Home Blog Page 1208

મુંબઈ:ઝરૂખો કાર્યક્રમમાં વાર્તાકારોને સાંભળશે સર્જક મધુ રાય

મુંબઈ: મુંબઈની સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં અવનવા પ્રયોગો થતા રહે છે. 1 ફેબ્રુઆરી બોરીવલી ખાતે ‘ઝરુખો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમમાં જાણીતા નાટ્યલેખક, વાર્તાકાર તથા નવલકથાકાર મધુ રાયની સંગત હશે.

‘એક વાર નાટકમાં, આઈ ટેલ યુ’ તથા ‘મેં કોઈને કીધું નથી, ડીયર’ એમ બે વાક્યો સર્જક મધુ રાયે આપ્યાં છે જેને સાંકળીને વાર્તાકારો પોતાની ટૂંકી વાર્તાનું સર્જન કરી કાર્યક્રમમાં પઠન કરશે. શ્રોતાઓ પણ સર્જક સાથે સંવાદ કરી શકશે.

મધુ રાય આપણી ભાષાનાં ટોચના સર્જક છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ હતો ‘બાંશી નામે છોકરી’ અને ત્યારબાદ ‘રૂપકથા’,’કાલસર્પ’ જેવા પ્રયોગશીલ વાર્તાસંગ્રહ એમણે આપ્યા.’કોઈ પણ એક ફૂલનું નામ બોલો’ તથા ‘કુમારની અગાશી’ એમનાં ખૂબ જાણીતાં નાટકો છે.

એમની ‘કિમ્બલ રેવન્સવુડ ‘ નવલકથા પરથી ‘મિ.યોગી’ ટેલિસિરિયલ બની અને પછીથી ‘વૉટ્સ યોર રાશિ!’ એ નામે હિન્દી ફિલ્મ પણ બની હતી. વાર્તાકાર સંદીપ ભાટિયા, સમીરા પત્રાવાલા , રાજુલ ભાનુશાલી તથા અન્ય એક કે બે વાર્તાકારો પોતાની વાર્તા રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

આ કાર્યક્રમમાં સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે 1 ફેબ્રુઆરીએ યોજાશે. ઈચ્છુક દરેક કલાપ્રેમી કે સાહિત્યરસિક કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

સાઉદી અરેબિયામાં ગમખ્વાર અકસ્માત, 9 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા

સાઉગી અરેબિયામાં ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં 9 ભારતય મૂળના લોકોના મોત થઈ ગયા છે. જેદ્દાહમાં ભારતીય મિશને આ અંગે જાણકારી આપી છે. મિશને જણાવ્યું કે, આ અકસ્માત પશ્ચિમી સાઉદી અરેબિયામાં જીજાન પાસે સર્જાયો છે. અમે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ. આ ઉપરાંત અમે સાઉદીના અધિકારીઓના સંપર્કમાં છીએ અને તેઓ પોતાનું સમર્થન આપી રહ્યા છે.

ભારતીય કોન્સ્યુલેટે સોશિય મિડીયા X ની એક પોસ્ટમાં જણાવ્યું કે, સાઉદી અરેબિયાના પશ્ચિમ ક્ષેત્રમાં જીજાન નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે.

જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને તેઓ અધિકારીઓ અને પરિવારો સાથે સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ. તેમણે એ પણ જણાવ્યું કે, અકસ્માત અંગે મૃતકો અને ઘાયલોના સંબંધીઓ સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. 8002440003 (Toll free), 0122614093, 0126614276, 0556122301(WhatsApp) અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને મને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.’

કેજરીવાલે  શાહ, ગાંધીને યમુનાનું પાણી પીવાનું પીવાનો ફેંક્યો પડકાર

નવી દિલ્હીઃ આપ સંયોજક કેજરીવાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને ગૃહપ્રધાન અમિત શાહને જાહેરમાં યમુનાનું પાણી પીવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે દાવો કર્યો છે કે પડોસી રાજ્ય હરિયાણા એમાં ઝેર મેળવી રહ્યું છે. દિલ્હી ચૂંટણી પહેલાં પાણીની પારાયણમાં વિવાદ વધ્યો છે.

તેમણે કહ્યું હતું કે સાત PPM એમોનિયા ઝેર બરાબર છે. અને તેમણે તેમના આરોપોને ફરી દોહરાવ્યા હતા. હરિયાણામાં ભાજપના નેતૃત્વવાળી સરકાર નદીને પ્રદૂષિત કરી રહી છે, જેનાથી દિલ્હીવાસીઓના જીવન જોખમમાં પડી રહ્યા છે. CM આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજે કેજરીવાલના દાવાઓને દોહરાવ્યા હતા અને વિપક્ષના નેતાઓને એ પાણી પીવા માટે પડકાર ફેંક્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે શું અમિત શાહજી, રાજીવકુમારજી, રાહુલ ગાંધી અને સંદીપ દીક્ષિતજી તમે મિડિયા સામે સાત PMM એમોનિયાવાળું પાણી પી શકે છે? તમે દિલ્હીમાં સાત PPM પાણી મોકલી રહ્યા છે અને દાવો કરી રહ્યા છો કે કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે?

બીજી બાજુ, PM મોદીએ કહ્યું હતું કે આપ-દાના લોકો કહી રહ્યા છે કે હરિયાણાના લોકો દિલ્હીના પાણીમાં ઝેર ભેળવે છે. આ ફક્ત હરિયાણાનું જ નહીં, પરંતુ બધા ભારતીયોનું અપમાન છે, આપણી સંસ્કૃતિનું અપમાન છે, આપણા ચારિત્ર્યનું અપમાન છે. આ એવો દેશ છે જ્યાં પાણી આપવું એ ધર્મ માનવામાં આવે છે. મને ખાતરી છે કે આ વખતે દિલ્હી આવી સસ્તી વાતો કરનારાઓને પાઠ ભણાવશે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિ હરિયાણા દ્વારા મોકલવામાં આવેલું પાણી પીએ છે. હું પણ છેલ્લાં 11 વર્ષથી તે પી રહ્યો છું.  બધા ન્યાયાધીશો અને અન્ય તમામ આદરણીય લોકો પણ તે પીએ છે.

ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં વિજેતા

નવી દિલ્હી: ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ ઉપર પરેડમાં સામેલ ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં ‘પોપ્યુલર ચોઇસ’નું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાત જનભાગીદારીથી સાકાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી.

ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.ગત વર્ષ-2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.આ જ પરંપરામાં વધુ એક સિધ્ધિ મેળવીને 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રીક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. 76મા પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા આ ટેબ્લોમાં – સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ હતી. તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકાર કર્યું હતું.

ગુજરાતની ઝાંખીના ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.

રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળમાં વડનગર સ્થિત ૧૨મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે ૨૧મી સદીની શાન સમી ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો.ગુજરાતની પારંપારિક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે. આ સમગ્ર પ્રસ્તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ના, કુંભમેળામાં ભાગદોડની આ પહેલી ઘટના નથી…

પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભય હતો એ આખરે બની ગઈ. મૌની અમાવસ્યા પર સ્નાન કરતા પહેલા સંગમ નોઝ પર ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.

આ ભાગદોડમાં અત્યાર સુધીમાં અંદાજીત 40 લોકોના મૃત્યુ થયા છે. જો કે આ પહેલી વખત બનેલી દુર્ધટના નથી આ પહેલાનો પણ કુંભ મેળામાં ભારે ભીડને કારણે અરાજકતા અને નાસભાગનો લાંબો ઇતિહાસ છે.

૧૯૫૪, અલ્હાબાદ (હવે પ્રયાગરાજ): સ્વતંત્રતા પછી પહેલી વાર, ૧૯૫૪માં પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું. ૩ ફેબ્રુઆરી, ૧૯૫૪ના રોજ, અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) માં કુંભ મેળામાં, મૌની અમાવાસ્યાના શુભ પ્રસંગે પવિત્ર સ્નાન કરવા માટે ભેગા થયેલા ભક્તોમાં ભાગદોડ મચી ગઈ. આ સમયગાળા દરમિયાન, લગભગ 800 લોકો નદીમાં ડૂબી જવાથી અને કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.

૧૯૮૬, હરિદ્વાર: આ કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. આ સમય દરમિયાન પણ નાસભાગ મચી હતી જેમાં ડઝનબંધ લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા. અહેવાલ મુજબ, 14 એપ્રિલ, 1986 ના રોજ, યુપીના તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાંસદો સાથે આ મેળા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જેના કારણે, સામાન્ય લોકોની ભીડ કિનારા સુધી પહોંચતી અટકી ગઈ. જેથી  ભીડ બેકાબૂ થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. મીડિયાના અહેવાલ પ્રમાણે, આ અકસ્માતમાં 200 લોકોના મોત થયા હતા.

૨૦૦૩, નાસિક : ૧૯૮૬ની દુર્ઘટના પછી, કુંભ મેળો લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલુ રહ્યો. આ સમયગાળા દરમિયાન, ભીડ વ્યવસ્થાપનમાં પણ સુધારો થતો રહ્યો. પરંતુ 2003 માં, નાસિક કુંભમાં ફરી એકવાર અકસ્માત થયો. નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના અત્યંત દુ:ખદ હતી અને એણે લાખો લોકોને હચમચાવી નાખ્યા હતા. આ કુંભ અકસ્માતમાં 100 લોકો ઘાયલ થયા હતા.

૨૦૧૦, હરિદ્વાર: આ વખતે કુંભ મેળો હરિદ્વારમાં યોજાઈ રહ્યો હતો. ૧૪ એપ્રિલ ૨૦૧૦ના રોજ હરિદ્વાર કુંભમાં શાહી સ્નાન દરમિયાન સાધુઓ અને ભક્તો વચ્ચે થયેલી અથડામણમાં ૭ લોકો માર્યા ગયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સાધુઓ અને ભક્તો વચ્ચે ઝઘડો થયો હતો, જેના પછી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

૨૦૧૩, પ્રયાગરાજ: નાસિક કુંભના ૧૦ વર્ષ પછી, ૨૦૧૩ના પ્રયાગરાજ કુંભમાં ફરી એક અકસ્માત થયો.પરંતુ આ વખતે આ અકસ્માત અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર થયો. આ અકસ્માતમાં 42 લોકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર ફૂટબ્રિજ પર રેલિંગ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સ્ટેશન પર ભારે ભીડને કાબુમાં લેવા માટે રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કારણે નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં 42 લોકોના મોત થયા હતા. આમાં 29 મહિલાઓ, 12 પુરુષો અને એક આઠ વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 45 લોકો ઘાયલ પણ થયા હતા.

નોંધનીય છે કે ૨૦૧૩ પછી, ૨૦૨૫માં નાસભાગની ઘટના બની. જ્યાં અત્યાર સુધીમાં વહીવટીતંત્રને 40 લોકોના મોતની આશંકા છે.

ગુજરાત પર કમોસમી વરસાદનો કહેર!, જાણો હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી

અમદાવાદ: પાછલા ઘણા સયમથી ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હાલના સમયમાં સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે ગરમીની અનુભૂતી થઈ રહી છે. ત્યારે ઠંડીને લઈ ચોંકાવનારી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે. જેથી ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર , દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

માનસિક સ્થિરતા સાથે રસ્તા પર નિયમોનું પાલન કરો: બ્રહ્માકુમારી દિવ્યાબેન

અમદાવાદ: માર્ગ સલામતી માસ નિમિત્તે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ – બ્રહ્માકુમારીઝ અમદાવાદ અને આર.ટી.ઓ. કાર્યાલય અમદાવાદના સંયુક્ત રીતે બ્રહ્માકુમારીઝ મહાદેવનગર અમદાવાદ ખાતે “કાળજી” કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.

આ પ્રસંગે આર.ટી.ઓ. કાર્યાલય અમદાવાદના પ્રાદેશિક પરિવહન કાર્યાલયના એન.એન. બક્ષીએ ટ્રાફિક નિયમોના વિવિધ પાસાઓ સમજાવ્યા. તેમણે કહ્યું કે આપણે પોલીસના ડરથી નહીં પણ સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ. કાર્યક્રમમાં આર.ટી.ઓ. કાર્યાલયના નિરીક્ષક કે. વી. ચાવડા, પી. જે. વસાવા, રોડ સેફ્ટી કોર્ડીનેટર સિકંદર તેમજ જગદીશભાઈ ઝુલા વગેરે પણ હાજર હતા.બ્રહ્માકુમારી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગના ચેરમેન બી.કે. દિવ્યપ્રભા દીદીજી (મુંબઈ-બોરીવલી) એ જણાવ્યું કે માર્ગ સલામતી સંસ્કૃતિમાં પરિવર્તન સાથે કેવી રીતે જોડાયેલી છે? કાર ખરીદતા પહેલા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મૂલ્યો શીખવવા જોઈએ. મેડીટેશન દ્વારા મનને નિયંત્રિત કરી રસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરી શકાય છે.બી કે કવિતા બહેન (વરિષ્ઠ રાજયોગ શિક્ષક, મુંબઈ-બોરીવલી) એ કહ્યું કે સારા રસ્તા બને છે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરનાર સારું મન કોણ બનાવશે? સારું મન વિક્ષેપથી રક્ષણ આપે છે. જીવન કોઈ દોડ નથી, દરેકે પોતાની ગતિએ આગળ વધવું જોઇએ. આપણી માનસિક સ્થિતિ આપણા વાહન ચલાવવાને અસર કરે છે – જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કાર્યક્રમ અંતર્ગત હવાલદાર કડક સિંહ નામના વિડીયો દ્વારા બધા ટ્રાફિક સિગ્નલના નિયમોથી વાકેફ થયા.

કાર્યક્રમ દરમિયાન, દેવશ્ય, માલવ અને હિતેશએ એક લઘુ નાટક દ્વારા માર્ગ સલામતી અને જીવન બચાવવાનો સંદેશ આપ્યો.

વરાછામાંથી 150 કિલોથી વધુ નકલી પનીર પકડાયું: ત્રણની ધરપકડ

સુરતઃ આરોગ્ય વિભાગે વરાછા વિસ્તારમાં પોલીસના સહયોગથી તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા, જેમાં 150 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે ત્રણ જણની અટકાયત કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરત જમણ માટે પ્રસિદ્ધ છે, પણ સ્વાદરસિયાના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઇ શકે છે, વરાછા વિસ્તારમાં બનાવટી પનીર પકડાયું છે.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. અહીંથી દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.  પોલીસે આ ઘટનામાં ત્રણ જણની અટકાયત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહીને પગલે અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે શહેરમાં હોટેલ, રેસ્ટોરાંમાં અને નાસ્તાની ચાલતી હાટડી ચલાવતા ફૂડ સ્ટોલધારકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગ આ પનીર સંદર્ભે વધુ તપાસ કરે તો અનેક વિગતો બહાર આવે એવી શક્યતા છે.

 

રાખી સાવંત જેની સાથે ત્રીજી વાર લગ્ન કરશે એ પાકિસ્તાની ડોડી ખાન કોણ છે?

રાખી સાવંત પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે કે પછી પોતાના સ્પષ્ટ વિચારો માટે સમાચારમાં રહે છે. રાખી સાવંત, જે ઘણા સમયથી દુબઈમાં રહે છે, તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ પોતે જાહેરાત કરી છે કે તે પાકિસ્તાન ગઈ હતી. તાજેતરમાં તેણીએ પાકિસ્તાની સ્ટાર હાનિયા આમિર વિશે વાત કરી હતી. રાખીએ એરપોર્ટ પરથી એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે અનેક સુટકેસ લઈને પાકિસ્તાન પહોંચી ગઈ છે અને હવે હાનિયા આમિર સાથે તેના ઘરે રહેશે. તેણીએ એમ પણ કહ્યું કે હાનિયાએ તેના કબાટમાં તેણી માટે જગ્યા બનાવવી જોઈએ. આ પછી જ રાખીએ પોતાના બીજા નિવેદનથી લોકોને ચોંકાવી દીધા. તેણીએ પાકિસ્તાનમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તે ઇચ્છે છે કે વસીમ અકરમ તેનો વર બને. હવે, આના થોડા દિવસો પછી, તેણીએ તેના લગ્નની જાહેરાત કરી છે અને તે પણ એક પાકિસ્તાની અભિનેતા સાથે.

Photo: Instagram

ડોડી ખાન કોણ છે?

અભિનેત્રીએ હવે એક ચોંકાવનારી જાહેરાત કરી છે જેમાં તેણે પાકિસ્તાનમાં અભિનેતા ડોડી ખાન સાથે લગ્ન કરવાની પોતાની યોજનાનો ખુલાસો કર્યો છે. ડોડી ખાન એક લોકપ્રિય પાકિસ્તાની અભિનેતા અને મોડેલ છે. તેમણે ‘દુર્જ’, ‘ઘબરાના નહીં હૈ’, ‘અખાડા’, ‘ચૌધરી’ સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. ડોડી ખાનના ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 23 હજાર ફોલોઅર્સ છે. એવું કહેવાય છે કે તે બોલિવૂડ અભિનેતા સંજય દત્તને ખૂબ જ પસંદ કરે છે. ડોડી ખાનને બોડી બિલ્ડીંગનો પણ શોખ છે અને તે પોતાનો મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે. આ અભિનેતા તેની જીમ તાલીમના વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે. હવે ડોડીએ તેના એક વીડિયોથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોમાં તે રાખી સાવંત પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dodi Khan (@dodi_khan)

ડોડી પોતાનો પ્રેમ જાહેર કરે છે

ડોડી ખાને રાખીને ઇન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કર્યું. તાજેતરમાં, ડોડી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને રાખી સાવંતને ઉમરાહ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા છે. આ વીડિયોમાં, ડોડીએ આગળ કહ્યું,’મારે લગ્નની જાન ભારત કે દુબઈ લાવવી જોઈએ? લવ યુ. રાખીએ આ વીડિયો પર હસતી ઇમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત, તેણે પોતાની અને ડોડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘હું ખૂબ ખુશ છું. આખરે, મને મારા જીવન માટે યોગ્ય જીવનસાથી મળી ગયો છે.’

પહેલા પણ બે લગ્ન થયા છે

તમને જણાવી દઈએ કે, રાખી સાવંતે ખુલાસો કર્યો છે કે, ‘લગ્ન પાકિસ્તાનમાં ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ થશે.’ રિસેપ્શન ભારતમાં હશે અને અમે અમારા હનીમૂન માટે સ્વિટ્ઝર્લૅન્ડ અથવા નેધરલેન્ડ જઈશું. અમે દુબઈમાં સ્થાયી થઈશું. આ પહેલા રાખી સાવંત બે વાર લગ્ન કરી ચૂકી છે. રાખી સાવંતના આ ત્રીજા લગ્ન હશે. રિતેશ સિંહ અને આદિલ દુર્રાનીના લગ્ન પછી ઘણો વિવાદ થયો હતો.

સુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાંથી પરત લાવવા ઈલોન મસ્કને ટ્રમ્પની અપીલ

ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અનેક મહિનાથી અંતરિક્ષમાં છે. ત્યારે હવે તેની મદદ માટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સુનીતા વિલિયમ્સને પરત લાવવા માટે ઈલોન મસ્ક પાસે મદદ માંગી છે. ઈલોન મસ્કે એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે, મેં ઈલોન મસ્ક અને સ્પેસએક્સને આપણાં બે બહાદુર અંતરિક્ષયાત્રીને મળવા માટે કહ્યું છે, જેઓને બાઈડેન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે. તેઓ ઘણાં મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યાં છે. ઈલોન ટૂંક સમયમાં આ દિશામાં કામ કરશે. આશા છે કે બધાં સુરક્ષિત રહેશે. ઈલોનને મારી શુભકામનાઓ’. નોંધનીય છે કે, આ બંને અંતરિક્ષયાત્રી 2024થી સ્પેસ સ્ટેશન પર છે.

સ્પેસએક્સના સીઈઓએ દાવો કર્યો કે, આ ભયાનક હતું કે, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેનના તંત્ર દ્વારા તેઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં આટલા લાંબા સમય સુધી ફસાયેલા છોડી દેવામાં આવ્યા હતાં. જોકે, નાસાએ પોતાના ક્રૂ-9 મિશનના ભાગ રૂપે બંને અંતરિક્ષ યાત્રીને પરત લાવવા માટે ઘણાં મહિના પહેલાં જ સ્પેસએક્સને સામેલ કરી દીધું હતું. મસ્કે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સ પાસેથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષ યાત્રીઓને જલ્દીથી જલ્દી ઘરે લાવવા માટે કહ્યું છે, અમે જલ્દી જ આ કરીશું.’ ઉલ્લેખનીય છે કે, નાસાએ સતત કહ્યું છે કે, આ અંતરિક્ષ યાત્રીઓ ફસાયા નથી તેઓ સ્વસ્થ છે અને સારા લોકો સાથે જોડાયેલા છે.

ઓગસ્ટ 2024 માં અંતરિક્ષ એજન્સીએ જાહેરાત કરી હતી કે, તેઓએ સ્પેસએક્સને સ્પેસએક્સ ક્રૂ-9 કેપ્સૂલ પર વિલિયમ્સ અને વિલ્મોરને ઘરે લાવવા કહ્યું હતું. બંને અંતરિક્ષ યાત્રીઓને ક્રૂ-9માં રાખવામાં આવ્યા હતા, નાસાએ ક્રૂના ચાર મેમ્બરમાંથી બેને હટાવી દીધાં છે, જે સપ્ટેમ્બરમાં સ્પેસએક્સ ડ્રેગન પર લોન્ચ કરવા માટે નક્કી કરવામાં આવ્યા હતાં. હવે આના બદલે, વિલિયમ્સ અને વિલ્મોરની જગ્યા બનાવવા માટે આ ઉડાનમાં ફક્ત એક અંતરિક્ષ યાત્રીને ઉતારવામાં આવશે, જે ફેબ્રુઆરી 2025માં મિશનના અંતે ઘરે પરત આવવા તૈયાર હતાં.