Home Blog Page 1125

ઉદિત નારાયણના કિસ વિવાદ પર હવે મીકા સિંહે આપી પ્રતિક્રિયા

તાજેતરમાં ગાયક ઉદિત નારાયણ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતાં. તેમણે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતી વખતે એક મહિલાને કિસ કરી અને વિવાદ છેડાયો હતો. એક મહિલા ચાહક સેલ્ફી માટે ઉદિત નારાયણ પાસે આવી અને ગાયકના ગાલ પર ચુંબન કર્યું. આના જવાબમાં ઉદિત નારાયણે તેના હોઠ પર ચુંબન કર્યું હતું. હવે ગાયક મીકા સિંહે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઉદિત નારાયણના ચુંબન મુદ્દા પર સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. આ કૃત્ય માટે ઘણા લોકોએ ગાયકની ટીકા કરી. ઘણા વર્ષો પહેલા ગાયક મીકા સિંહે રાખી સાવંતના જન્મદિવસ પર તેની સંમતિ વિના તેને કિસ કરી હતી. આ અંગે પણ ઘણો હોબાળો થયો હતો. આ સાથે જોડાઈને મિકાએ ઉદિત નારાયણ પર એક નિવેદન આપ્યું છે.

મીકા સિંહને વિવાદોનો રાજા કહેવામાં આવે છે. મીકા સિંહે આ ટેગ વિશે વાત કરી અને તેમણે ઉદિત નારાયણ વિવાદ પર પણ વાત કરી. પિંકવિલા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘એક મોટા માણસ સાથે વિવાદ છે. એટલા માટે જ્યારે લોકો મને વિવાદોનો રાજા કહે છે ત્યારે મને તે ગમે છે. અમિતાભ બચ્ચનને જ જુઓ. લોકો તેમના વિશે કંઈક જાણવા માટે રાહ જુએ છે. શાહરૂખ ખાન સાહેબને જુઓ. સલમાન ખાનને જુઓ. આમિર ખાન. ગાયકોમાં હું એકલો છું.’

મીકા સિંહે આગળ કહ્યું કે ‘ગાયકોમાં એક મીકા સિંહ પણ છે. ઝુમ્મા ચુમ્મા, મારો એક વિદ્યાર્થી આવ્યો. ઉદિત નારાયણ સાહેબ. ક્યાંક તેમના નામે મારો જૂનો વિવાદ હશે. ત્યારે હું ફક્ત બાળક હતો. તો દરેક વ્યક્તિ મીકા સિંહ બનવા માંગે છે. તેમણે એ જ ફાર્મહાઉસ બનાવવું છે જે હું બનાવું છું. જો હું તળાવ સાથે બનાવીશ, તો આ લોકોએ પણ તળાવ સાથે બનાવશે. તેઓ ઘોડા ખરીદવા છે, કૂતરા રાખવા માંગે છે. જો હું આજે મોટી કાર ખરીદીશ, તો તેમણે પણ એક ખરીદવી છે.’

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉદિત નારાયણે તેમના એક ચાહકના હોઠ પર ચુંબન કર્યું. ચાહક તેની સાથે સેલ્ફી લેવા માંગતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ અભદ્ર વર્તન માટે ઉદિત નારાયણની ટીકા થઈ હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ગીતકાર ‘ટિપ ટિપ બરસા પાની’ પર પરફોર્મ કરી રહ્યા હતા. જોકે, તમને જણાવી દઈએ કે મીકા સિંહે પણ પોતાના જન્મદિવસની પાર્ટીમાં પરવાનગી વગર અભિનેત્રી રાખી સાવંતને કિસ કરી હતી, જે એક મોટો વિવાદ બની ગયો હતો.

આ મામલે ઉદિત નારાયણે કહ્યું હતું કે તેમને પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. તેમના મતે, આ તેમના અને તેમના ચાહક વચ્ચેનો પ્રેમ છે.

રાજકોટની શાંતિ હોસ્પિટલની બેદરકારી ખુલ્લી, 23.15 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટ: થોડા સમય પહેલા પાયસ મેટરનિટી હોમના CCTV લીક થાયની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ સહિત અમદાવાદ સાયબર ક્રાઈમ દોડતી થઈ હતી. ફરી એક વખત રાજકોટની શાકિ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી નિયમોના ખુલ્લા ધજાગરા ઉડાવતી શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવ્યો છે. મેડિકલ સ્ટ્રોર માંથી CCTVનો કંટ્રોલ રુમ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા CCTV અહીં ખુલ્લામાં જોવા મળ્યાં હતા. ઈન્જેકશન અને સારવાર લેતા દર્દીઓ CCTVમાં કેદ થયા હતા. મેડિકલ સ્ટોરમાં CCTVનો કંટ્રોલ રુમ કેવી રીતે બનાવવામાં આવ્યો ? જેવા અનેક સવાલો ઉભા થયા છે. દર્દીઓના CCTV લીક થાય તો જવાબદાર કોણ ? શાંતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનો ભંગ થયો કે નહીં તે મોટો સવાલ છે. મેડિકલ સ્ટોરનું લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટ પણ સ્ટોરમાં હાજર નથી. આ વાતની જાણ થતાની સાથે મનપા સાથે વીમા કંપની દોડતી થઈ ગઈ હતી. અને રાજકોટ ખાતે આવેલી શાંતિ હોસ્પિટલને મનપાએ 23.15 લાખનો દંડ ફટકાર્યો છે. મનપા અને વીમા કંપનીની ટીમની તપાસમાં બેદરકારીઓ સામે આવી છે. PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ છે. હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે. પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો ખુલાસો થયો છે. GPCBનું સર્ટિફિકેટ એક્સ્પાયર છતાં રીન્યુ માટે અરજી ન કર્યાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ છે. એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકાયા હોવાનું પણ સામે આવ્યું હતુ.

ગોવિંદાની પત્ની સુનિતાએ ડિવોર્સની અફવા પર આખરે તોડ્યું મૌન

બોલિવૂડ અભિનેતા ગોવિંદાના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ફેલાઈ ગઈ છે. ગોવિંદા અને સુનિતા આહુજાના 37 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો હોવાના સમાચાર હતાં. અત્યાર સુધૂ બંને આ દાવાઓ પર મૌન હતાં. તેમના બાળકોએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે આ મામલો આગની જેમ ફેલાતો જોઈને સુનિતા આહુજાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે અને આ મામલાનું સત્ય દુનિયા સામે લાવ્યા છે. તેમનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તે સાંભળ્યા પછી, વિવિધ અટકળો અને અનુમાન લગાવનારા લોકો ચૂપ થઈ જશે. સુનિતાએ બધા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેમના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોવિંદાના વકીલે પુષ્ટિ આપી છે કે સુનિતાએ છ મહિના પહેલા અભિનેતાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. જોકે, હવે સુનિતા આહુજાના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ દંપતી વચ્ચે કંઈ અયોગ્ય નથી અને બંને હજુ પણ સાથે છે. છૂટાછેડાની આ અટકળો વચ્ચે સુનિતા આહુજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અલગ થવાની કોઈપણ વાતને સંપૂર્ણપણે નકારી રહી છે. ક્લિપમાં તેણીએ ભાર મુક્યો કે કોઈ પણ તેની અને ગોવિંદા વચ્ચે આવી શકે નહીં. તેણીએ કહ્યુ કે

સુનિતાએ સ્પષ્ટતા આપી

સુનિતાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે, જેનાથી વૈવાહિક મુશ્કેલીઓની અફવાઓ ફેલાઈ હતી. તેણીએ એ પણ ખુલાસો કર્યો કે તે છેલ્લા 12 વર્ષથી એકલા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, જેનાથી અટકળો વધુ વેગ પામી. જોકે, વાયરલ વીડિયોમાં સુનિતાએ અલગ રહેવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. તેણીએ જણાવ્યું કે ‘અલગ રહેવાનો અર્થ એ હતો કે જ્યારે તેમને રાજકારણમાં જોડાવાનું હતું, ત્યારે અમારી પુત્રી મોટી થઈ રહી હતી અને કાર્યકરો હંમેશા ઘરે આવતા હતા. તે અને હું ઘરમાં શોર્ટ્સ પહેરીને આરામથી ફરતા હોય તે સારું ના લાગે. એટલા માટે અમે સામે જ એક ઓફિસ લીધી.આ દુનિયામાં કોઈ માઈ કા લાલ હોય તો સામે આવી જે મને અને ગોવિંદાને અલગ કરી શકે છે.

 

ટ્રમ્પ સાથે ટક્કર લેનાર ઝેલેન્સ્કી છે કોમેડીના કિંગ, 16 ફિલ્મોમાં કર્યો છે અભિનય

રશિયાના પડોશી દેશ યુક્રેનના છઠ્ઠા રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, યુએસ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત વિવાદોથી ઘેરાયેલી રહી હતી. ખનિજ સોદા અંગે બંને નેતાઓ વચ્ચે અહીં બેઠક યોજાઈ હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે મતભેદ થયો અને માત્ર 10 મિનિટમાં બંને વચ્ચે દલીલ થઈ. આ પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ છોડીને તેમની હોટલ ગયા. આ દિવસોમાં ઝેંલેસ્કી રાષ્ટ્રપતિ તરીકે વૈશ્વિક મંચ પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે. પરંતુ એક સમયે, ઝેલેન્સ્કીએ ટીવી પર પોતાની કોમેડીથી લાખો દિલો પર રાજ કર્યું હતું. રાજકારણી બનતા પહેલા, ઝેલેન્સ્કી એક અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા અને હાસ્ય કલાકાર હતા. એટલું જ નહીં ઝેલેન્સ્કીએ પોતાની કારકિર્દીમાં 16 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં પણ કામ કર્યું છે.

ઝેલેન્સ્કી 2019 માં રાષ્ટ્રપતિ બન્યા
ઝેલેન્સ્કીએ 2019 માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું. આ પહેલા તેમની કારકિર્દી અભિનય અને મનોરંજન ક્ષેત્રે હતી. અહીં આપણે રાજકીય પગલું ભરતા પહેલા તેમની અભિનય કારકિર્દી પર એક નજર નાખીએ. ઝેલેન્સ્કીએ તેમની કારકિર્દીમાં 16 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં કામ કર્યું છે. એટલું જ નહીં ઝેલેન્સ્કી તેના કોમેડી શો માટે પણ ચર્ચામાં છે. ચાલો જાણીએ ઝેલેન્સ્કીના કેટલાક લોકપ્રિય પ્રોજેક્ટ્સ વિશે.

સર્વેન્ટ ઓફ ધી પીપલ: આ ટીવી શોનો પ્રથમ પ્રીમિયર 2015માં થયો હતો અને 2019 સુધી ચાલ્યો હતો. આ શોમાં ઝેલેન્સ્કીએ યુક્રેનિયન રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી છે. નિર્માતાઓએ આ શોને યુટ્યુબ પર અંગ્રેજી સબટાઈટલ સાથે મફતમાં રિલીઝ કર્યો છે. આ કોમેડી શોના લેખકોમાંના એક ઝેલેન્સ્કીની પત્ની ઓલેના ઝેલેન્સ્કી છે. ખાસ વાત એ છે કે આ શ્રેણીમાં ઝેલેન્સ્કીએ ટીવી પર યુક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી અને પછી વાસ્તવિક જીવનમાં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા.

ડાન્સ વિથ ધ સ્ટાર્સ: 2006 માં પ્રીમિયર થયેલા આ ટીવી શોમાં, ઝેલેન્સdકીએ માત્ર ભાગ લીધો જ નહીં પરંતુ ડાન્સ રિયાલિટી શો ડાન્સ વિથ ધ સ્ટાર્સનું યુક્રેનિયન વર્ઝન પણ જીત્યું. રશિયા સાથેના યુદ્ધ દરમિયાન પ્રકાશમાં આવેલી આ માહિતીએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આ સાથે ઝેલેન્સ્કીએ ‘નો લવ ઇન ધ સિટી (2009),’નો લવ ઇન ધ સિટી 2 (2010), ‘8 ફર્સ્ટ ડેટ્સ (2012)’ અને ‘લવ ઇન વેગાસ (2012)’ જેવી ઘણી ફિલ્મોમાં રોમેન્ટિક કોમેડી કરીને લોકોના દિલ જીતી લીધા છે. ઝેલેન્સ્કીએ રશિયન ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2011 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અવર ટાઇમ’ માં ઝેલેન્સ્કીએ ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. આ સાથે ઝેલેન્સ્કીએ નેપોલિયનની ભૂમિકા પણ ભજવી છે. ઝેલેન્સ્કીએ ‘મી’ ફિલ્મથી ફિચર દિગ્દર્શનમાં પદાર્પણ કર્યુ.

તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું. આ બેઠકમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે યુક્રેનમાં ખનિજો અંગે એક કરાર થવાનો હતો. પરંતુ આ બેઠકમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે મતભેદો ઉભા થયા અને 10 મિનિટમાં જ બેઠક છોડીને ચાલ્યા ગયા. આ પછીઝેલેન્સ્કીએ પોતાની હોટલમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આમંત્રણ બદલ અમેરિકાનો આભાર માન્યો. હવે આ બેઠકના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા છે.

અમદાવાદમાં છઠ્ઠા GVCCC અમન આકાશ હેરિટેજ કાર શોનું ભવ્ય પ્રદર્શન

અમદાવાદ: ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, જે 8 અને 9 માર્ચના રોજ છઠ્ઠા હેરિટેજ કાર શોનો સાક્ષી બનશે. પાંચ વર્ષના અંતરાલ બાદ યોજાનાર આ ભવ્ય પ્રદર્શનનું આયોજન ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ (GVCCC)અને અમન આકાશ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર રસીકો અને ઇતિહાસ પ્રેમીઓને 90 રેર વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલના સંગ્રહને જોવાની તક મળશે, જે છેલ્લા આઠ દાયકામાં ઓટોમોબાઈલના ઉત્ક્રાંતિની ઝલક આપશે. આ કાર્યક્રમમાં બરવાનીના મહામહિમ મહારાજા માનવેન્દ્ર સિંહજી, બરવાનીના યુવરાજ સિદ્ધરાજ સિંહજી, સહિતના મહાનુભાવો અને વિન્ટેજ ઓટોમોબાઈલની દુનિયાના જાણીતા જજ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. શો વિશે વાત કરતા, GVCCC ના સ્થાપક અને પ્રમુખ સુબોધ નાથે જણાવ્યું હતું કે, “હેરિટેજ કાર શો એ વિન્ટેજ ઓટોમોબાઈલની ટાઇમલેસ બ્યુટી અને અદભૂત એન્જિનિયરિંગની ઉજવણી છે. અમે પાંચ વર્ષ પછી ફરી આ શો લઇને આવી રહ્યાં છીએ જેને લઇને અમે ઉત્સાહિત છીએ. આપણે ઇલેક્ટ્રિક કાર અને શેર મોબીલીટીના યુગમાં જીવી રહ્યા છીએ પરંતુ આ વિન્ટેજ સુંદરતાએ આધુનિક પરિવહનનો પાયો નાખ્યો છે. આ કાર શો ફક્ત વિન્ટેજ વાહનોનું પ્રદર્શન જ નથી કરવાનો, પરંતુ તે અંગે જાળવામાં પણ મદદ કરવાનો પ્રયાસ કરશે. અમે અમદાવાદના લોકોને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”

આ કાર્યક્રમમાં યુદ્ધ પહેલા અને યુદ્ધ પછીના યુગની વિન્ટેજ કાર અને મોટરબાઈક પ્રદર્શિત કરવામાં આવશે. શોના સ્ટાર આકર્ષણોમાંનુ એક દુર્લભ 1950 MG YT હશે, જેને ‘લાલપરી’ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતથી યુકે સુધી 14 દેશોમાં 13,500 કિલોમીટરની સફર પૂર્ણ કરનારી ભારતની પ્રથમ વિન્ટેજ કાર છે. આ કાર ક્લાસિક ઓટોમોબાઈલના ટકાઉપણું અને ટાઇમલેસ આકર્ષણને દર્શાવે છે. આ સાથે અહીં 1956ની દુર્લભ શેવરોલે બેલ એર કાર પણ જોવા મળશે જે ત્રણ પેઢીઓથી એક જ પરિવાર પાસે છે, જે લગભગ એક પરિવારના સભ્ય જેવી બની ગઇ છે. આ પ્રતિષ્ઠિત કાર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે, કારણ કે અમદાવાદમાં નહેરુ બ્રિજના ઉદ્ઘાટન દરમિયાન પંડિત જવાહરલાલ નેહરુ આ કારમાં સવારી કરી હતી. આ ઉપરાંત, પ્રદર્શનમાં બીજી એક અનોખી અને ઐતિહાસિક વિન્ટેજ કાર 1956ની ડોજ સબર્બન હશે, જે અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનરની કાર હતી.

GVCCCના સ્થાપક ચંદન નાથે જણાવ્યું હતું કે, “આ શોમાં પ્રદર્શિત વિન્ટેજ કાર ફક્ત વાહનો નથી, તે આપણા વારસાનો અભિન્ન ભાગ છે, દરેક કારીગરી, નવીનતા અને તે કયા યુગમાંથી આવે છે તેની વાર્તા કહે છે. GVCCC ખાતે, અમે ઇતિહાસના આ ટાઇમલેસ પિસીસને સાચવવા માટે સમર્પિત છીએ. અમારું લક્ષ્ય ભવિષ્યની પેઢીઓ માટે આ મૂલ્યવાન વારસાનું રક્ષણ કરવાનો છે, જેથી ખાતરી કરી શકાય કે આ ક્લાસિક કાર આવનારા વર્ષો સુધી પ્રશંસા પામતી રહે.”

બે દિવસનો આ કાર્યક્રમ મુલાકાતીઓ માટે યાદગાર બની રહશે, જે શ્રેષ્ઠ વિન્ટેજ અને ક્લાસિક વાહનોને નજીકથી જોવાની દુર્લભ તક આપે છે. છઠ્ઠો GVCCC અમન આકાશ હેરિટેજ કાર શો કાર રસીકો અને કલેક્ટર્સના વિશાળ દર્શકોને આકર્ષે તેવી અપેક્ષા છે. આ આયોજન શનિવાર, 8 માર્ચ, સવારે 11:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી અને રવિવાર, 9 માર્ચ, સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

અસામાજીક તત્વોના આંતક સામે ઉપલેટા સજ્જ બંધ

ઉપલેટા: મહાશિવરાત્રિના પર્વ પર માથાભારે વિધર્મી શખ્સે શહેરના મુખ્ય ચાર રસ્તા એટલેકે બાપુના બાવલા ચોકમાં જ છરી કાઢીને આતંક મચાવ્યો હતો. ઘણા વેપારી તથા રાહદારી મહિલા અને પુરૂષોને બેફામ ગાડો ભાંડી હતી. આ જ મામલાના વિરોધમાં હિન્દુ સંગઠનોના દ્વારા ઉપલેટા બંધનું એલાન આપ્યું હતુ. જેના પગલે આજે સવારથી ઉપલેટા સજ્જડ બંધ રહ્યું હતું. જો કે બાદમાં પોલીસે માથાભારે શખ્સને પકડીને જાહેરમાં કાયદાના પાઠ ભણાવતા મામલો થાળે પડયો હતો અને બજારો ખુલી હતી.

વાત આખી એમ છે કે, શહેરમાં બે દિવસ પહેલા બાવલા ચોકમાં મીંયાણાવાસમાં રહેતા માથાભારે શખ્સ અબુ ઉર્ફે ડાડુ જામ મીયાણાએ રાત્રે જાહેરમાં ગાળો બોલી અને છરી સાથે ધમાલ મચાવી હતી. આ ઉપરાંત “હું ઉપલેટાનો બાપ છું” એવું કહી ભાગી ગયો હતો. તે બાબતના વિરોધમાં ગઈ કાલે રાત્રે 11 વાગ્યે બાવલાચોકમાં હિંદુ સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. આરોપી સામે જાહેરમાં બિભત્સ ગાળો અને બખેડો કરવાની કલમ સાથે પકડી પોલીસે જેલ હવાલે કરેલો હતો, જેથી હિન્દુ સંગઠનો દ્વારા આજે તા. 28નાં શુક્રવારે જયાં સુધી ગુનેગારને પોલીસ બાવલા ચોકમાં ન લઈ આવે ત્યાં સુધી ઉપલેટા બંધનું એલાન આપેલું હતું. પરિણામે આજે સવારથી બસસ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, ભાદર રોડ, નટવર રોડ સહિતનાં વસિુત્રમાં દુકાનો સહિતના ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે 11 વાગ્યે આરોપીને બાવલા ચોક ખાતે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. અને ત્યારબાદ લોકોનો રોષ ઓછો થયો હતો.

આકરી ગરમીમાટે ગુજરાતીવાસીઓને રહેવું પડશે તૈયાર, જાણો IMDની આગાહી

અમદાવાદ: વસંત ઋતુના શરૂ થવા સાથે જ શિયાળાનું જોર ઘટવા લાગ્યું છે અને રાજ્યમાં ગરમીનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું છે. પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. ઉલ્લેથખનીય છે કે દર વર્ષની સરખામણીએ વર્ષ 2025માં ઉનાળાની ગરમી ભુક્કા બોલાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.

માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઇ 15 દિવસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55 થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું. ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે IMDની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતાઓ છે. ખાસ કરીને માર્ચના બીજા સપ્તાહથી 42° ડિગ્રી સુધીનો તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા છે.

માર્ચ મહિનાનો બીજો સપ્તાહમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41°થી 42° ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતાઓ છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનો ત્રાસ યથાવત રહેશે કારણ કે, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનું પ્રમાણ વધુ રહેશે તથા ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર રહેતા ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી. ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં ઉનાળાની તીવ્ર અસર માટે તૈયારી રાખવાની અપીલ કરવામાં આવી છે. 2025નો ઉનાળો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની શક્યતા છે, જે હેઝાર્ડ એલર્ટ સાથે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતની ધરા સતત બીજા દિવસે ધ્રુજી, વલસાડમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

વલસાડ: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ભૂંકપની ઘટનામા પણ ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકાનો અનુભવ થયો હતો. વલસાડમાં પહેલી માર્ચના ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2.6ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં હતું, જ્યાં લોકો સવારે ભૂકંપના આંચકાથી જાગી ગયા હતા. દરવાજા, પંખા, અને વિજળીના થાંભલા હલવા લાગતા અનેક લોકોએ ભયના કારણે ખુલ્લા મેદાનમાં આશરો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 28મી ફેબ્રુઆરી ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અયોધ્યાથી પરત આવતા સુરતના યાત્રાળુઓને અકસ્માત: ત્રણના મોત

ઉત્તર પ્રદેશ: ઝાંસીમાં શુક્રવારની સવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં સુરતના વતની ત્રણ યાત્રાળુના મોત નિપજ્યાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઝાંસી જિલ્લાના ચીરગાંવ નજીક અકસ્માત થયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણના મોત થયા હતા.સ્થાનિક પોલીસ સુપ્રિટેન્ડન્ટ ગોપીનાથ સોનીએ જણાવ્યું ગતું કે સવારે 5 વાગ્યા યાત્રાળુઓની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. કાર ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે ટ્રક સાથે ટકરાઈ હતી.મૂળ સુરતના વતની મૃતકોની ઓળખ જગદીશભાઈ, વિપિનભાઈ અને કૈલાશબેન તરીકે થઈ છે. તમામની વય 45થી 50 વર્ષ વચ્ચેની છે. અન્ય ઈજાગ્રસ્ત યાત્રાળુ ભાવનાબેન અને મિનિ નામની છોકરીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીન પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાની અવકાશયાત્રી મોકલશે

ચીન: પાકિસ્તાનને રાજકીય ઉપરાંત સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રે મદદ ચીન પહોંચાડી રહ્યું છે. હવે અવકાશ વિજ્ઞાનમાં પણ ચીને પાકિસ્તાન સામે મદદનો હાથ લંબાવ્યો છે. ચીન પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાનના અવકાશયાત્રીને લઈ જશે.

ચીનના સ્પેસ સ્ટેશનનું નામ તિયાંગોંગ છે. પહેલીવાર આ સ્પેસ સ્ટેશનમાં ચીન કોઈ વિદેશીને લઈ જશે. આ માટે ઈસ્લામાબાદ ખાતે ચીનની સ્પેસ એજન્સી સી.એમ.એસ.એ. અને પાકિસ્તાનની સુપાર્કો વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. આ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હાજર હતા.CMSAના એક નિવેદન અનુસાર, બંને રાષ્ટ્રો પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ માટે સહયોગ કરશે અને પસંદ કરાયેલ ઉમેદવાર આગામી વર્ષોમાં ટૂંકા ગાળાના મિશન માટે ચીની તાઈકોનોટ્સમાં જોડાશે તેવી અપેક્ષા છે. ચીને અગાઉ પણ પાકિસ્તાન માટે ઉપગ્રહ લૉન્ચ કર્યા હતા. તિયાંગોંગ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકમેકના હરીફ તરીકે જોવામાં આવે છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આ વર્ષે જ ચંદ્ર પર ઉતરવાની યોજના ધરાવે છે.