Home Blog Page 1503

રશિયા-યુક્રેનમાં શાંતિ માટે ભારતની પહેલ

રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે વિશ્વભરના દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ યુક્રેનમાં યુદ્ધવિરામ હાંસલ કરવાનો પ્રયાસ કરવા આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લેશે. હવે પેલેસ્ટાઈન પણ ગાઝામાં શાંતિ માટે ભારત તરફ વળ્યું છે. ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ કહ્યું, અમે હંમેશા મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે ભારત જેવા મિત્રની શોધમાં છીએ.

ગાઝામાં યુદ્ધવિરામ માટે અમેરિકા, કતાર અને ઇજિપ્ત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. તમામ પ્રયાસો છતાં મધ્યસ્થીઓ યુદ્ધવિરામ કરાર સુધી પહોંચી શક્યા નથી. રશિયા-યુક્રેન બાદ હવે ભારત પેલેસ્ટાઈન-ઈઝરાયેલ મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.

ભારત એક શાંતિપ્રિય દેશ છે – અબુ અલ-હૈજા

પેલેસ્ટિનિયન રાજદૂત અબુ અલ-હૈજાએ કહ્યું, “હું જાણું છું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે, તેથી અમે ભારતને મધ્યસ્થી ભૂમિકા ભજવવાની અપીલ કરી રહ્યા છીએ. ભારતના બંને દેશો (ઈઝરાયેલ-પેલેસ્ટાઈન) સાથે સારા સંબંધો છે. અમે ભારતને યુદ્ધવિરામ કરાર અને 1967ની સરહદોના આધારે પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા વિનંતી કરીએ છીએ.

આધાર અપડેટ: મફત સેવા 14 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે

જો તમે હજુ સુધી તમારું આધાર અપડેટ નથી કર્યું તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આધારને ફ્રી અપડેટ કરવાની સેવા 14 સપ્ટેમ્બરથી બંધ થવા જઈ રહી છે. વાસ્તવમાં, દસ વર્ષથી વધુ સમય પહેલા જારી કરાયેલા અને ત્યારપછી અપડેટ ન કરાયેલા આધાર કાર્ડને ફરીથી માન્યતા માટે ઓળખના પુરાવા અને સરનામાના પુરાવાના દસ્તાવેજોની જરૂર પડશે. તેની છેલ્લી તારીખ 14મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. અંતિમ તારીખ પછી, કોઈપણ અપડેટ પર UIDAI દ્વારા 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

આધાર ઓથેન્ટિકેશનમાં, વેરિફિકેશન માટે UIDAIની સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝીટરી એટલે કે CIDRમાં ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક માહિતી સાથે આધાર નંબર સબમિટ કરવો જરૂરી છે. આ પછી, UIDAI તેની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે વિગતોની ચોકસાઈને પ્રમાણિત કરે છે.

મફત સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો

  • myaadhaar.uidai.gov.in પર જાઓ અને તમારા આધાર નંબર અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલ OTPનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • તમારી પ્રોફાઇલમાં દેખાતી ઓળખ અને સરનામાની વિગતોની સમીક્ષા કરો.
  • જો માહિતી સાચી હોય, તો ‘હું ચકાસો કે આપેલી માહિતી સાચી છે’ વિકલ્પ પર ક્લિક કરો.
  • ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમે ઓળખ અને સરનામાની ચકાસણી માટે સબમિટ કરવા માંગો છો તે દસ્તાવેજો પસંદ કરો.
  • પસંદ કરેલા દસ્તાવેજો અપલોડ કરો. ખાસ વાત એ છે કે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતા પહેલા ચેક કરો કે દરેક ફાઇલ 2 MB કરતા ઓછી સાઇઝમાં અને JPEG, PNG અથવા PDF ફોર્મેટમાં છે.
  • માહિતીની સમીક્ષા કરો અને તમારી આધાર વિગતો અપડેટ કરવા સબમિટ કરો.

આધાર કાર્ડ વિવાદ, CM મમતા બેનર્જી સામેલ

2024 માં, લોકસભા ચૂંટણી પહેલા, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે પૂર્વ બર્ધમાન જિલ્લાના જમાલપુર અને બીરભૂમ, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા તેમજ ઉત્તર બંગાળના અન્ય કેટલાક નાગરિકોના 50 નાગરિકોના આધાર કાર્ડ બનાવટી હતા. હતા. તેઓને ડિલિંક કરવામાં આવ્યા છે. બેનર્જીના આરોપોના જવાબમાં UIDAIએ કહ્યું કે કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. ઓથોરિટીએ ફરિયાદોના નિરાકરણ અને આધાર ડેટાબેઝની અખંડિતતા જાળવવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ભારતમાં 28 જાન્યુઆરી 2009ના રોજ આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. તે પાન કાર્ડ અને મતદાર આઈડી કાર્ડ જેવા અન્ય ઘણા દસ્તાવેજો ઉપરાંત ઓળખ કાર્ડ તરીકે પણ કાર્ય કરે છે.

હરિયાણાના રાજકારણમાં મોટો ધડાકો !

હરિયાણાના રાજકારણમાં મોટો ધડાકો થયો છે. આદિત્ય ચૌટાલા INLDમાં જોડાયા છે. આદિત્ય ચૌટાલાએ 2 દિવસ પહેલા હરિયાણા એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. INLD ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાએ આદિત્ય ચૌટાલાને સામેલ કર્યા. આદિત્ય ચૌટાલા INLDની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યતાઓ વધી ગઈ છે. આ પ્રસંગે અભય ચૌટાલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે INLDનું કુળ સતત વધી રહ્યું છે. ભાજપના વધુ મોટા નેતાઓ INLDમાં જોડાવા આતુર છે.

તમને જણાવી દઈએ કે આદિત્ય ચૌટાલા ચૌધરી દેવીલાલના સૌથી નાના પુત્ર જગદીશ ચૌટાલાના પુત્ર છે. તેઓ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2019 માં, ભાજપ સરકારે તેમને રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડના ચેરમેન બનાવ્યા. ચૌટાલાએ બે દિવસ પહેલા આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 2019ની ચૂંટણીમાં આદિત્ય ચૌટાલા ડબવાલી વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ, તેઓ કોંગ્રેસના ઉમેદવાર અમિત સિહાગ સામે હારી ગયા હતા.

વાહ ભાઈ વાહ! – ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૪

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૪

નીતિને ફોનની સાથે શેની ગિફ્ટ મળી?

રોજ ખુશખુશાલ ચહેરે ઘરમાં પ્રવેશતા કેરવને આજે સાવ વીલા મોઢે એન્ટર થતો જોઇને એની મમ્મી નીતીને ફાળ પડી. 13 વર્ષનો કેરવ આમ તો રોજ એકલો જ ઓટોમાં બેસીને ક્લાસીસમાં જવા-આવવા ટેવાયેલો હતો. કેરવ આમ તો સ્માર્ટ હતો અને એની પાસે સ્માર્ટફોન પણ હતો એટલે નીતિને બીજી કોઇ ચિંતા નહોતી, પણ આજે આમ ધોવાયેલા ચહેરે? શું થયું હશે?

હજુ નીતિ કંઇ વધારે વિચારે અને એને પૂછે એ પહેલાં જ કેરવ રડતાં રડતાં બોલ્યો, “મમ્મા, મને વઢીશ તો નહીંને? પ્રોમિસ?”

“અરે બોલ ને દીકરા! શું થયું છે ? જલદી બોલ..”

મારો ફોન ઓટોમાં કે રસ્તામાં ક્યાંક ખોવાઇ ગયો.

“હેં…આ શું બોલે છે કેરવીયા?”

દીકરામાંથી સીધું કેરવીયા! કેરવે કહ્યું કે તે બેઠો ત્યાં સુધી તો ફોન તેની પાસે જ હતો, પણ ઘર પાસે ઉતર્યા પછી તેણે પોકેટમાં જોયું તો ફોન ગાયબ હતો. ફોન રીક્ષામાં જ ક્યાંક પડી ગયો હોવો જોઇએ કે પછી પોકેટમાંથી સરકીને બહાર. જે હોય તે પણ ફોન ખોવાયો એ હકીકત હતી.

હજુ બે મહિના પહેલાં જ બર્થડે પર નીતિએ એને ફોન ગિફ્ટ કરેલો અને એ ય ડેડીના વિરોધની ઉપર જઇને. હવે પચીસ હજારનો મોંઘોદાટ ફોન ખોવાયા પછી મમ્મી તો ઠીક, પણ હીટલર સ્વભાવના પપ્પા શું કરશે એ વિચારથી જ કેરવ થરથરી ગયો. નવો ફોન તો મળવાનું બાજુએ રહ્યું, પણ હવે શું થશે એ વિચાર કેરવને ધ્રુજાવતો હતો.

નીતિએ તરત જ પોતાના ફોનથી કેરવના ફોન પર રીંગ મારવાનું ચાલુ કર્યું. રીંગ વાગતી હતી પણ કોઇ ઉપાડતું નહોતું.

નીતિએ રીંગ મારવાનું ચાલુ જ રાખ્યું. કદાચ કોઇના હાથમાં આવે ને મનમાં રામ વસે તો!

કેરવના ફોનમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અને ફોટા ય હતા. છેવટે સાતમી-આઠમી રીંગ વાગ્યા પછી કોઇકે ફોન ઉપાડ્યો એટલે ઘાંઘી થયેલી નીતિ બોલવા લાગી, “હલો હલો! આ ફોન મારા દીકરાનો છે. તમને ક્યાંથી મળ્યો? તમે કોણ બોલો છો?”

દસ-વીસ સેકન્ડના મૌન પછી સામા છેડેથી ખૂબ ધીમા અવાજમાં એક છોકરાનો અવાજ સંભળાયો, “તમે કોણ? મને આ ફોન રસ્તા પરથી મળ્યો છે..”

“અરે, હું તેની મમ્મી જ બોલું છું. તમે ક્યાં છો? હું લેવા આવું છું ફોન… તમને… તમને કહેશો તેટલા પૈસા..”

“ઓકે. ઓકે. તમે જનતા ચાર રસ્તે આવી જાવ. હું ત્યાં મળીશ. નીતિના પૈસાવાળા વાક્યને અડધેથી જ કાપતા એ છોકરો બોલ્યો એટલે નીતિ ગભરાતાં ગભરાતાં બોલી, “તમે પ્લીઝ ફોન ચાલુ રાખો. હું બે મિનિટમાં દોડીને આવી..

“અરે મેડમ ચિંતા નહીં કરો. તમારો ફોન તમને મળી જશે. હું આવું જ છું. ભરોસો રાખો.”

ખુશ થવું કે ન થવું એ સમજણ ના પડતાં બેબાકળી બનેલી નીતિ તો ઇશ્વરને પ્રાર્થના કરતી ઝડપથી જનતા ચાર રસ્તે પહોંચી. પાંચેક મિનિટમાં એ છોકરાનો સામેથી ફોન આવ્યો અને ક્યાં ઊભા છો એવું પૂછ્યું. સામસામે ઓળખ આપી એટલે તરત જ બસસ્ટેન્ડની બાજુમાં પાર્ક કરેલા સ્કૂટર પર બેઠેલો એક વીસેક વર્ષનો એક યુવાન નીતિ પાસે આવ્યો. દેખાવમાં એ થોડોક રખડુ અને બેફિકરો લાગતો હતો એટલે થોડીકવાર માટે નીતિનો ગભરાટ વધ્યો.

જો કે એ યુવાને બીજુ કાંઇ કહ્યા વિના થોડાક તૂટેલા સ્ક્રીનવાળો ફોન બતાવીને એટલું જ પૂછ્યું, “આ જ ફોન છે ને?” ફોન જોતાં જ નીતિએ હા પાડી એટલે એ યુવાને સહેલાઇથી ફોન આપી દીધો.

ફોન હાથમાં લઇને હાશકારો અનુભવ્યા પછી આ અજાણ્યા દેવદૂત સાથે શું વાત કરવી તે સમજ ન પડતાં નીતિએ કહ્યું, “આમ તો કોઇ ફોન જેવી વસ્તુ પાછી ન આપે પણ તમે આમ પાછો આપવા આવ્યા એટલે…”

જવાબમાં એ યુવાન પહેલાં થોડું હસ્યો અને પછી બોલ્યો, “તમારા ફોન આવતા હતા ત્યારે તેમાં ‘મોમ- ગોડેસ ઓફ ગીફ્ટ્સ’ એવું સ્ક્રીન પર લખાઇને આવતું હતું. એ જોઇને મને મારી મા યાદ આવી. એ મને હંમેશા કહે છે કે કદી કોઇના નસીબનું ને વગર મહેનતનું લેવું નહીં.”

નીતિ વિચારમાં પડી ગઇ. આજના સમયમાં આવું યે બની શકે? તેણે પેલા યુવકને થોડા પૈસા આપવા પર્સ તરફ જોયું એટલે એ યુવાન હસીને બોલ્યો, “કોઇ જરૂર નથી. હું જાઉં, મેડમ. મારી ‘ગોડેસ ઓફ ગિફ્ટ્સ’ ઘરે રાહ જોતી હશે.”

નીતિ સ્તબ્ધ હતી. એને આજે ફોનની સાથે સાથે માણસાઇ અને મમતાની બહુ મોટી ગિફ્ટ પણ મળી હતી.

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

રાશિ ભવિષ્ય 08/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુના સંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

જે લોકો બીજાનું દાબીને બેઠેલા છે તે બધા ધૃતરાષ્ટ્ર

મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન પર લડાવાનું છે. ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં છે. જેમના હાથે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપક પ્રગટ્યો તે પૂજ્ય રવિશંકર મહારાજ પોતાના પુસ્તક ‘ગીતાઃ બોધવાણી’માં યુદ્ધ પહેલાંની પરિસ્થિતિ અંગે કંઈક આમ લખે છે.

આપણા શરીરમાં રોજ કૌરવો અને પાંડવોની, દૈવી અને આસુરી વૃત્તિઓની લડાઈ ચાલે છે. ધૃતરાષ્ટ્ર એટલે જેણે રાજ્યને દબાવી પાડ્યું છે. સેંકડો આશાપાશથી બંધાયેલા છે એ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે :

‘આ કુરુક્ષેત્રની અંદર મારા અને પાંડવોના પુત્રો યુદ્ધ માટે એકઠા થયેલા તેમણે લડાઈમાં શું કર્યું તે કહે.’

ધૃતરાષ્ટ્રને ચિંતા છે કે જે દબાવેલું છે તે યુદ્ધમાં હારવાથી જતું રહેશે. જ્યારે પાંડવોને દુ:ખ થતું નથી કેમ કે ગયેલું છે તે મેળવવાનું છે. જેટલા બીજાનું દાબીને બેઠેલા છે તે બધા ધૃતરાષ્ટ્ર. એટલે તેઓ આંધળા હોય છે. જેઓએ ખૂબ પાશવી બળથી બીજાનું દબાવ્યું હોય છે તે આંધળા જ હોય છે.

 

ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આંખે પાટા બાંધતી હતી. એનો અર્થ એ કે ધૃતરાષ્ટ્ર જે કરે તે એને ગમતું નહોતું. પણ સતી હોવાને કારણે પતિની વચમાં આવતી નહોતી.

યુદ્ધ શરૂ કરતાં પહેલાં દુર્યોધને માતા ગાંધારી પાસે – યુદ્ધમાં વિજય થાય એવા આશીર્વાદ માંગ્યા ત્યારે માતા ગાંધારીએ કહ્યું, ‘જેટલો તારામાં સદધર્મ હશે તેટલો તારો વિજય થશે.’ એવા આશીર્વાદ આપ્યા હતા.

 

એના બધા છોકરા આંધળા હતા, એટલે કે ખોટું થાય તો કોઈ એમ નહોતું કહેતું કે ખોટું થાય છે. બધા જ એ રસ્તે જતાં હતા.

કહેવત છે, ‘જેનો સેનાપતિ આંધળો તેનું લશ્કર કૂવામાં.’ કૌરવોના મોભી ધૃતરાષ્ટ્ર તેમજ મદાંધ કૌરવો (સાચું) જોઈ શકતા નહોતા એટલે એમનું લશ્કર કૂવામાં જ પડવાનું હતું. આ ખૂબ અગત્યનું છે. ન્યાય અને નીતિને રસ્તે ચાલનાર ટીમ તમને અંતિમ વિજય તરફ દોરી જાય છે. કૌરવોની શરૂઆત જ ખોટી હતી.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 08/09/2024

25 વર્ષ બાદ પાકિસ્તાની આર્મી ચીફનો મોટો ખુલાસો

પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે 1999ના કારગિલ યુદ્ધમાં તેની સંડોવણી હતી. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવાર (6 સપ્ટેમ્બર) ના રોજ સંરક્ષણ દિવસના અવસર પર, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કારગીલમાં પાક આર્મીના જવાનોના મૃત્યુને સ્વીકાર્યું. આ પહેલા ક્યારેય સ્વીકારવામાં આવ્યું ન હતું.

જો કે, અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ આર્મી ચીફ, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) શાહિદ અઝીઝ અને પૂર્વ પીએમ નવાઝ શરીફ, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી સ્વીકારી નથી. આ સિવાય 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ રહેલા જનરલ પરવેઝ મુશર્રફ પોતે ઘણી વખત આ વાત સ્વીકારી ચૂક્યા છે.

જાણો પાક આર્મી ચીફે શું કહ્યું?

જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાની સમુદાય બહાદુરોનો સમુદાય છે. કોણ સ્વતંત્રતાનું મહત્વ સમજે છે અને તેની કિંમત કેવી રીતે ચૂકવવી. 1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ હોય, હજારો સૈનિકોએ દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે. છેલ્લા 25 વર્ષમાં પાકિસ્તાની સેનાની આ પ્રથમ કબૂલાત માનવામાં આવી રહી છે. જો કે આ પહેલા પાકિસ્તાની સેનાના કોઈ જનરલે ઓફિસમાં રહીને કારગીલ યુદ્ધને લઈને આવું સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું.