સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ભારત કેવી રીતે પહોંચ્યો? શા માટે કર્યો હુમલો?

મુંબઈ: સૈફ અલી ખાન પર હુમલાનો મામલો સતત હેડલાઇન્સમાં છે. 16 જાન્યુઆરીની રાત્રે લગભગ 2 વાગ્યે અભિનેતા પર હુમલો થયો હતો, જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરે સૈફના ઘરમાં ઘૂસીને તેના પર છ વાર છરી વડે હુમલો કર્યો અને ગુનો કર્યા પછી ભાગી ગયો. જોકે, હવે સૈફ પર હુમલો કરનાર આરોપી પકડાઈ ગયો છે અને તેને 24 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. એવામાં આ કેસ અંગે વધુ ખુલાસા થયા છે.

પોલીસને 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા

પોલીસને સૈફ અલી ખાનના ઘરેથી આરોપીના લગભગ 19 ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. આરોપી શરીફુલ બાંગ્લાદેશનો રહેવાસી છે અને તેણે કોઈ બીજાના આધાર કાર્ડ પર સિમ કાર્ડ લીધું હતું.તમને જણાવીએ કે સૈફ પર હુમલો કરનારા આરોપી વિશે પોલીસને બીજું શું જાણવા મળ્યું.

સૈફ પર પાછળથી હુમલો કેમ થયો?

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ પોલીસને ઘટના વિશે જણાવ્યું કે સૈફે તેને આગળથી લૉક કરી દીધો હતો, જેના કારણે તેણે પાછળથી હુમલો કર્યો. સૈફ પર હુમલો કરનાર આરોપી પોતાના ફોનમાં એક સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો જે તેણે બંગાળના રહેવાસીના આધાર કાર્ડ પર લીધું હતું.

ભારતમાં કોઈ ગુનાહિત રેકોર્ડ નથી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,ઘટના પછી ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ ઘરે ગઈ અને ફિંગરપ્રિન્ટ્સ એકત્રિત કર્યા; પોલીસ ટીમને લગભગ 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા, જે હવે આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી મેઘાલયમાં દાવકી નદી દ્વારા ભારત પહોંચ્યો હતો. પોલીસને ભારતમાં આરોપીનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી, પરંતુ બાંગ્લાદેશમાં તેનો ગુનાહિત રેકોર્ડ હોવાની શક્યતા નકારી શકાય નહીં. હાલમાં પોલીસ આ આધારે પણ તપાસ કરી રહી છે.