનું બગાસું!’થી શરૂઆત કરતા કહ્યું કે આજે આ ક્ષણે ત્રણેય સંસ્થાઓ એક સંસ્થા બની એકબીજામાં ઓગળી રહી છે ત્યારે વાર્તાલેખનનું એક નવું પરોઢ ઉઘડી રહ્યું છે. જેમ કૂવો ગાળવા માટે પાણીકળા જોઈએ, તેમ આજે મહાનગરમાં ચાર પાણીકળા આવ્યા છે. હર્ષદભાઈએ જણાવ્યું કે ગુજરાતી પરિષદ એ ગોવર્ધનરામ ત્રિપાઠીનું સપનું હતું. આપણો સમાજ સંસ્કારાય અને સર્વેનું કલ્યાણ થાય. સાહિત્ય સંસ્થાનું કામ સર્જન, સર્જનકારોને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિ કરવાનું છે, અમારું કામ તમારી સર્જકતાને સંકોરવાનું છે. આશા રાખું કે આજની બેઠક થકી અમને ચાર-પાંચ સારી વાર્તા મળે તોય અમે ધન્યતા અનુભવીશું.’
લેખિકા વર્ષાબહેન અડાલજાએ વાર્તાના સ્વરૂપ વિષે વાત કરતાં,’વાર્તાલેખનની કોઈ ફોર્મ્યુલા નથી હોતી. ટૂંકીવાર્તા કેટલી ટૂંકી કે કેટલી લાંબી હોવી જોઈએ તે ફૂટપટ્ટીથી ન મપાય. કોરો કાગળ પોતે જ સર્જક માટે એક ચેલેન્જ લઈને આવે છે. વાર્તાલેખનમાં યોગ્ય કથાવસ્તુ, મૂળ વિચાર, પાત્રાલેખન, સંવાદ અને સમસંવેદનાની ગૂંથણી થઈ જાય ત્યારે લાગે કે વાર્તા બની પણ ખરેખર તો અંત તરફ જતાં વાર્તાનું કેન્દ્રબિંદુ શોધવાનું કામ કઠીન છે.’

50 સિલેક્ટેડ વાર્તાઓ વિશે સઘન ચર્ચા કરવામાં આવી હતી. હિમાંશી શેલતનો પણ ઘણો સહયોગ રહ્યો હતો પરંતુ કોઈ કારણશર તે હાજર નહોતા રહી શક્યા. સર્જક બિંદુબહેને વાર્તાસર્જનમાં વાતાવરણનું મહત્વ સમજાવતા કહ્યું, ‘કોરો કાગળ એટલે મોઢું ફાડીને બેઠેલો વાઘ જાણે ! વાર્તા ભૂગોળ, સમય અને પાત્રો થકી રચાય છે. પાત્ર,એ એનાં સ્થળ-કાળ અને ભૂગોળનું ફરંજદ હોઈ શકે.તમારી આસપાસના કોઈપણ પરિવેશની સહાય લઈને વાર્તા લખી શકાય.’ જાણીતા વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારે પણ વક્તવ્ય આપ્યું હતું. પાત્રાલેખન વિશે વાત કરતા હર્ષદ ત્રિવેદીએ વાત કરી હતી.
વાર્તાની ગોઠડી માટે ત્રણ ગ્રૂપ- ધૂમકેતુ ટીમના માર્ગદર્શક બિંદુ ભટ્ટ, દ્વિરેફ ટીમના માર્ગદર્શક હર્ષદ ત્રિવેદી, જયંત ખત્રી ટીમના માર્ગદર્શક મહેન્દ્રસિંહ પરમાર હતા. આ નાના જૂથમાં વાર્તાના વિવિધ પાસા અંગે ચર્ચાઓ મુક્ત મને થઇ. બીજે દિવસે જાણીતાં સર્જક ઈલા આરબ મહેતાએ વાર્તામાં કથાવસ્તુનું મહત્વ વિશે વાત કરી હતી.કેટલાંક વાર્તાકારોએ પોતાની વાર્તા રજૂ કરી તેમાં ‘વહી ગયેલી સુગંધ’ – નેહા ગાંધી, ‘અવાજો’ – કિરણ બૂચ, ‘કોઈ પૂછે કે’ – બાદલ પંચાલ, ‘નથીંગ કમ્સ ફ્રોમ નથીંગ’ – તરુ કજરિયા.
લેખિનીના મંત્રી કામિની મહેતા,વર્ષા તન્ના, કોષાધ્યક્ષ શૈલા શાહ, ભાવના શાહ, કારોબારી સભ્ય વર્ષા ભુતા, મમતા પટેલ, ડિમ્પલ સોનીગ્રા, સક્રિય સભ્ય માના વ્યાસ આદિ લેખિની બહેનોએ રાખેલ આયોજન અંગેની ચોકસાઈ કાબિલે તારીફ હતી. ભાગ લેનારા વાર્તાકારોમાં દિલિપ રાવલ, સતીશ વ્યાસ, કિશોર પટેલ, બાદલ પંચાલ, મેધા ત્રિવેદી, સંજય પંડ્યા, નિરંજના જોશી, પ્રતિમા પંડ્યા, સમીરા પાત્રાવાલા, તરુ કજરિયા, દિના રાયચુરા, સ્મિતા શુક્લ, ડૉ સ્વાતિ સુચક, નેહા ગાંધી અને સુષ્મા શેઠ, કલ્પના દવે, મીનાક્ષી વખારિયા જેવા અનેક જાણીતાં નામો હતા, જેમના રસ અને સહભાગને કારણે વાર્તામંડળી સફળ રહી.
ખેડા જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી
15મી ઓગસ્ટ 2024ના રોડ ગુજરાત સહિત દેશમાં 78મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ સ્વાતંત્ર દિવસે દેશ ભક્તિના રંગમાં રગાવા રાજ્યમાં કેટલીક જગ્યા પર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે સ્વાતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી પણ સહભાગ બનશે.

સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારું આયોજન હેતુ જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે એક બેઠક યોજાઈ. જિલ્લામાં 15મી ઓગસ્ટ 2024ના રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં ટેન્ડર, નાણાં, હિસાબ, ખરીદી, ખર્ચ તથા પ્રિન્ટીંગ સમિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિ, એટ હોમ કાર્યક્રમ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યવસ્થા સમિતિ, પરેડ તથા ધ્વજવંદન કાર્યક્રમ સમિતિ, રહેઠાણ તથા ભોજન પ્રબંધન સમિતિ, વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સમિતિ, આમંત્રણ પત્રિકા તથા સ્વાગત સમિતિ, આરોગ્ય સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, સફાઈ અને સુશોભન સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પાણી સમિતિ, પાર્કિંગ સમિતિ, અને શસ્ત્ર પ્રદર્શન સમિતિ સહિત કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓની કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ હેઠળ કરવામાં આવશે.
15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા પર્વ નિમિત્તે રાજ્ય સહિત દેશમાં અલગ-અલગ કેટલાક કાર્યક્રમો યોજાશે. તો આ વર્ષે 11મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે. નોંધનીય છે કે આ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણી પૂર્વ પ્રધાનમંત્ર મનમોહન સિંહના રેકોર્ડ ધ્વજવંદન કરી તોડશે.
હાનિયાના મોતનો બદલો લેવો એ ઇરાનની ફરજઃ આયાતોલ્લા ખોમિની
તહેરાનઃ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા પર ઇઝરાયલથી બદલો લેવાના કસમ ખાધા છે. તેમણે કહ્યું હતું કે ઇરાનના પાટનગર તહેરાનમાં હવાઈ હુમલામાં હમાસના વડા હાનિયાના મોત પછી ઇઝરાયલે પોતાના માટે કઠોર સજાની તૈયારી કરી લીધી છે.
ઇરાને કહ્યું છે કે હમાસના નેતા હાનિયાના મોત માટે ઇઝરાયલ જવાબદાર છે. આ હત્યાથી સંઘર્ષ સતત વધવાનું જોખમ છે, જ્યારે અમેરિકા અને અન્ય દેશ એક ક્ષેત્રીય યુદ્ધને અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
મુખ્ય મસ્જિદ પર લાલ ઝંડો
હમાસના પ્રમુખ હાનિયાની હત્યા પછી ઇરાનની કોમમાં જામકરન મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. આ લાલ ઝંડો બદલો લેવાનું પ્રતીક છે. જે વધતા તણાવ અને ઇઝરાયલની વિરુદ્ધ સંભવિત જવાબી હુમલાનો સંકેત છે. હાનિયા નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથગ્રહણ સમારોહ માટે ઇરાનમાં હતો.
Following this bitter, tragic event which has taken place within the borders of the Islamic Republic, it is our duty to take revenge.
— Khamenei.ir (@khamenei_ir) July 31, 2024
આ હત્યાના થોડા સમય પહેલાં સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમિનીની સાથે તેની મુલાકાતના ફોટો પણ સામે આવ્યા હતા. ખોમિની મિડિયા તરફથી એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં હાનિયા તેમને મળી રહ્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં હાનિયાની હત્યાની નિંદા કરવામાં આવી હતી. ઇરાની સેનાએ હમાસ ચીફની હત્યાને અપરાધિક અને કાયરતાપૂર્ણ ગણાવી હતી.
હાનિયાની હત્યા ઇઝરાયલે ગાઝામાં પોતાની નિષ્ફળતાને છુપાવવા અને વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે કરી છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક?
મળતી વિગતો અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે દાવા સાથે જણાવ્યુ કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. જે બાબતે હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી.

વધુમાં કહ્યુ હતુ કે ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વર ની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે.
ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર સત્વરે ખાતેદારોમાં હીતમાં જાહેરાત કરે કે આ પ્રકારે કોઇ પણ ખાતેદારોના રૂપિયા સુરક્ષિત છે.
કોંગ્રેસ કાર્યકરને હાઈકોર્ટે આપી રાહત..
અમદાવાદ: તારીખ 2 જુલાઈના રોજ કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘર્ષણ બાદ બંને પક્ષ સહિત પોલીસને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ કાર્યકર્તા પ્રગતિ આહિર સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી હતી. જે બાદ સેશન્સ કોર્ટ દ્વારા કોઈ પણ જાતની રાહત આપવામાં આવી ન હતી. ત્યારે પ્રગતિ આહિરે હાઈકોર્ટ ના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પ્રગતિ આહિરનાં આગોતરા જામીનની અરજી મંજૂરી કરી હતી. સાથે 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજરી જણાવ્યું હતું.
કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમાં કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ અને પ્રગતિ આહીર સહિત ભાજપ અને કોંગ્રેસના 150થી 250ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી. જેથી પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા હવે હાઈકોર્ટ પહોંચ્યા હતા.
કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ કેસમાં હજુ તપાસ બાકી છે અને ચાર્જશીટ થઈ નથી. આરોપીનું પોલીસ ફરિયાદમાં પહેલેથી જ નામ છે. આરોપીએ સુલેહ શાંતિનો ભંગ કર્યો છે. આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. CCTVમાં આરોપીનો સક્રિય રોલ છત્તો થાય છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલાના કેસમાં 10 વર્ષની સજા થઈ શકે છે. આરોપી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇ શકે નહીં. કોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં પહોંચ્યા અનંત-રાધિકા
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર સાથે વિદેશ ચાલ્યા ગયા છે. નવદંપતીએ અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક 2024ની મજા માણી હતી. આ દરમિયાન બંનેનું પેરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતની તસવીરો અને વીડિયો સમાચારોમાં છે.
Viendo la final de gimnasia artística de grupos, noté algo súper curioso cuando enfocaron al público, nada más & nada menos que Anant Ambani & Radhika Merchant sentados en el graderío general, a que quiero llegar con esto pic.twitter.com/5soBwJQfTw
— Laurie. (@LaurieP_) July 31, 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોએ અનંત સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. નવપરિણીત કપલનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે વાયરલ તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે. આ સિવાય તમે મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પરીમલને પણ જોઈ શકો છો.
નીતા અંબાણી જોવા મળ્યા ન હતા
જો કે આ ખાસ અવસર પર નીતા અંબાણી અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા ન હતા. પરંતુ તમને જણાવી દઈએ કે નીતા પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં પોતાના પતિ મુકેશ સાથે એફિલ રોવરની સામે પોઝ આપતી જોવા મળી હતી.
સુરત મનપા ગેમઝોનને લઈ સજાગ, આકરા નિયમોનું માલિકોને કરવું પડશે પાલન
રાજકોટ TRP ગેમઝોનમાંથી દાઝ્યા બાદ તંત્રમાં સજાગ થયું હતું. રાજ્યના ગેમઝોન પર તંત્રની લાલ આંખ જોવા મળી હતી. નિયમ ઉલ્લંઘનને લઈ ગેમઝોનના માલિકો સામે આકરા પગલા પણ લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત હવે આવી ઘટનાઓ ન બને એ માટે વિવિધ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખતાઈ અપનાવી રહી છે. હવે સુરતમાં ગેમઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. ગેમઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.

રાજ્યનું મહાનગર ગણાતા સુરત શહેરની પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું જેનું કડક પાલન શહેરના તમામ ગેમ ઝોનના માલિકોને કરવાનો રહેશે. ભલે હાલમાં ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ હોય, છતાં પણ તેમણે નવેસરથી લાઇસન્સ લેવું પડશે. સાથે જ અલગ અલગ ગેમની અલગ પરમિશન પણ લેવી પડશે. દરેક ગેમનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. ઇન્સ્પેક્શન થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય લેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે.
જાહેરનામામાં આપવામાં આવેલા નિયમોનું પાલન ન કરનાર ગેમઝોનના માલિકો સામે ફોજદારી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી સ્પષ્ટ છે કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના સુરતના કોઈ ગેમઝોનમાં ન બને એ માટે સુરત પોલીસ સતર્ક બની ગઈ છે.
દેશમાં વિના જાતિ પૂછે કેવી રીતે થશે જનગણતરી?: ભાજપ
નવી દિલ્હીઃ લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના જાતિવાળા નિવેદન પર હંગામો જારી છે. ઠાકુરની ટિપ્પણી પર વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્યો છે. કોંગ્રેસ સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના સાંસદે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે. જેથી કર્ણાટકના ભૂતપૂર્વ CM અને ભાજપના સાંસદ બસવરાજ બોમ્મઈએ કહ્યું છે કે જાતિની જનગણતરી કરાવવાની વાત કહેવાવાળા લોકો જાતિ પૂછવાથી નારાજ થઈ રહ્યા છે. વિપક્ષના નેતા અનુરાગ ઠાકુરના રાજીનામાની માગ કરી રહ્યા છે.
લોકસભામાં મંગળવારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જેમની કોઈ જાત નથી તેઓ જાતિની જનગણતરીની વાત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો રાહુલ ગાંધીની તરફ હતો. જે પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અન્યની જાતિ કેવી રીતે પૂછી શકે છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એને અપમાન ગણાવ્યું હતું.

ત્યાર બાદ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિસાન સાધતાં કહ્યું હતું કે અનુરાગ ઠાકુરે તેમના ભાષણમાં કોઈનું નામ નહોતું લીધું. નામ નહીં લેતા ઠાકુરે કહ્યું હતું કે જેમની જાતિ માલૂમ નથી તેઓ જનગણતરીની વાત કરી રહ્યા છે. તો એક જ શખસને ખરાબ લાગ્યું. તેમના ઇશારા પર કોંગ્રેસના બધા સભ્યો ઊભા થઈ ગયા, કેમ? તેમને જાતિ પૂછવાથી મુશ્કેલી કેમ થઈ રહી છે? પાત્રાએ સંત કબીરનો દોહો વાંચતા કહ્યું હતું કે રાહુલ ગાંધી જો સાધુ હોત તો તેમની જાતિ ના પૂછવામાં આવત. વડા પ્રધાન મોદીએ ઠાકુરનું નિવેદન સોશિયલ મિડિયા પર શેર કરતાં લખ્યું હતું કે મારા યુવા સહયોગી અનુરાગ ઠાકુરનું આ ભાષણ જરૂર સાંભળવું જોઈએ, જે તથ્યો અને હાસ્યનું આદર્શ મિશ્રણ અને ઇન્ડી ગઠબંધનના ગંદા રાજકારણને ઉજાગર કરે છે.
ભારતીય સેનામાં મોટુ પદ મેળવનાર પ્રથમ મહિલા સાધના સક્સેના નાયર કોણ છે?
મુંબઈ: લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર 1 ઓગસ્ટથી ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી)નો પદભાર સંભાળશે. આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારી તે પ્રથમ મહિલા હશે. અગાઉ, તે એર માર્શલના હોદ્દા પર પ્રમોટ થયા બાદ હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશકનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા.

જ્યારે સાધના સક્સેના નાયરે ગયા વર્ષે હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે,”ભારતીય વાયુસેનાના અધિકારી એર માર્શલ સાધના સક્સેના નાયર સમગ્ર કારકિર્દી દરમિયાન હોસ્પિટલમાં અસરકારક રીતે સેવા આપનાર બીજા મહિલા અધિકારી છે. એરફોર્સમાં વિવિધ હોદ્દા પર સેવા આપ્યા બાદ, તે એર માર્શલના પદ સુધી પહોંચ્યા હતાં. ચાર્જ સંભાળતી વખતે એરફોર્સ ચીફ વી.આર. ચૌધરી પણ હાજર હતા.
1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત
લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે સેન્ટ મેરી કોન્વેન્ટ પ્રયાગરાજથી તેણીના શાળાકીય શિક્ષણની શરૂઆત કરી અને લખનૌના લોરેટો કોન્વેન્ટમાંથી તેણીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. આ દરમિયાન તે તેઝપુર, ગોરખપુર, કાનપુર અને ચંદીગઢની શાળાઓમાં ગયા. તેણીએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પૂણેમાંથી વિશિષ્ટ શૈક્ષણિક રેકોર્ડ સાથે સ્નાતક થયા અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન મેળવ્યું. સાધના નાયર પાસે ફેમિલી મેડિસિન વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી છે. તેમણે એઈમ્સ, નવી દિલ્હી ખાતે મેડિકલ ઈન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે.
વિશિષ્ઠ સેવા મેડલથી પણ સન્માનિત
લેફ્ટનન્ટ જનરલ સાધનાએ સીબીઆરએન (કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર) યુદ્ધ અને લશ્કરી તબીબી નીતિશાસ્ત્રની વિદેશમાં તાલીમ લીધી હતી. તે વેસ્ટર્ન એર કમાન્ડ અને ટ્રેનિંગ કમાન્ડની પ્રથમ અને એકમાત્ર મહિલા ચીફ મેડિકલ ઓફિસર હતી. સાધનાને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એર સ્ટાફના વડા અને એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરફથી પણ પ્રશંસા મળી છે.

